SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ લઈને જ જતા. તેઓશ્રી દરેક કેમ અને જાતિના લેકે સાથે આત્મીયતાની દ્રષ્ટિથી જોતા હતા. નવયુવકે તે તેમને યુગસુધારકના રૂપમાં જોતા હતા. મધ્યપ્રદેશમાં “બામનિયામાં મામાજી દ્વારા એક આદિવાસી આશ્રમનું સંચા આદિવાસીઓને મોટી સંખ્યામાં ધાબળાઓ આપવામાં આવે છે તે કવિવર્યની પ્રેરણાનું સફળ છે; જેની સ્મૃતિ આજે પણ ત્યાં તાજી બની રહી છે. તે જ પ્રમાણે તેમને જન્મદિન પણ અતિ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તેમની વાણી અને પ્રતિભા જનતાને પ્રભાવિત કરતી હતી. તેઓશ્રી સરળહૃદયી, સત્યવકતા અને નીડર હતા. તેમના સહવાસને લીધે અનેક ગૂઢ રહસ્ય સહુ પ્રથમ જાણવા મળ્યા. મુંબઈમાં પણ તેઓશ્રી સાથે ઘણીવાર મળવાનું થયું હતું. તેઓશ્રી જ્યારે પ્રસન્નવદને વદતા ત્યારે ત્યાંથી ઉઠવાનું મન પણ થતું ન હતું. દેશ, સમાજ અને શાસનના ઉત્થાનમાં તેમનું જીવન સમર્પિત હતું. તેમના આવા મહાન સદ્ગુણેથી આજે પણ તેઓશ્રી અમર છે. આવી આ મહાન વિભૂતિને મારા શતશત વંદન હે. જૈનેતરોને પણ આદર્શ જીવન જીવતાં શીખવાડ્યું શ્ન મુનિશ્રી નરસિંહ મહારાજ પંડિતરત્ન કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ સ્થાનકવાસી સમાજના એક મહાન પ્રતાપી તેજસ્વી સિતારા હતા. મેરલીને અવાજ સાંભળી જેમ ભુજંગ જાગૃત થાય તેમ તેમ આપની વાણીથી જેને જ નહિ પણ જૈનેતરે પણ મુગ્ધ બની જતા. તેઓશ્રીની કંઠકળા અદ્દભુત હતી. હું જ્યારે નાનો હતો ત્યારે ૧૯૯૨ માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ ઘાટકોપરમાં હતું. પર્યુષણના દિવસેમાં તેઓશ્રી વ્યાખ્યાન સાથે થુલિભદ્રાખ્યાન વાંચતાં તે સાંભળતાં મારામાં વિરાગ્યભાવ સાથે જાગૃતિ આવી. અવારનવાર તેઓશ્રીને સંતસમાગમ થવાથી તેમની પ્રેરક વાણીથી આજે હું ચારિત્રમાર્ગમાં વિચરી રહ્યો છું. તેઓશ્રી સમાજના, રાષ્ટ્રના હિતચિન્તક હતા અને વિશેષે દીનદુ:ખીઓના બેલી હતા. હતાશ થયેલાને સન્માર્ગ બતાવતા. તેમનામાં એવા એવા વિશિષ્ટ ગુણો હતા કે જેનું વર્ણન મુખેથી કે કલમથી થઈ શકે તેમ નથી. તેઓશ્રીની પ્રાર્થના અને પ્રવચનોની પ્રેરક વાણીથી ચેટિલાનું કાપડીઆ કુટુંબ જૈનધમી પ્રેમી બની ગયું છે. આજે એ કાપડીઆ કુટુંબ માનવસેવામાં દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે એ બધે પ્રભાવ એ મહાપુરુષને. જ્યારે જ્યારે થતું ત્યારે તેઓ કંઈ ને કંઈ નવીન વસ્તુ સમજાવતા. તેમના આખ્યાને જ્યારે વ્યાખ્યાનમાં વાંચીએ છીએ ત્યારે તેમની સ્મૃતિ સામે તરી આવે છે. તેઓશ્રીને અમારા ઉપર અસીમ ઉપકાર છે. એ વિશ્વના ધુરંધર ગુરુદેવને અમારા કોટિ કોટિ વંદન હો. માનવતાના ગૌરીશંકર કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ # સ્વ. વિદુષી મહાસતી શ્રી ઉજ્જવલકુમારજી પૂજ્યપાદ્ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજના સંસ્મરણ લખવા માટે શ્રી દેવેન્દ્રમુનિજી, શ્રી સંતબાલજી મ., વિદુષી શ્રી દમયન્તીબાઈ મહાસતીજીએ વારંવાર આગ્રહ કર્યો, પરંતુ સંસ્મરણ લખવામાં મને ઘણોજ સંકેચ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે પૂજ્યશ્રી સૌરાષ્ટ્રમાં હતા ત્યારે અમે મુંબઈમાં હતા. પૂજ્યપાદુ ગુણાનુરાગી હોવાથી અમારા ઘાટકોપર, મુંબઈ આદિના ચાતુર્માસેના વ્યાખ્યાન, વિચાર, પ્રચાર અને વ્યવહાર સાંભળી તેમણે મને સૌરાષ્ટ્ર તરફ આવવાની આગ્રહભરી પ્રેરણા કરી. શેઠ અમૂલખ અમીચંદ, શેઠ રસિકલાલ પ્રભાશંકર, શેઠ શાંતિભાઈ સંઘવી વિ. શ્રાવકે મારફત અત્યન્ત ઉન્હેરિત કર્યા. પરંતુ સ્વાથ્યની પ્રતિકૂળતાને કારણે સૌરાષ્ટ્ર જવાનું બની શક્યું નહિ અને પૂજ્યશ્રીના સંસ્મરણ [૨૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy