SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ જૈનેતર લાકા તો તેમને એક મહાન સંત સ્વરૂપે જોતા હતા. જ્યારે જોઈ એ ત્યારે તેમના મુખ ઉપર સ્મિત ફરકતુ જ હાય. રૂઢિચુસ્ત માન્યતાઓ અને જડ પરંપરાઓની વિધિમાં તેઓશ્રીને વિશ્વાસ ન હતા. આ યુગના તેએ એક મહાન સુધારક હતા. તેઓશ્રી સંપ્રદાયના વાડાબધીથી ઘણે છેટે રહેતા હતા. વિ. સં. ૧૯૯૦ ની સાલમાં અજમેરમાં સર્વ પ્રથમ સ્થાનકવાસી સાધુ સમ્મેલન મળ્યું હતું. તેઓશ્રી સૌરાષ્ટ્રથી અજમેર પધાર્યા ત્યારે વચ્ચે રતલામમાં તેઓશ્રીના દર્શનના પ્રથમ લાભ મળ્યા હતા. ત્યાં રાત્રે નવયુવક મંડળ તરફથી દરેક બજારોમાં પ્રવચનો ગોઠવવામાં આવ્યા હતા. લોકો જેમ જેમ તેમના પ્રવચનો સાંભળતા ગયા તેમ તેમ હજારોની સખ્યામાં શ્રોતાઓ આવવા લાગ્યા. ટૂંક સમયમાં તેમની કીર્તિ ચારે તરફ પ્રસરી ગઈ. તેઓશ્રીના સમાજસુધાર વિષેના પ્રવચનોથી રતલામની જનતા પર ઊંડી છાપ પડી હતી. તેમની નીડરતા, મધુર વાણીપ્રગલ્ભતા અને સમભાવવૃત્તિથી વિધીએ પણ તેમનાથી પ્રભાવિત બની તેઓશ્રીના પ્રશંસક બની ગયા હતા. આ તેઓશ્રીના ચારિત્ર્યનો પ્રભાવ હતા. ? રતલામથી વિહાર કરી નાના મોટા અનેક ગામાને સ્પર્શતાં અનેક લોકોને તેમના સત્સંગ-પ્રવચન આદિના લાભ મળ્યા. એક ગામમાં તેઓએ વૈષ્ણવમંદિરમાં ઉતારા કર્યા હતા. આરતી પછી ગામના ઘણા માણસે ત્યાં આવ્યા ત્યારે મહારાજશ્રીએ પ્રથમ તો અતિ મધુર સ્વરે ભજન સંભળાવ્યું. પછી પ્રવચન કરતાં સંભળાવ્યુ કે ‘માનવ અનવુ સુલભ છે; પરંતુ માનવતા આવવી દુર્લભ છે. આકૃતિ તે મનુષ્યની છે પરંતુ પ્રકૃતિ તા પશુની છે. પ્રકૃતિને સુધારશે। તો માનવતા આવશે. આ વાત ઉપર એક સુદર દૃષ્ટાન્ત આપ્યું કે કોઈ એક ગામમાં એક મહાત્મા પધાર્યા હતા. તેમના સત્યમાગમમાં અનેક લોકો આવવા લાગ્યા. તે ગામના એક શ્રીમંત શેઠે એ મહાત્માને પોતાને ઘેર ભાજન માટે અતિ આગ્રહથી ભાવભર્યું આમંત્રણ આપ્યું. પોતાને ઘેર લઈ જઈને મહાત્માને અતિ પ્રેમથી ભોજન કરાવ્યું અને મહાત્મા પાસે આશિર્વાદ માગ્યા કે, બીજી બધી વાતે તો સુખી છુ પરંતુ શેર માટીની ખેટ છે. સ ંતાન નથી તે મને એવા આશિર્વાદ આપો કે મારે ત્યાં પુત્રજન્મ થાય. મહાત્માએ જતી વખતે કહ્યું કે ‘મનુષ્યા ભવ’ અર્થાત્ માનવ બન. એ ત્રણ દિવસ સુધી મહાત્મા ભોજન કરીને આ જ પ્રમાણે આશિર્વાદ આપીને જતા રહેતા. શેડને ભારે આશ્ચર્ય થયુ. પછી એક સાંજે મહાત્મા પાસે જઇને શેઠે પૂછ્યું. તમે વારંવાર મને ‘મનુષ્યા ભવ’ કહીને જતા રહેતા હતા તે શું હું પશુ છું? તેના જવાખમાં મહાત્માએ પાતાની ઝોળીમાંથી એક સિદ્ધ કરેલું દર્પણ શેઠને આપતાં કહ્યું કે જ્યાં ઘણા લોકોની અવરજવર થતી હોય ત્યાં આ દર્પણ ધરીને તેમાં જુએ. શેઠ તેવી જગ્યા-જાહેર ચેાકમાં જઈ જોવા લાગ્યા તે સે। બસે માણસામાંથી એક જ સ્ત્રી અને એક જ પુરુષ દેખાયા. બાકી તો જેવી જેની પ્રકૃતિ તેવી તેની આકૃતિકોઈ ભેંસ, કોઈ પાડા, કૂતરા, ગધેડા, બળદ, સિંહ, વાઘ, વરૂ આદિ જાનવી જેવાં નજરે પડતા હતા. ઘેર આવીને શેઠાણીને જોઈ તો કૂતરી જેવાં લાગ્યા,– કારણ કે શેઠાણી બારણે આવેલા અતિથિને જોઈ ને લડવા ઝઘડવા દોડતી હતી. એની પ્રકૃતિ કૂતરી જેવી હતી અને પૂર્વજન્મમાં તે તેને કૂતરીના જ અવતાર હતા. પછી શેઠે શેઠાણીને દર્પણુ આપતાં કહ્યું કે આને મારા તરફ રાખી મને જો. શેડાણી એમ કરીને જોવા લાગી તા શેઠ પાડો નજરે પડયા. કારણ કે શેઠ પરોપકારી ન હતા, દાનવીર ન હતા. શેઠાણીએ કહ્યું તમે પાડા જેવા નજરે પડો છે, શેઠે કહ્યું તું કૂતરી જેવી દેખાય છે. પછી બન્ને મહાત્મા પાસે ગયા અને આનું રહસ્ય પૂછ્યું- ત્યારે મહાત્માએ સમજાવ્યુ કે ‘આ જીવે અનેક શરીર બદલ્યા છે. જીવ જે શરીરમાં જાય છે તેની સાથે એની પ્રકૃતિ પણ જાય છે. તે પ્રકૃતિ સાધના અને સત્સંગ વિના બદલાતી નથી. એટલે તમારું શરીર તા મનુષ્યનુ છે પણ પ્રકૃતિ તા પશુની છે. માનવમાં માનવતા તેા ત્યારેજ આવે છે કે જ્યારે દયા, પ્રેમ, સેવા, પરોપકાર વૃત્તિ વિ. ગુણા વિકસિત થાય છે, ત્યારે માનવતા પ્રગટ થાય છે. માટે જાતિ–પાંતિ, સપ્રદાય, પંથ વિ. ના ભેદભાવાને છોડીને પ્રાણીમાત્રની સેવામાં લાગી જાવ. અનન્ય પ્રેમ અને અનન્ય ભકિતથી પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. અત્યન્ત પ્રભાવિત બન્યા અને લોકો ઘણે દૂર સુધી વિદાયમાન આપવા ગયા. મુસલમાન જે કોઈ તેમના સમાગમમાં આવતા તે માનવતાની સત્પ્રેરણા વ્યક્તિત્વ દર્શન www.jairnel|brary.org મહારાજશ્રીના આ ઉપદેશથી લાકે આપ્રમાણે ગરીબ કે શ્રીમંત, હિન્દુ કે [૨૬] Jain Education International For Private Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy