SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ હૃદયની ઝાંખી થયેલ. તેમાં ખાસ કરીને ચેતન ચતુર હોવા છતાં સંસારના મેહપાશમાં પડીને કેવો મૂરખ બની જાય છે, કે, આ માનવ જન્મમાં મળેલી સુંદર બુદ્ધિને સઉપગ કરવાને અવસર મળ્યા છતાં દુરૂપયોગ કરી કેવું ભયંકર નુકસાન પિતાના આત્માને પહોંચાડે છે કે જેના ફળે ભેગવતાં ત્રાસ ત્રાસ થઈ જાય છે. આવા સંસારમાં ફસાયેલા માણસેને બંધ મળે એવા તેમણે ઘણા કાવ્ય રચ્યાં છે. તેમાંનું એક કાવ્ય “વાત કહેવરાગી વહાલા (૨) ચેતન કેરી ચૂંથે ચાળા” મને ખૂબ પસંદ પડેલું જે હું વારંવાર ગાતે અને આત્માને સમજાવવા પ્રયત્ન કરતો અને કોઈ મુમુક્ષુને પણ આ વાત સમજાવતે કે આ ચેતન જ્ઞાનને પંજ છે. તેથી તેનામાં જે ચતુરાઈ છે તેને ઉપયોગ નહીં કરતાં સંસારના ચાળ ગૂંથવાનું કેમ પસંદ કરે છે ? આવા ચેનચાળામાં ફસાઈને જીનું ભૂતકાળમાં કેવું પતન થયું છે? અને જેઓ સંસારના રાગથી બચવા માટે ધર્મનું આલંબન લઈ દઢ રહ્યા તેઓ જ પિતાના આત્માની ઉન્નતી સાધી શકયા છે. તે જ કાવ્યમાં અંબડ સંન્યાસીના સાતસો શિષ્યની ધર્મની દૃઢતા બતાવતાં ફરમાવેલ છે કે ટેકથી પ્રાણ તન્યા પ્યારા (૨) સંન્યાસીના શિષ્ય સાતસે કર્યા ને વ્રત ન્યારા” અબડ જેવા સંન્યાસી પણ ભગવાન મહાવીરની વાણી સાંભળી સંન્યાસી અવસ્થામાં પણ શ્રાવકના બાર વ્રત અંગીકાર કરી સાતસો જણાએ અખંડપણે પાળ્યા અને પ્રાણની પણ પરવા ન કરી. વાણિયા બુદ્ધિથી કાયદામાંથી સ્વાર્થમય ફાયદે ન જે. સાત જણાએ ત્રીજા અદત્તાદાન તમાં, કઈ આજ્ઞા આપે તે જ વસ્તુ ખપે એવી પ્રતિજ્ઞા કરી હતી. તેમાં પરિહરૂપે ગંગા નદીના તટમાં બપોરે વિહાર કરી રહ્યા હતા ત્યારે પાણી પીવાની આજ્ઞા આપનાર કેઈ ન મળ્યું ત્યારે એ વિચાર ન કર્યો કે એક જણ જે વ્રતને ભંગ કરી બધાને આજ્ઞા આપે તે સાતસય બચી જાય, પરંતુ લીધેલી પ્રતિજ્ઞાની ટેકની ખાતર રેતીમાં સંથારે કરીને સાતસે જણા પાંચમા દેવલોકે ઉત્પન્ન થયાં. આવી રીતે વીતરાગ પ્રભુને ધર્મ શૂરવીર હોય તે જ પાળી શકે છે. બીજું દષ્ટાંત તેમણે મેતારજમુનનું કાવ્યમાં આપ્યું છે. “મુનિ મેતારજ શીવરીયા (૨) કુકુટ પર કરુણા કરી એવા દયાતણા દરીયા” મેતારજ સૃનિ રાજગૃહી નગરીમાં એક સોનીને ત્યાં ગોચરી ગયા હતા. ત્યાં તેની સેનાના જવલા ઘડવાનું કામ કરી રહ્યો હતો તે મૂકીને રસોડામાં જઈ ભાવપૂર્વક ભેજન વહોરાવ્યું. તે દરમિયાન કૂકડે ત્યાં આવી સેનાના જવલા અનાજના દાણુ સમજી ચરી ગયે. સનીએ પાછા આવી જોયું ત્યારે જવલા દેખતે નથી. તેથી મેતારક મુનિને ચોર સમજી તેમને પકડી તેમના માથા ઉપર લીલી વાર બાંધી તડકામાં ઊભા રાખ્યા. આ વાધરને ઉપસર્ગ જાણ સેનીને દેષ ન કાઢયે પરંતુ પિતાના કર્મ ઉદયમાં આવ્યા જાણી ગજસુકુમાર જેવા મહાપુરુષોના દષ્ટાંતે નજર સમક્ષ રાખી સમાધિ ભાવે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. કૂકડાને જવલા ચરતે પિતે જોયેલે છતાં કુકડાની દયા ખાતર મૌન ધારણ કરી વધુને પરિસહ સહન કરી મુકિત પામ્યા. આવા દર્શને આપ્યા પછી આપણે શું કરવું જોઈએ અને શું કરી રહ્યા છીએ તે અંગે બોધ આપવા માટે કાવ્યમાં ફરમાવ્યું છે કે “કરીશ નહિ ધૂળતણ ધંધા (૨) શા માટે બની જઈએ સુંદર આંખ છતાં અંધા” આ પંકિતમાં પણ કે સરસ બોધ જનતા સમક્ષ આપે છે કે મહાન પુણ્યના ગે સુંદર આંખો મળ્યા છતાં મેહનીય કર્મમાં ફસાઈ જઈને ક્રોધાંધ, મેડાંધ, લોભાંધ બનીને આપણને મળેલી માનવજીવનની અમૂલ્ય પળે પ્રમાદમાં ગુમાવીએ છીએ. મનુષ્યજીવનની પેઢી કમાવા માટે મળી છે છતાં વિષય કષાયના વેપારમાં કમાવાને બદલે ગુમાવવા જેવી સ્થિતિ થઈ જાય છે. તે સમજાવવા માટે ધૂળ જેવી નકામી ચીજોને વેપાર કરવાથી મહેનત અને ટાઈમ નિષ્ફળ જાય છે અને ગળામાં ધૂળની રજોટી ચાટી જતાં તબિયત પણ બગડે છે. તેવી સ્થિતિ આપણી ન થાય, તે માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધમને બંધ કરવો જોઈએ પણ પ્રમાદ રૂપ ધૂળને ધંધે કેણ કરે? ખરેખર અજ્ઞાની આંધળે હોય તે જ કરે. આપણને સુંદર આંખો મળ્યા છતાં આંધળા શા માટે થવું જોઈએ ? સંસારમાં કેઈનું મૃત્યુ થાય છે ત્યારે સગાંવહાલાં બધા કાણે જાય છે ત્યારે બધા લેક બોલે છે કે કાણીયા આવ્યા છે. આવનાર બધા બે આંખેવાળા હોવા છતાં તેમને કોણીયા કેમ કહેવાય છે એ બાબત કોઈ વખત વિચાર્યું છે ખરું? તેનું રહસ્ય એવું છે કે દુનિયા બધી દરરોજ બે આંખે જુવે છે કે કેટલાય માણસ મરી જાય છે છતાં શોકની ખાસ અસર થતી નથી, પરંતુ આપણું કેઈ સગું મરી જાય છે ત્યારે લેકે એક આંખે જ જુએ છે કે મારું સગું મરી ગયું. આ રીતે સંસ્મરણ આવાય..? [૨૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy