SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ. કાણીયા કહેવાય છે. માટે આંખને ઉપયોગ સ્વાર્થષ્ટિથી નહિ કરતા પરમાર્થ દષ્ટિથી કરવામાં જ માનવજીવનની સાર્થકતા છે. અજ્ઞાનરૂપી અંધારામાં લેભી આંધળો છે કારણ કે તેને ધન સિવાય કાંઈ દેખાતું નથી, ખર્ચાળ માણસ આંધળે છે કારણ કે તે આજ જ જુએ છે, આવતી કાલ દેખતે નથી. શબ્દજ્ઞાની વિદ્વાન પણ આંધળો છે કારણ કે ક્રિયા એને જડ લાગે છે. આમ આંધળા બનવાની જરૂર નથી. વિશેષ બોધ આપતાં “વિષયમાં કેમ રહ્યો વળગી (૨) અળગી કર અવળાઈ બંધુ ! તુજ ઘર ઊઠયું સળગી.” જ્યારે બુદ્ધિમાં વિકાર હોય છે ત્યારે પાંચે ઈન્દ્રિયેના વિષયમાં ફસાઈ જવાય છે. રૂપમાં ફસાઈને પતંગીયુ જેમ બળી મરે છે તેમ રૂપમાં મેડ પામીને સંસારના ખાડામાં પડી કે આખી જિંદગી સુધી કેટલી ય યાતનાઓ વેઠે છે. અને કઈ વખત આપઘાત પણ થઈ જાય છે. જે સહનશીલતા કેળવાઈ હોય તે પણ ઉપાધિની અનેક મુંઝવણે મનને કેરી નાખે છે. વળી પરસ્ત્રીમાં ફસાનારના હાલ કેવા થાય છે ? હિંદુસ્તાનને છેલ્લો રજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણે સંયુકતાના મેહમાં ફસાઈને પતે તે આખું રાજ ગુમાવ્યું પણ આવા પવિત્ર દેશને પણું અનાર્યના પંજામાં ફસાથે જેના ફળ આપણે બધા ભેગવીએ છીએ. કાનના વિષયમાં સિનેમા, રેડીઓ, ટેલીવિઝન વિગેરેમાં માનવજીવનને કેટલો અમૂલ્ય ટાઈમ બગડે છે તેનું પણ ભાન રહેતું નથી. અને કુસંસ્કારો મેળવી જીવનની બરબાદી થાય છે. ગંધના વિષયમાં કસ્તુરી મૃગ આથડી મરે છે તેમ સુગંધી પદાર્થોના મેહમાં પડેલી પ્રજા માટે સરકારને કેટલું ય મોઘું હુંડીઓમણ આપવું પડે છે. આવી સુગંધી ચીજોની બનાવટમાં હિંસા કેટલી થશે તેનું માપ કેણ કાઢે? જીભને વિષય તે એટલે બધે ખરાબ છે કે રેગનું ખાસ કારણ બની જાય છે અને ખેટા ખર્ચમાં ઊતરી જવાય છે. મોટી મોટી હોટલવાળાની કમાણી જીભના સ્વાદવાળાની જ હોય છે. એક ગૃહસ્થને ઘેર અમે ગેચરી ગયેલા ત્યાં શાક ખૂબ ટેસ્ટદાર દેખાયું તે જોઈ મેં કહ્યું કે બેન! તમારા ઘરમાં તેલની મેંઘવારી લાગતી નથી. તે બેને જવાબ આપ્યા મહારાજ શું કરીએ ? આવી રીતે સ્વાદિષ્ટ ન બનાવીએ તે પુરુષ ઘરમાં પુરું ખાય નહિ અને હોટેલમાં જઈને સ્વાદ માટે કેટલેય ખર્ચ કરી આવે. આ છે રસનાની રામાયણ. વળી જીભને વિષય બોલવાન પણ છે. જે ભાષા સમિતિનું ભાન ન રહ્યું તે તમારી જીભ મિત્રને દુશ્મન બનાવશે. કહેવત પણ છે કે લેખંડનો ઘા રૂઝાય, પણ વચનના બાણને ઘા રૂઝાતો નથી. અને વેરની પરંપરા એવી ચાલે છે કે અનંતા ભ બગડી જાય છે અને બાકી રહેલું જીવન પણ કલેશમય ઝેરવાળું બની જાય છે. સ્પર્શના વિષયમાં લપટાઈને એવા સુકોમળ બની જવાય છે કે ડું પણ સહન કરવાની તાકાત રહેતી નથી. અત્યારે એરકંડીશનવાળા કેટલો ખર્ચ વેઠે છે. છતાં કોઈ વખત ઈલેકટ્રીક બંધ થઈ જાય અગર વીજળીમાં કાપ આવી જાય ત્યારે તેઓની સ્થિતિ દયાજનક બની જાય છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે ફૂટપાથના પત્થરે પણ સુંવાળા બની જાય છે તે લપસી પડાય છે. સુંવાળા ફલેટમાં પણ પગ લપસી જાય છે અને ફેકચર થઈ જાય છે. તેથી ફૂટપાથના પત્થરે ટાંકણું મારી ખરબચડા કરવા પડે છે અને ફલેટોને દાદરમાં પણ આંકા પાડવા પડે છે. માટે સ્પર્શેન્દ્રિયના વિષયમાં પણ ફસાવું ન જોઈએ, પણ ખડતલ બનવું જોઈએ. આમ પાંચે ઇંદ્રિયોના વિષયેને વળગી પડવાથી આપણી અવળાઈ વધતી જાય છે, અને આવી અવળાઈમાં આત્મારૂપી ઘરમાં જે સગુણ ભરેલા છે તે ઘર સળગી ઉઠતાં આત્મા કેટલી નુકસાની વેઠે છે તે સમજાવ્યું છે. છેલ્લી પંકિતમાં તેમણે સાર રૂપે ફરમાવ્યું છે કે “રાખમાં કેમ રતન રળે? (૨) સંતશિષ્ય કહે કાંઠે આવ્યું નાવ કેમ બળે ? આ માનવજીવનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્રરૂપી રત્ન સદગુરુના સમાગમથી જ આપણને આવા અમૂલ્ય રત્ન મહાપુણ્ય યોગે મળ્યા છે, તેની કિંમત સમજી તેને પૂરેપૂરે લાભ ઉઠાવવું જોઈએ. પરંતુ જ્યારે આપણે અજ્ઞાનદશામાં અથવા બેદરકાર રહીએ છીએ ત્યારે આવા રત્નને રાખમાં રોળી દેવા જેવું કરીએ છીએ, તેથી પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ સમજાવે છે કે તારી આ બેદરકારી એવી છે કે આખો સમુદ્ર તરીને કિનારે આવેલું નાવ ડૂબી જાય છે. [૨૪]. વ્યકિતત્વ દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy