________________
પૂજ્ય ગુરૂદેદ્ય કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાહિંદ સ્મૃતિગ્રંથો
હતી. જૈનદર્શનના નયવાદનું રહસ્ય તે સંતપુરુષે પિતાના જીવનમાં બરાબર પચાવેલું હતું. સાતે નયે પરસ્પર નિરપેક્ષ હેય તે એ બધા ને મિથ્યાષ્ટિ છે. એ જ સાતે ને પરસ્પર સાપેક્ષ હોય તે સર્વ નો સમ્યગ્દષ્ટિ છે. અનેકાંતવાદ, સ્યાદવાદ અથવા સાપેક્ષવાદની આ અદ્ભુત ચાવી આ સંતપુરુષની અણમલ જીવનદષ્ટિ હતી.
સ, ૨૦૦૩ ના સાલમાં ફાગણ મહિને મારા પૂ. ગુરુદેવની છત્રછાયામાં શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર સાથે કચ્છ. પ્રદેશની મોટી નાની તીર્થભૂમિની યાત્રા અને મેટા નાના શહેરે તેમજ ગામેની ક્ષેત્ર સ્પર્શના કરતા કરતા મારું મોરબી શહેરમાં આવાગમન થયું. મારા એક વૃદ્ધ સાધુની તબિયત વધુ પડતી બીમાર હોવાને કારણે મારે મોરબીમાં માસકપ કરવાને પ્રસંગ આવે. મોરબીમાં તપગચ્છ અને સ્થાનકવાસી સંઘનું પ્રશંસનીય સંગઠન હેવાના કારણે ચિત્ર મહિનાની શાશ્વતી ઓળીમાં સ્થાનકવાસી ઉપાશ્રયમાં મારા પ્રવચને નિયમિત રીતે શરૂ થયા. તપગચ્છ સંધની તે ચાતુર્માસ મોરબીમાં કરવા માટે વિનંતીએ ચાલુ હતી, તેમાં સ્થાનકવાસી સંઘે જોરદાર સાથ-સહકાર આપ્યું અને ક્ષેત્રસ્પર્શનાના ચાગે પૂ. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે મોરબી તપગચ્છ સંધના ઉપાશ્રયે મારા ચાતુર્માસન વિ. સં. ૨૦૦૩ ની સાલ માટે નિર્ણય થયે.
ભવિતવ્યતાના યોગે આ સંતશિરોમણિ નાનચંદ્રજી મહારાજના આ વર્ષના ચાતુર્માસ માટે પણ સ્થાનકવાસી સંઘના અતિશય આગ્રહથી મોરબી ખાતે નિર્ણય થયો. અને ચાતુર્માસ માટે શ્રી નાનચંદ્રજી મહારાજ તેમજ મારે શુભમુહૂર્ત નગરપ્રવેશ પણ .
તપગચ્છ સંઘના અને સ્થાનકવાસી સંઘના ભાઈઓ-બહેનોની એવી ઈચ્છા હતી કે ચાતુર્માસ બિરાજમાન બને સાધુ મહાત્માના પ્રવચન શ્રવણને અને નિયમિત લાભ મળવો જોઈએ. અને સંઘના ઉપાશ્રયે પણ ૧૦૦-૧૫૦ ડગલાના આંતરે હતા. “સવારે ૮ થી ૯ સુધી સ્થાનકવાસી ઉપાશ્રયમાં શ્રી નાનચંદ્રજી મહારાજનું પ્રવચન અને ૯ થી ૧૦ સુધી તપગચ્છના ઉપાશ્રયે મારું પ્રવચન”. આ પ્રમાણે બન્ને સંઘએ પ્રવચનના સમયને નિર્ણય કર્યો તેમજ બન્ને સંઘના સેંકડે ભાઈએ બહેને આ નિર્ણય પ્રમાણે ઉભય સ્થળે બને સાધુ મહારાજના શ્રીમુખેથી જિનવાણુના શ્રવણને ઘણા ઉલાસપૂર્વક લાભ લેવા લાગ્યા. બન્ને સંઘમાં આ ચાતુર્માસ દરમ્યાન ઉપર જણાવેલા કારણે ઘણે ઘણે આનંદ-ઉલ્લાસ પ્રવર્તી રહ્યો.
અવસરે અવસરે અમે બન્ને એકબીજાના ઉપાશ્રયમાં જઈ પર પર જ્ઞાનગોષ્ઠી કરતા હતા. શાસ્ત્રના અનેક વિષય ઉપર ખુલ્લા દિલથી, નિરાગ્રહ ભાવે અમારી ધર્મચર્ચાઓ ચાલતી હતી. શ્રી નાનચંદ્રજી મહારાજ વિદ્વાન, શાસ્ત્રોના જ્ઞાતા, કવિવર્ય તેમજ ગુણગ્રાહી મહાત્મા હવા સાથે ઉંમરની અપેક્ષાએ વયેવૃદ્ધ અને બુઝર્ગ પુરુષ હતા. હું ઉંમરમાં તેઓની અપેક્ષાએ નાને હતે. સાંપ્રદાયિક ભાવે અમે પરસ્પર વિરોધી ગણાતા ભિન્ન ભિન્ન સંપ્રદાયના હતા. પરંતુ અમે બન્નેની જૈનશાસન સંમત વાસ્તવિક વિચારધારાની વિશાળતાના કિારણે અમેએ અમેદભાવે ઘણું ઉલાસથી ચાતુર્માસ પૂર્ણ કરેલા હતું. કાર્તિક પૂર્ણિમા બાદ એઓશ્રીએ જ્યારે વિહાર કરેલ ત્યારે પરસ્પરના ધર્માનુરાગના કારણે એક માઈલ સુધી મારું તેઓશ્રીને વળાવવા જવાનું થતું મેર બીના દેરાવાસી–સ્થાનકવાસી સંઘની સમગ્ર જનતામાં મેં હર્ષ અને આનંદનું અદ્દભૂત દશ્ય જોયું છે. આજે પણ તે દશ્યનું સ્મરણ થતાં મારા અંતરાત્માને અપૂર્વ આચ્છાદ પ્રગટ થાય છે .
હૃશ્યની સરળતા એજ સાચી સાધુતા છે
* પૂ. શ્રી કાંતિઋષિજી મ. સા. નં. સં. પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજને સ્મૃતિગ્રંથ છપાઈ રહ્યો છે. તેઓશ્રી જૈન સમાજના એક વિદ્વાન સંત તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. તેમની પ્રખ્યાતિનું મૂળ કારણ તેમના હૃદયની સરળતા અને વિશાળતા હતી. વીતરાગ પ્રભુના કરુણામય વચનનું અમૃતપાન કરીને તેમણે જગતને જીને પિતાની સુંદર શિલીથી વ્યાખ્યાને આપી, માનવતાને સ્પર્શતા પરતક પ્રગટ કરી, અને કાર્યો રચી સમાજની સામે વીતરાગ પ્રભુના માર્ગની સુંદર રજુઆત કરેલ છે. તેમના અતિ નિકટ પરિચયમાં આવવાના સંજોગે બહ ઓછા સાંપડેલા, પરંતુ તેમના રચેલા પુસ્તક વાંચતા તેમના
વ્યકિતત્વ દર્શન
[૨૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org