SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનયજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથરે એક દિવસ વાતચીત દરમ્યાન અમે અમાએ ઊઠાવેલા નવા કદમના વિષયમાં પૂછયું ત્યારે તેમણે કહ્યું-“સંતબાલનું કામ સારું છે. પરંતુ આને શાસ્ત્રીય દષ્ટિએ પરખી વ્યવહારિક રૂપમાં પ્રસ્તુત કરવું જોઈએ જેથી જૈન સમાજ અને જૈનસાધુઓની સમજમાં આવી શકે, ત્યારે જ હું આને ઉપર કહી શકું.” યદ્યપિ તેમણે કેટલીય વાર આ વિચારધારા અને કાર્યપદ્ધતિની પ્રશંસા કરી હતી. પરંતુ તેમની આંખે આને સરળ-સરસ ભાષામાં વ્યવસ્થિતરૂપથી પ્રકુરિત થયેલ જેવા ઈચ્છતી હતી. તે વર્ષે અમારું ચાતુર્માસ પણ સાબરમતી-રામનારમાં હતું તેથી મેં આ કામનું બીડું ઝડપ્યું. તે માટે પૂ. મુનિશ્રી સંતબાલજી મ. નું તમામ ઉપલબ્ધ પ્રકાશિત-અપ્રકાશિત સાહિત્ય શક્તિનગર નિવાસી લફમીચંદભાઈ સંઘવી પાસેથી લીધું અને તેનું દેહન અને મંથન કરવા લાગે. ચાતુર્માસમાં પ્રયત્ન કરીને મેં તમામ સામગ્રી છ ભાગમાં વિભાજિત કરી. વ્યક્તિગત ક્ષેત્ર, સામાજિક, આર્થિક, ધાર્મિક, મિતિક અને આધ્યાત્મિક અને પુસ્તકનું નામ આપ્યુંસાધુતાનું જીવનદર્શન. પુરતકનું આદ્યપાન્ત અવેલેકન કરી લીધા પછી હું નગરશેઠના વંડે સૌરાષ્ટ્ર સ્થા. જૈન ઉપાશ્રયમાં બિરાજિત પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજની સેવામાં પહોંચ્યા અને તેમને પ્રાર્થના કરી– “પૂજ્યવર ! મેં આપના નિદેશને ધ્યાનમાં રાખી પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજની વિચારધારા અને કાર્યપદ્ધતિનું વ્યવસ્થિત રૂપથી સંકલન-સંપાદન “સાધુતાનું જીવનદર્શનના રૂપમાં કર્યું છે. આપ આને સંપૂર્ણ અવેલેકન કરી આના વિષયમાં ‘આશીર્વચન લખવાની કૃપા કરે.” તેમણે પુસ્તકની પાંડુલિપી જોઈને કહ્યું, ‘અચ્છા, આને મૂકી જાઓ, “આનું અવલોકન કરીશ.” હું એક મહિના પછી ફરી તેમની સેવામાં પહોંચે. તેમણે મને જોતાં જ હસતાં મુખે કહ્યું-“સંતબાલના પુરસ્કર્તાના રૂપમાં તમે ઘણું જ સુન્દર સંકલન કર્યું છે. આને હવે પ્રકાશિત કરાવી નાખો. ' મેં કહ્યું “આપની કૃપાથી આ બધું થયું છે. હવે આપશ્રી જ આને પ્રકાશિત કરાવવાની કૃપા કરે. તેઓશ્રીએ ફરમાવ્યું–“તમે ઘણું જ પરિશ્રમ કરી આ ગ્રંથ તૈયાર કર્યો છે. આટલું વ્યવસ્થિત સંકલન થવાથી કેઈને પણ વિચારધારા અને કાર્યપદ્ધતિ સમજવામાં હવે અડચણ નહિ આવે. સંતબાલની પ્રેરણાથી “મહાવીર સાહિત્ય પ્રકાશન મન્દિર” નામની સંસ્થા ચાલી રહી છે. તેની મારફત જ આને છપાવવું ઠીક રહેશે. તેમણે લક્ષ્મીચંદભાઈને તે પુસ્તકના પ્રકાશન માટે કહ્યું અને તે પુસ્તક પ્રેસમાં છાપવા અપાયું. પુસ્તકને અડધો ભાગ છપાયે હતો ત્યારે પૂ. મહારાજશ્રી સૌરાષ્ટ્ર પહોંચી કરી તેમની સેવામાં આશીર્વચન લખી મોકલવા પત્ર દ્વારા પ્રાર્થના કરી. પૂ. મહારાજશ્રીએ કૃપા કરીને પિતાનું આશીર્વચનરૂપ સંક્ષિપ્ત મન્તવ્ય લખી મોકલાવ્યું, અને તેને પુસ્તકના પ્રારંભમાં પ્રકાશિત કરવામાં આવ્યું. ત્યાર પછી તે અમે રાજસ્થાન વિહાર કરી ગયા હતા, પરંતુ તેમની સાથે અવારનવાર પત્રવ્યવહાર થતો રહે. તેઓ પિતાના પત્રમાં હંમેશા તેમના આશીર્વાદ મેકલાવતા રહેતા હતા. મારા સાણંદ ચાતુર્માસ (૧૯૬૦) માં મને પૂ. સંતબાલજી મ. તરફથી સમાચાર મળ્યા કે આવતા વર્ષે મુંબઈમાં ચાતુર્માસિક સાધુ-સાધ્વી શિબિરને વિચાર ચાલી રહ્યો છે. તેથી તમારે પહેલાં અમદાવાદ તથા મુંબઈ વિ. માં વિરાજિત સાધુ-સાધ્વીઓને શિબિરના વિચારો સમજાવવાના છે તેમ જ જે સાધુ-સાધ્વી દૂર-સુદૂર વિચરી રહ્યા છે તેમને પણ પત્રવ્યવહાર દ્વારા સાહિત્ય વગેરે મોકલી તેમની સમ્પતિ મંગાવી લેવાની છે. આ સંદર્ભમાં મેં પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. પાસેથી પણ તેમની સમ્મતિ મગાવી. યદ્યપિ તેમની સમમિતિ ઘણા વિલમ્બે આવી પરંતુ તે હાર્દિક આશીર્વાદથી અનુપ્રાણિત હતી. તેઓશ્રીના વ્યવહારથી મને લાગ્યું કે તેઓ ઉદાર વિચારેના મનસ્વી સાધુરત્ન હતા. પૂ. સંતબાલજી મ. ની સાથે કોઈ વિષયમાં મતભેદ હોવા છતાં પણ તેઓ સાચા દિલથી તેમને ચાહતા હતા. તેમણે પિતાના સુશિષ્ય પૂ. સંતબાલઅને કયારેક પણ પિતાના હૃદયથી અલગ કર્યા નહોતા. હું તેમના પુણ્ય દિવસ પર તેમના પ્રત્યે હાર્દિક શ્રદ્ધાંજલિ અભિવ્યકત કરું છું. સંસ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy