________________
પૂજ્ય ગુરૂદેવ દિવય ૫. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કકળી ઉો હતો. સમાજમાં પ્રચલિત અનિષ્ટ પ્રત્યે તેઓ આંખ મીંચી ચુપચાપ, એકાન્ત અને અળગાં રહી બેસી રહેવું તેમજ શુષ્કજ્ઞાની-આત્માથી (સ્વાથી) બનવાની વાત તેમને જરા પણ પસંદ ન હતી. આ કારણે જ તેઓ એક બાજુ જેમ આત્મસાધના પ્રત્યે સજાગ-જાગૃત હતા તેમ બીજી બાજુ તેઓ સમાજકલ્યાણ માટે સમાજમાં પ્રચલિત અનિષ્ટ અને બૂરાઈઓ દૂર કરવા માટે તનતોડ પ્રયત્ન કરતા હતા.
સન ૧લ્પ૬ માં અમદાવાદ જિલ્લાન્તર્ગત “શિયાલમાં સર્વપ્રથમ તેમને મને સાક્ષાત્કાર થયો હતો. તે વખતે મારી સાથે મારા મોટા ગુરુભાઈ પૂ. મુનિશ્રી ડુંગરસિંહજી મ. હતા. તે વખતે અમે પૂજ્યશ્રી સંતબાલજી મહારાજની પ્રેરણાથી ભાલનલકાંડા પ્રદેશમાં પ્રચલિત ધર્મદષ્ટિએ સમાજરચનાને પ્રેમ જાણવા–જેવા અને સાધુમર્યાદામાં રહી તે પ્રયોગ કરવા વિષે પૂ. મહારાજશ્રી સાથે ચર્ચા-વિચારણા કરવા માટે આવ્યા હતા. પૂ. નાનચંદ્રજી મહારાજ જિજ્ઞાસુદષ્ટિથી અમને જોઈ રહ્યા હતા. તેમના મનમાં એવું મંથન થઈ રહ્યું હતું કે આ બન્ને મુનિ રાજસ્થાનથી ચાલીને ગુજરાતમાં ખાસ આ પ્રગ જાણવાની દૃષ્ટિથી આવ્યા છે તેથી કંઈને કંઈ વિશિષ્ટ આકર્ષણ જરૂર હશે તેથી તેમણે અમને આ મતલબનું પૂછયું-“મુનિયો ! આ પ્રયોગને જાણીને તમને સોષ અને સમાધાન થયું કે નહિ? તમને આ પ્રયોગ સાધુજીવનની સાથે સંગત માલૂમ પડે કે નહિ? રાજસ્થાનમાં તમને પિતાના સાધુજીવનને અનુરૂપ કેઈ આવો પ્રયોગ ન દેખાયે ?”
અમે ઉત્તરમાં નમ્ર નિવેદન કર્યું કે, “આમ તો અમે સ્વામી સત્યભકતજીનું સાહિત્ય વાંચ્યું છે અને તેમની સાથે વિચાર-વિનિમય પણ કર્યો હતો જ. તેવી જ રીતે સંત વિનેબાજી દ્વારા સંચાલિત સર્વોદય સમાજનું સાહિત્ય અને તેમના લેકસેવકેની સાથે વિચારોની આપલે પણ કરી છે, પરંતુ તેનાથી અમારી આત્મસંતુષ્ટિ થઈ નહિ. અમને જેવા પ્રકારનું સમાધાન જોઈતું હતું તેવું સમાધાન મળ્યું નહિ. તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે સ્થાનમાં વિચારશીલ જૈન મુનિઓની પ્રેરણાથી કેટલીય જગ્યાએ ચાલી રહેલા કાર્યોને પણ જાણ્યા – જોયા પરંતુ તે બધા કાર્યો એક સીમિત ડાયરામાં અને સંકીર્ણ ક્ષેત્રમાં ચાલી રહ્યા છે. તેથી અમારે મનસ્તષ પૂર્ણતયા થઈ ન શક્યા. તેથી જ અમે આ પ્રયોગને જાણ્યો અને જે અને આ સંબંધમાં પ્રગમાં સંલગ્ન કાર્યકર્તાઓ તેમજ પ્રગપ્રેરક મુનિશ્રીજી સાથે વિચારવિનિમય કર્યા પછી અમારું સમાધાન સારી રીતે થઈ ગયું છે. હવે તે પ્રા શરૂ કર્યા પછી જ કંઈ નવી મુશ્કેલી ઊભી થશે તે તે સંબંધમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ પાસેથી માર્ગદર્શન મેળવશું.”
તેમણે પૂછયું -“આ પ્રગની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ શું છે ?” અમે કહ્યું – “અમે એમ સમજ્યા છીએ કે - સાધુને છકાય (પ્રાણિમાત્ર) ના માતા - પિતા, પિયર અને આત્મીય કહ્યાં છે. તેથી “વિશ્વ વાત્સલ્ય” સાધુજીવનનું ધ્યેય હેય છે. આ દયેયને અમે અમારા એક શરીરથી પ્રાપ્ત કરી શકતા નથી તેથી તેને પ્રાપ્ત કરવા માટે વ્યકિત, સમાજ અને સમષ્ટિના રૂપમાં વગીકરણ કરીને ધર્મમય સમાજરચનાના આ પ્રગના માધ્યમથી જ પ્રયત્ન કરવો જોઈએ. જે સાધુ એકાન્ત અને માનવસમાજથી અલગ થઈને રહે છે તે, તે દયેયને પ્રાપ્ત કરી શકતું નથી. સાધક જ્યારે વિશ્વના સમસ્ત આત્માઓની સાથે અભિન્નતા સ્થાપિત કરવા જશે ત્યારે વિશ્વના આત્માઓની સાથે વિશ્વાત્સલ્ય ધ્યેયને અનુકૂળ અનુબન્ધ પણ જેડ પડશે. આ માટે નીતિમય ધર્મલક્ષી જનસંગઠન, ધર્મનિષ્ઠ અધ્યાત્મલક્ષી જનસેવક સંગઠન અને અધ્યાત્મનિષ્ઠ વિધવાત્સલ્યલક્ષી કાન્તિપ્રિય સંત–સંકલન દ્વારા સમાજ અને સમષ્ટિ સુધી પહોંચી શકાય છે.” આ વાત ઉપર તેમણે પિતાની સહમતિ પ્રગટ કરી.
ત્યારપછી પણ શિયાલ નિવાસ દરમિયાન અમારી ચર્ચાઓ થતી રહી. પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજે આ હકીક્ત જાણીને અત્યન્ત પ્રસન્નતા વ્યક્ત કરી.
મેં જોયું કે તેઓ જે વાતને સારી રીતે સમજી લેતા તેને અભિવ્યક્ત કરવામાં તેઓ જરા પણ સંકોચ કરતા નહતા. અમદાવાદ ચાતુર્માસ કરવા માટે જતી વખતે તેઓ છેડાએક દિવસ સાબરમતી તટ ઉપર સ્થિત બાબુભાઈ ચિનાઈના બંગલે રહેલા, તે વખતે અમે બને મુનિઓ પણ ત્યાં તેમના દર્શનાર્થે ગયેલા. તેમના રાત્રિપ્રાર્થના-પ્રવચનમાં
સર્વધર્મસંસ્થાપકનું સમરણ તથા સર્વધર્મસમવયનું કાવ્ય સાંભળી અમે આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની સભામાં જૈન, વિષ્ણવ વગેરે બધા શ્રેતાઓ આવતા હતા. [૧૪]
વ્યકિતત્ત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org