________________
પૂજ્ય ગુરૂદેવું કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિદ્યાથી જીવનમાં સાધુદર્શન
૪ શ્રી માનવ મુનિ, ઇન્દોર પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ સંવત ૨૦૩૩ માં મનાવવાનો નિશ્ચય કર્યો તેમજ મૃતિગ્રંથ પણ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે તે સ્વાગતવ્ય છે. સાધુવાદ – ધન્યવાદ.
સ્વ. પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજના દર્શન અને વિદ્યાર્થી જીવનમાં થયા હતા. હજી જ્યારે સ્વરાજ્ય પ્રાપ્ત થયું ન હતું તે વખતે બ્રિટિશ શાસનકાળમાં ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતને દઢતાપૂર્વક રાજનૈતિક અને આધ્યાત્મિક પદ્ધતિને સમન્વય કરીને માનવસેવાને વ્યાપક વિચાર જન જનના માનસમાં પાદવિહાર કરીને પહોંચાડ્યું હતું.. તેમજ આદિવાસી ક્ષેત્રમાં તે એક કાન્તિકારી વિચાર દ્વારા લેકેને હિંસાની પ્રવૃત્તિથી અહિંસા તરફ વાળ્યા હતા. આ તેમની સાધના અને ત્યાગને પરમ પ્રભાવ છે. તેમના વચને આજે પણ મારા હૃદયમાં કોતરાઈ ગયા છે. તેમણે પ્રવચનમાં કહેલું કે “માણસ સત્ય જીવન જીવવા ઈચ્છતા હોય અને પ્રભુને મળવા ઈચ્છતા હોય તે કોઈ પણ પ્રાણી પ્રત્યે ધૃણા ન કરે અને તેમની સાથે પ્રેમથી રહેવાનું શીખે. સાધનાશકિત સેવા કરનારની સુદઢ હોવી જોઈએ. ત્યાગમય જીવન હશે તે જ સેવા કરી શકશે.”
સ્વ. ગુરુદેવે એક મહાન સંતનું નિર્માણ કર્યું. આધ્યાત્મિક સાધના તથા મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં સાક્ષાત કરનાર કાન્તિકારી ગુરુના શિષ્ય પણ કાન્તિકારી જ હોય છે તેઓ સમાજની ચિન્તા કરતા નથી. સમાજના માન - અપમાનની દરકાર કરતા નથી, પરંતુ પિતાના પુરુષાર્થ – આત્મસાધના પર વિશ્વાસ રાખીને તેઓ સમભાવે દષ્ટા બની રહે છે, એવા મુનિશ્રી સંતબાલજી તેઓશ્રીના શિષ્ય છે. આ શિષ્યદાન ભારતના સન્તમાં સમન્વયકારી અહિંસાના સિદ્ધાંતની સાથે સાધુમર્યાદાનું દૃઢતાપૂર્વક પાલન કરનાર તથા ગુરુનું નામ સૂર્યસમાન તેજસ્વી બનાવનાર સંત છે. જેમણે રાષ્ટ્રની નાડ ઓળખી ગામડાઓને આધાર માની ગુરુદેવની જે ભાવના હતી તેને સાકારરૂપ આપવા માટે ધર્મમય સમાજરચના માટે કટિબદ્ધ છે. ધન્ય સૌરાષ્ટ્ર ધરણું અને ધન્ય એ પવિત્ર ભૂમિ.
સાયલા ગામની પવિત્ર ભૂમિ ધન્ય છે. જે આજે તીર્થસ્થાન બની ગયું છે, પરિવાર ધન્ય છે જેમણે આવા આધ્યાત્મિક સંત દેશને આપ્યા. આજે નશ્વરદેહરૂપે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની આધ્યાત્મિક સાધનાશકિતથી માનવકલ્યાણની ભાવનાને જે વિચાર દેશ અને દુનિયાને આપે છે, તે ચિરંજીવ બની રહેશે. તેથી ગુરુદેવ આજે પણ આપણને પ્રેરણા આપી રહ્યા છે. સૌરાષ્ટ્રની ધરતી સદા પુણ્યવંતી અને ભાગ્યશાળી રહી છે કે જેણે શ્રીમદ રાજચંદ્ર, મહાત્મા ગાંધી અને ગુરુદેવ જેવા મહાપુરુષે આપ્યા.
પૂ. ગુરુદેવના જન્મશતાબ્દી મહોત્સવ ઉપર તેમને હૃદયથી વિનમ્રભાવે વંદનપૂર્વક શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. જન્મશતાબ્દી વર્ષમાં પૂજ્ય ગુરુદેવના વિચારોનું સાહિત્ય, પ્રચારકો દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે, કારણ કે પૂજ્ય ગુરુદેવ જૈન સમાજના જ નહીં પરંતુ માનવમાત્રના હતા. સર્વ પ્રતિ તેમના હૃદયમાં ભાવના અને સ્થાન હતું.
કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ આપણું સંઘની શોભા
લે. મુનિ શ્રી ડુંગરશી સ્વામી કવિવર્ય નાનચંદ્રજી મહારાજ સાહેબ, લીંબડી સંપ્રદાયના મુગટ સમાન હતા. પ્રસિદ્ધ વકતા પૂ. નાગજીસ્વામી, ભારતભૂષણ શતાવધાની પં. શ્રી રત્નચંદ્રજી સ્વામી અને કવિવર્ય નાનચંદ્રજીસ્વામી આ ત્રિપુટી જ્યારે પ્રવચન સમયે પાટ પર બિરાજતી ત્યારે સત્યમ, શિવમ, સુન્દરમના પ્રતીકસમ શોભી ઊઠતી. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ અને મારા તારક [૧૬].
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org