________________
પય ગુરૂદેવ ડવિલય . નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમાજસુધારક પણ હતા. તેમના વિરાટ વ્યકિતત્વને અભિવ્યક્ત કરનારે બેહદાકાર શતાબ્દીગ્રન્થ પ્રકાશિત થાય તેવી મારી હાર્દિક ઈચ્છા હતી અને મેં મારી હાર્દિક ભાવના કવિશ્રીજીની સુશિષ્યા પરમવિદુષી મહાસતી દમયંતીબાઈને કે જેઓ મને બોરીવલી-મુંબઈ માં મળ્યાં ત્યારે વ્યક્ત કરી. મહાસતીજીએ કહ્યું-જે ગ્રન્થના સંપાદન-લેખનની જવાબદારી આપના સુશિષ્ય દેવેન્દ્રમુનિજી રવીકારે તે આ કાર્ય સરળતાથી થઈ શકે. મારી આજ્ઞાથી દેવેન્દ્રમુનિએ ગ્રન્થના એક અધ્યાયનું લેખન અને સંપાદનની જવાબદારી સ્વીકારી અને અતિ શીઘ મારી ભાવનાએ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું તેને મને હર્ષ છે. સાથે સાથે આ જન-જનના મનમાં કવિશ્રી પ્રત્યે કેટલી અગાધ શ્રદ્ધા છે તેને પણ આ ગ્રન્થ પુનીત પ્રતીક છે.
કવિશ્રીના સુચ્ચ શિષ્ય પં. મુનિશ્રી ચુનીલાલજી મ. તથા સ્નેહમૂર્તિ સંતબાલજીની સાથે પણ મારે ઘણે જ નેહપૂર્ણ વ્યવહાર રહ્યો છે. કવિશ્રીજીના અને તેમના શિષ્યના અનેક સુમધુર સંસ્મરણે આજે પણ સ્મૃતિપટ પર ચમકી રહ્યાં છે અને સદા ચમકતા રહેશે.
કવિવર્ય નાનચંદ્રજી મહારાજ: મારી દૃષ્ટિમાં
# શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, સાહિત્યરત્ન સન ૧૪૮ માં ઘાટકોપર (મુંબઈ) નું ભવ્ય ચાતુર્માસ પૂર્ણ કરી પરમ શ્રધેય મહાસ્થવિર શ્રી તારાચંદજી મહારાજ તથા અધ્યાત્મયોગી સદ્ગુરુવર્ય શ્રી પુષ્કર મુનિજી મ. ની સાથે અમે સૌરાષ્ટ્ર પહોંચ્યા. સૌરાષ્ટ્ર ત્યાગ, બલિદાન, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત અને કળાનું પ્રમુખ કેન્દ્ર રહ્યું છે અને ભકિત તથા શકિતનું અદ્ભુત સમન્વય સ્થળ પણ. સૌરાષ્ટ્રની સોનેરી પાવન પુણ્યધરામાં પ્રવેશ કરતાં જ અહંત અરિષ્ટનેમિ, કગી શ્રીકૃષ્ણ, અધ્યાત્મપ્રેમી શ્રીમદ્ રાજચંદ્ર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આદિ અનેક મહાપુરુષોની સહેજે સ્મૃતિ ઉપસી આવી. તેમના તેજસ્વી વ્યકિતત્વ અને કૃતિત્વના સુમધુર પ્રસંગે રમૃતિપટ ઉપર સુવર્ણાક્ષરેની જેમ ચમકવા લાગ્યા. જે સાધનારત તનિષ્ઠ ઉદાર મનીષિઓએ પિતાના પવિત્ર ચારિત્ર વડે અને તપથી પાવન બનેલી વાણી વડે જન-જનના માનસમાં ત્યાગ વૈરાગ્યની દિવ્યજ્યોતિ પ્રગટાવી, રાષ્ટ્રીયતાની ભાવના ઉત્પન્ન કરી ભલા, તેમને કેણ ભુલાવી શકે તેમ છે? તેમની જીવનગાથા અને વિચારે માત્ર ઈતિહાસના પાનાંએમાં જ લખાયા નથી પરંતુ જન-જનના જીવનમાં પણ કેતરાઈ ગયા છે. આજ કારણે આજે પણ ત્યાંના લોકોના જીવનમાં અહિંસા, અધ્યાત્મ અને રાષ્ટ્રીય ભાવનાની ત્રિવેણુધારા કલકલ નિનાદ કરતી વહી રહી છે. એ જ ગૌરવમયી પરંપરાના એક જાજવલ્યમાન રત્ન કવિ નાનચંદ્રજી મહારાજ હતા.
કવિસમ્રાટ નાનચંદ્રજી મહારાજના સંબંધમાં મુંબઈ તથા સૌરાષ્ટ્રમાં મેં ઘણું સાંભળ્યું હતું. તેથી તેમના દર્શન તથા ચરણસ્પર્શ માટે મન ઉત્સુક હતું કે ક્યારે દર્શન થશે. તેઓશ્રી તે વખતે પિતાની જન્મભૂમિ સાયલામાં બિરાજી રહ્યા હતા. તેમની શારીરિક સ્થિતિ એવી નહોતી કે તેઓશ્રી લા વિહાર કરી શકે. તેથી તેઓશ્રીએ શ્રધેય સદ્ગુરુવર્યને નિમંત્રણ પાઠવ્યું કે આપશ્રી સાયલા પધારો તે મને દર્શનને સૌભાગ્ય મળે. તેઓશ્રીના નેહસભર આગ્રહને માન આપી પૂજ્ય ગુરુવર્ય પિતાની શિષ્યમંડળી સાથે સાયલા પધાર્યા. તેઓશ્રીના સુશિષ્ય સેવામૂર્તિ પ. મુનિશ્રી ચુનીલાલજી મહારાજ અમારું ભાવભીનું સ્વાગત કરવા ઘણે દૂર સુધી આવ્યા. તેમ જ તેઓ પણ પધાર્યા. આ હકીકત તેમના વિનીત સ્વભાવનું પુનીત પ્રતીક હતું. મને અનુભવ થયે કે તેઓશ્રી ખરેખર વિનમ્રતાની સાક્ષાત્ મૂર્તિ હતા. વિનય સંતજીવનનું બહુમૂલ્ય આભૂષણ છે. જે સંતને અહંકારને કાળો નાગ હસે છે તે સંત અસંત બની જાય છે. કારણ કે અહંકાર અને સાધુતામાં સાક્ષાત્ વેર છે–પ્રકાશ અને અંધકારની જેમ. શ્રમણ ભગવાન મહાવીરે ધર્મનું મૂળ વિનય કહ્યું છે- “ધમ્મક્સ વિણુ મૂલં સન્તની પરિભાષા કરતાં નાનકે પણ લખ્યું છે- “નાનક નન્હ હો રહો, જેસે નહી દબ.” કવિ નાનચંદ્રજી મ. નાનામાં નાની વ્યકિત સાથે પણ વિનમ્રતાપૂર્વક વ્યવહાર કરતા હતા જેની કઈ કલ્પના પણ કરી શકે નહિ. આ તેમના જીવનને મહાન સદ્દગુણ હતે.
મેં તેમના વ્યક્તિત્વને જોયું તે સૂર્યની જેમ ચમકતું ભવ્ય લલાટ, રૂપેરી ચળકતી શિર ઉપરની વિરલ કેશરાશિ, સંસ્મરણે
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org