SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ , પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ખ્યાવરથી અમે બૃહત્સાધુસમેલનમાં સમ્મિલિત થવા માટે અજરામરપુરી–અજમેર પહોંચ્યા. ખ્યાવરમાં જે સ્નેહનું બીજ વાવ્યું હતું તે અજમેરમાં અંકુરિત થઈ ખૂબ અભિવૃદ્ધિને પામ્યું. મેં અત્યન્ત સનિકટતાથી તે તેજસ્વી નક્ષત્રને જે હતું, જેના જીવનના કણ-કણમાં, મનના અણુ-આણુમાં કાન્તિની ચિનગારી ઝગી રહી હતી. જે સમાજની દયનીય સ્થિતિ જોઈને ચિન્તિત હતા. સમાજમાં વ્યાપેલી વિષમતાને નષ્ટ કરી સમતા પેદા કરવા ઈચ્છતા હતા. સંપ્રદાયવાદને સ્થાને શુધ્ધ જૈનત્વને પ્રચાર કરવા ઈચ્છતા હતા. તે વખતે તેમની પ્રત્યેક કવિતામાં અથવા સંગીતમાં આ જ સ્વર રિત થઈ રહ્યો હતો અને પિતાના જોશીલા તેજસ્વી પ્રવચનમાં આ જ વાત ઉપર ભાર મુકતા હતા કે શુધ્ધ જૈનત્વ અને સ્થાનકવાસી ધર્મને પ્રચાર કરવા માટે આપણે એક થવું છે, નેક બનવું છે. તેઓશ્રી મારા સદ્ગુરુવર્ય પરમશ્રાધેય શ્રી તારાચંદજી મ. ની સેવામાં પધારતા અને તેમની સાથે સામાજિક-સંગઠનની ચર્ચા કરતા રહેતા હતા. વિ. સં. ૧૯૯૩ માં પૂ. ગુરુદેવશ્રીની સાથે રાજસ્થાનથી વિહાર કરી મુંબઈ પહોંચ્યો તે વખતે તેઓશ્રી કાંદાવાડીના રથાનકમાં બિરાજમાન હતા. તેમની સાથે આત્માથી શ્રી મેહનઋષિજી મ. અને મધુરવકતા વિનયત્રષિજી મ. પણ બિરાજી રહ્યા હતા. કાંદાવાડીની સન્નિકટમાં જ આર્યસમાજ તરફથી એક વિરાટ સભાનું આયોજન થયું હતું. તેના અધ્યક્ષપદે શ્રી કવિજીને નિયુકત કર્યા હતા. હજારની જનમેદનીમાં તેઓશ્રીએ “આર્ય શબ્દ ઉપર જૈન, બૌધ અને વૈદિક દૃષ્ટિએ જે વિશ્લેષણ કર્યું હતું તે ભારે અદ્ભુત હતું અને તે તેમના ગંભીર પાંડિત્યનું પરિચાયક હતું. તેમના પ્રવચનની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા મેં એ જોઈ કે ગંભીરથી પણ ગંભીર વિષયને પણ રૂપકના માધ્યમથી તેઓ એવી રીતે પ્રસ્તુત કરતા હતા કે તાજને મંત્રમુગ્ધ બની જતા હતા. શ્રેતાઓને પ્રવચનના પ્રવાહમાં સાથે લઈ ચાલવું તે તેમની મેટી વિશેષતા હતી. મુંબઈમાં લાંબા વખત સુધી સાથે રહેવાને અવસર મળે અને ખૂબ જ નજીકમાં રહી તેમને પારખવાને પણ અવસર મળે. સંસ્કૃત સાહિત્યમાં કહેવત છે કે “દૂરસ્થ ભૂધરા રમ્યા :” દૂરથી ડુંગર રળિયામણાં લાગે છે પરંતુ પાસે પહોંચતા તે ઉબડ-ખાબડ, ઊંચા નીચા દેખાય છે, પરન્ત મહાપુરુષ તેના અપવાદ હોય છે. મને અનુભવ થયો કે કવિ નાનચંદજી મહારાજ દૂરથી જ નહિ પરંતુ નજીકથી વધારે રળિયામણાં અને સુન્દર લાગતાં હતાં. તેમને સ્વભાવ મળતાવડો હતા. તેમના જીવનની એક મહત્વપૂર્ણ વિશેષતા એ હતી કે તેઓ પોતાનાથી જે મેટા હતા તેમને વિનય કરતા હતા અને નાનાની સાથે પ્રેમથી વ્યવહાર કરતા હતા. તેમનું સ્પષ્ટ મન્તવ્ય હતું કે પ્રેમ જીવનની એવી કળા છે, માધુર્ય છે, એવું સંબલ છે અને વિનય એવું દુર્ભેદ્ય કવચ છે કે જેને કઈ પણ તેડી શકતું નથી. સને ૧૯૪૯ માં ફરી તેમના દર્શનને સુઅવસર સૌરાષ્ટ્રના સાયલા ગામમાં મળ્યું. તે વખતે તેરાપંથી સમાજને પ્રચાર સૌરાષ્ટ્રમાં જોરથી વધી રહ્યો હતો. સ્થાનકવાસી સમાજ શબ્દજાળમાં ફસાઈ રહ્યો હતે. સૌરાષ્ટ્રની જનતા ચિન્દ્રિત હતી. દયા–દાન પ્રચારક સંઘના અધિકારીઓને કવિશ્રીએ પૂ. ગુરુદેવશ્રીની સેવામાં મુંબઈ મોકલ્યા. ગુરુદેવશ્રી ઘાટકોપરનું શાનદાર ચાતુર્માસ પૂર્ણ કરી સૌરાષ્ટ્ર પધાર્યા. તેઓશ્રીની પ્રબલ પ્રેરણાથી ગુરુદેવશ્રીનું સૌરાષ્ટ્રમાં ભવ્ય સ્વાગત થયું. વૃદ્ધાવસ્થાને કારણે તેઓશ્રી તે વખતે સાયલા સ્થિત હતા. તેઓશ્રીના અત્યાગ્રહથી ગુરુદેવશ્રી સાયલા પધાર્યા અને ૪-૫ દિવસ ત્યાં રોકાયા. તે વખતે તેમની સાથે અનેક શાસ્ત્રીય વિષયે ઉપર ગંભીર ચર્ચાઓ કરવા અવસર મળે. મને અનુભવ થયે કે તેઓ માત્ર પ્રખર વક્તા જ નથી. પરંતુ શાસ્ત્રના ગંભીર રહુના જ્ઞાતા પણ છે. વેતાંબર આગની સાથે દિગંબર ગ્રન્થ સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય, પટખંડાગમ વગેરેના પણ જાણકાર છે. નિશ્ચય અને વ્યવહારના, ઉત્સર્ગ અને અપવાદના મર્મને પણ સમજે છે. તેઓશ્રી આગમોના જ્ઞાતા, વકતા અને કવિ હોવા છતાં પણ સાચા જિજ્ઞાસુ હતા. તેઓશ્રીએ મારી તેમજ મારા પૂ. ગુરુદેવશ્રી પાસે તેરાપંથી માન્યતાઓના સંબંધમાં અનેક જિજ્ઞાસાઓ પ્રસ્તુત કરી અને તે ગુરુગંભીર રહસ્યોને જાણીને અત્યન્ત આહલાદિત થયા અને કહ્યું-સારું થયું કે આપ સૌરાષ્ટ્રમાં પધાર્યા. હવે અમે આપના નેતૃત્વમાં શાસ્ત્રાર્થ માટે તેમને મુકાબલે કરશું. કવિવર્ય નાનચંદ્રજી મ. નું જીવન અનેક સદ્દગુણનું આગાર હતું. તેઓશ્રી જ્ઞાની હતા, ધ્યાન હતા અને [૧૦]. વ્યકિતત્વ દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy