________________
=
=
= - પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સર્ચલાઈટની જેમ પ્રકાશ વેરતા નેત્રયુગલ, દીર્ઘ નાસિકા, મંદ-મંદ મુસ્કરાતું ચંદ્રમા જેવું સૌમ્ય વદન, ભીમ જેવું કદાવર અને કસાયેલું શરીર, અંગદની જેમ બલિષ્ટ ભુજાઓ, ગજરાજની જેમ મસ્તગતિ. આ તેમના દિવ્યત્વનું બાહરી રૂપ કે જેને લેકે કવિવર્ય નાનચંદ્રજી મ. ના નામથી ઓળખતા અને બોલાવતા હતા. તેમનું કપ્રિય ઉપનામ “સન્ત-શષ્ય હતું. પ્રથમ દર્શને જ મારી હૃદયની વીણાના તાર ઝણઝણી ઊયા કે શ્રધેય ! મુનિપ્રવર ! દૂર બેઠાં-બેઠાં મેં આપનું પવિત્ર નામ તે સાંભળ્યું હતું, પરંતુ જે જે સાંભળેલું તેના ઉપર નેત્ર વિશ્વાસ કરતા નહોતા. કારણ કે તેમણે નેત્રોએ) તેઓશ્રીના દર્શન કર્યા નહતા. આજે તમારા દર્શન કરતાં મને પરમ આહલાદ થયે કે જેવું મેં સાંભળ્યું હતું તેથી પણ વધારે રમણીય સ્વરૂપમાં આપને મેં નિડાન્યા છે. આજે આપશ્રીના દર્શન કરી મેં શ્રેત અને નેત્રના દીર્ઘકાલીન વિવાદને મિટાવી દીધું છે.
દરેડપિ ગ્રુવા ભવદીય કીર્તિ કણે તૃપ્તૌ ન ચ ચક્ષુષી મે તર્વિવાદ પરિહતું કામ
સમાગતો હું તવ દર્શનાય છે હું અધિકારપૂર્વક કહી શકું છું કે મેં મારા જીવનમાં અનેક મહાપુરુષના, સન્તના દર્શન કર્યા છે તેમાંના કવિ નાનચંદ્રજી મ. પણ એક છે. તેમના દર્શન કરી મારું હૃદય શ્રદ્ધાથી નમી પડયું. તેમને જોઈ મને એવો અનુભવ થયે કે કઈ મહાન ઋષિના દર્શન કરી રહ્યો છું કે જેનામાં સિદ્ધસેન દિવાકર જેવી તેજસ્વિતા છે, કવિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર જેવી પ્રતિભા છે, યાકિની મહત્તરાસન હરિભદ્રની સમન્વયતા છે, ઉપાધ્યાય યશવિજયજીની તાર્કિતા છે અને સંત કવિ આનન્દઘનની ફકકડતાનું અદ્ભુત સંમિશ્રણ થયેલું છે, જે ચુંબકની જેમ બધાને આકર્ષિત કરી લે છે.
જે કઈ કવિ નાનચંદ્રજી મ. ના નિકટ સંપર્કમાં આવ્યા તેઓ આ સત્ય તથ્યથી પરિચિત છે કે નાનચંદ્રજી મ. નું જીવન હિમાલય જેવું ઉન્નત, સાગર જેવું ગંભીર, ચન્દ્ર જેવું સૌમ્ય, સિંહ જેવું નિક, સાકર જેવું મધુર અને અગરબત્તી જેવું સુગંધિત હતું. તેમની મનની ગરિમા, વાણીની મીઠાશ અને કાર્યની મહિમાએ જન-જનના માનસને વિશુદ્ધ બનાવ્યું હતું. તેમનું મન નિર્મળ હતું, હૃદય સરળ હતું, બુદ્ધિ પ્રખર હતી અને વ્યવહાર મધુર હતા. ભલે પરિચિત હોય કે અપરિચિત હોય, પિતાના હોય કે પરાયા હોય તે બધાથી પ્રેમ કરતા હતા. પ્રેમ તેમના જીવનને મૂળ મંત્ર હતો. મારા જેવા અકિંચન વ્યકિત ઉપર પણ તેમને અપાર હ હતો. નેહને અખૂટ ખજાને મેળવી હું પિતાની જાતને ધન્યભાગી અનુભવવા લાગ્યું અને આજે પણ હું મને ભાગ્યશાળી માનું છું કે તેઓશ્રીના સ્મૃતિગ્રન્થના સમ્પાદન અને લેખનને મને સુઅવસર પ્રાપ્ત થયે.
કવિશ્રી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પંડિત હતા. આગમોના જ્ઞાતા હતા, દર્શનશાસ્ત્રના આગમના જ્ઞાતા હતા, દર્શનશાસ્ત્રના જાણકાર હતા છતાં પણ તેમનામાં કદી પણ જ્ઞાનને અહંકાર જે નથી. તેઓશ્રી વાર્તાલાપ અને પ્રવચનમાં શુદ્ધ કાઠિયાવાડી – ગુજરાતી ભાષાને પ્રયોગ કરતા હતા. તેઓ નાની શી વાતને પણ એવી ચિત્તાકર્ષક ઢંગથી કહેતા હતા કે સાંભળનાર મંત્રમુગ્ધ બની જતું. પ્રવચનશૈલી સાદી અને સરળ હોવાની સાથે મધુર હતી. ગંભીરમાં ગંભીર વિષયને સરળથી સરળ બનાવી પ્રસ્તુત કરતા હતા. પ્રવચનમાં સુભાષિતના પ્રાધાન્યની સાથે બેધકથાઓની પ્રચરતા રહેતી જેથી બોધવિષય શ્રોતાઓના હદયમાં એ ઊતરી જતે કે જિંદગી સુધી ભૂલતા નહિ. વકતા માટે આ આવશ્યક છે કે તેના જ્ઞાન અને અનુભવને આયામ ખૂબ વિસ્તૃત હોવો જોઈએ. વિશાળ અધ્યયન, ચિન્તન – મનન અને અનુભવનો પરિપાક વાણીને તેજસ્વી અને સ્થાયી બનાવે છે. અધ્યયન અને ચિન્તન વિનાનું ભાષણ માત્ર ભષણ (બકવું જ) છે.
કવિ નાનચંદ્રજી મ. ઘણા વિનેદપ્રિય હતા. રેતી અને ઉદાસ સૂરત તેમને પસંદ ન હતી. તેઓ કહેતા કે ખીલેલું ફૂલ જ સારું લાગે છે, કરમાયેલું નહિ. તમે હસશે તે સંસાર તમારી સાથે હસશે, પરંતુ તમે રોશે તે તમારી સાથે કઈ રેશે નહિ. કવિશ્રીના કાન મેટા હતા તેથી મેં કહ્યું – આપના કાન તે ઘણા મોટા છે. તેમણે તક્ષણ હસતાં કહ્યુંકાન તે મારા જરૂર મોટા છે પરંતુ હું ગધેડે નથી. [૧૨]
વ્યકિતત્ત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org