SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરૂદેવ કવિવથ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ મોરબીના દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરીએ ભગીરથ પ્રયાસ માંડ્યો હતે. સ્થાનકવાસી જેને માથે જૈનધર્મને વિશ્વધર્મ બનાવવાનું ત્રણ મુખ્યપણે છે. સાધુઓ ચતુર્વિધ સંઘના મુખ્ય અંગરૂપ છે. લીંબડી મેટા સંઘને આત્માથી મેહનઋષિનું કહેણ આવ્યું- “નાનચંદ્રજી મહારાજને નિમિત્ત કેન્ફરન્સ સંસ્થા જન્મી. તેમની જે આશા હતી, તે પૂરી કરવાને મોકો આવ્યો છે. જલદી તેમને વિનવીને મોકલે.” મોટા સંઘના અગ્રણી શેઠે ગુરુદેવને લખ્યું- “આપ જલ્દી પધારે. આપણું સંપ્રદાય તરફથી પ્રતિનિધિઓ ચૂંટી મોકલવાના છે. બધા સાધુ-સાધવીઓને પહેલાં સંપ્રદાયની રીતે આપણે ભેગાં કરવાનાં છે. અજમેરમાં કેન્ફરન્સ અધિવેશનના વરાયેલા પ્રમુખશ્રી હેમચંદભાઈ પણ હાજર રહેશે. જલ્દી પધારો.” આ શ્રી હેમચંદભાઈ તે પૂ. ગુરુદેવના અનુરાગી શ્રાવક શિષ્ય. આમ બધે ય સુગ હતો. પણ કેણ જાણે શાથી ગુરુદેવના મનમાં “સાધુસંમેલન” અંગે ઉત્સાહ ન હતું. મને થતું – ગુરુદેવ જે હરદમ તલસે છે તે પ્રત્યક્ષ કરવાને માટે છે, છતાં તેમની ઉદાસીનતા શાથી છે ? આનો ફેડ પડો નિસર્ગ ગર્ભિત હતે. અમારો ઉત્સાહ અપરંપાર હતા. તેમાંય મારા ઉત્સાહમાં તે અતિરેપણને સુમાર ન હતો. પૂ. સુંદરજી સ્વામી કોક વાર ટકેર પણ કરતા. “નવા નૈરયિઓ તાલ છે અને ગુરુદેવ ડું સિમત કરતાં. નવા ઉપજેલા નારકીના છ શરૂઆતમાં ખૂબ-ખૂબ ઉછળતા હોય છે. પરિણામ જોયા પછી એકદમ ઠંડાગાર બને છે. બીદડાનું ઐતિહાસિક ચોમાસું પૂરું થયું. વચ્ચે બગડેલી ગુરુદેવની તબિયત ઠીક થઈ ગઈ. હું જેમને સંસ્કૃત શીખવતો તે ગૃહસ્થચેલાઓ તથા જાણે પૂર્વજન્મનું સગપણ કાં ન હોય, તેવાં નર-નારીઓને રડતાં મૂકી ગુરુદેવે ભેટ બાંધી અને અમે પાંચેય ઠાણા પાછા કાંધીએ પહોંચ્યા. કાંધીએ વિદાય આપવા પણ સંખ્યાબંધ ભાઈ-બેને આવેલા. રણ ઊતરીને ક્રમે ક્રમે વિહરી લીંબડી પહોંચ્યા અને અજમેર સાધુ સંમેલનની તૈયારીમાં લાગી ગયા. સાદ સંભળા વિજય વરીને વહેલા આવજો સેરઠના સંતે! વિજય વરીને વહેલા આવજો !" અખંડ સંભારણું લીંબડીમાં સાધુ સંમેલન થયું. મેટા સંઘના લગભગ બધા સાધુ-સાધ્વીઓને જોવાને, મળવાનો અને સાધુઓ સાથે ટેળાંમાં રહેવાને સુયોગ સાંપડ્યો. દુર્ભાગ્યે સુંદરજી સ્વામીનું હૃદય એકાએક બંધ પડયું. મોટી ઉમ્મરે ખાતાંપીતાં, કાર્ય કરતાં એ સરળ સાધુપુરુષ વિદાય લઈને, સૈનો મેળે કરી સિધાવી ગયા. આ બાજુ અજમેરમાં સમસ્ત સ્થાનકવાસી સાધુઓનું બૃહત્ સંમેલન થવાનું હતું. તેમાં દરેક સંપ્રદાયને ફાળે ચાર પ્રતિનિધિઓ મોકલવાના હતાંજેમાં (૧) પૂ. શામજી સ્વામી, (૨) પૂ. શતાવધાની પં. રત્નચંદ્રજી સ્વામી, (૩) પૂ. કવિવર્ય ૫. મહારાજ શ્રી નાનચંદ્રજી સ્વામી અને (૪) સૌભાગ્યમુનિના નામ નક્કી થયા. દીક્ષામાં લગભગ હું છે છતાં ઉત્સાહના અતિરેકને લીધે કદાચ મારું નામ મુકાયું હશે. ઉત્સાહને અતિરેક હોય ત્યારે જવાબદારીનું ભાન શૈણુ થઈ જાય તેમાં શી નવાઈ? સમાઘોઘાની ઠોકરે થોડો સીધે બનાવી દીધે, એટલે મંદ બહુ પીડે તેમ ન હતું, એટલું સદ્ભાગ્ય. ટેળાંમાં જેમ મીઠા અનુભવ થાય, તેમ ખાટા પણ થાય. શ્રી હેમચંદભાઈએ ‘અમૂપિયરો' બિરુદ મુજબ સાધુઓને નમ્રભાવે ચેતવ્યાઃ- “પાટલિપુત્ર, મથુરા અને વલભીપુર એમ ત્રણ સાધુસંમેલન પછી આ પહેલુંજ સાધુસંમેલન છે. જે લગભગ ૧૫૦૦ વર્ષ પછી મળે છે. સ્થાનકવાસી જૈનને ફાળે જેન એકતા અને જૈન ધર્મપ્રચારની સેથી પ્રથમ જવાબદારી છે. આજે તે અદા કરવાને મેક મળે છે. હું આ સંપ્રદાયનો શ્રાવક છું. આ સાધુ સંમેલનને ટાંકણે મળતી કેન્ફરન્સના પ્રમુખપદનો ભાર મારા માથે ઍપાચે છે. હું આપને લીધે છું. આપનું ચારિત્ર અને જીવન જેટલું ઉજજવળ, તેટલે જ હું ભીશ. વ્યક્તિગત પોથી-પુસ્તક કે વસ્ત્રાદિ ઉપકરણ આ૫ આજથી જ સામુદાયિક ૨૪ જીવન ઝાંખી www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy