________________
(પૂજ્ય ગુરૂદેવ ફવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મતિ થશે
માવઠું થયું. રણમાં થોડુંક કરું લાગ્યું. પણ જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ ત્યાં તો કાદવ, કાદવ ને કાદવ. ન પાછું ફરાય તેવું રહ્યું, ન આગળ જવાય તેવું. આ ભાઈએ તો સુંદરજી સ્વામીને વારાફરતી ડાબીમાં ઊંચકતા ચાલે, ત્યારે ધન્ય ધન્ય ઉદ્દગાર સહેજે સરી પડે. શક્ય તેટલે કેરે રસ્તે ઘુમાવી-ઘુમાવીને આ ભાઈએ અમને દેરી ગયા. સામી કાંધીએ પહોંચીએ ત્યાં ત્રણ વાગી ગયા. એકે એક જણે ચેરણ પહેરેલા, એવા સંખ્યાબંધ શ્રાવકો વાટ જોતા હતા. અમે જરા વિમાસણમાં પડ્યા. ગુરુદેવે ખુલાસો કર્યો-“આ ખેડૂતે બધા જ આપણું ધારી શ્રાવકે છે સમસ્યાને !” વાગડના શ્રાવકે હજી ખેતીને જાળવી રહ્યા છે તે જાણ્યું. સાંજ પહેલાં કાંધીથી અમે ગામમાં પહોંચી ગયા. વાગડમાં જેવું લાકડીઓ આવ્યું એટલે આ “હરખચંદ મુનિ આવ્યો કહીને લોકોના ટોળા જામ્યાં. હર્ષચંદ્રજી મુનિની આ જન્મભૂમિ હતી. તેમના સંસાર પક્ષના બા-બાપુજી, સગાને હરખ માતો ન હતો. થોડા દિવસ ત્યાં રોકાયા. તપસ્વી શામજી સ્વામી વગેરેને સુયોગ થયે. અમે ફરતાં-ફરતાં કંઠી અને થોડો અબડાસો પણ ફર્યા. ભચૌ, અંજાર, ભૂજ, માંડવી, લાયજા, કેડાય, નાની ખાખર વગેરે જોયાં.
પૂરાં બે વર્ષ પ્રથમ ચોમાસું કર્યું રામાણીઆમાં. બીજે થયું બીદડામાં. મેં નવ્ય ન્યાય શરૂ કર્યો શતાવધાની પં. રત્નચંદ્રજી સ્વામી પાસે. તે વખતે થોડા દિવસ તેમની સાથે હું રો. તેમની સાથે તેમના બે નવદીક્ષિત શિખ્યા હતા. એક જ સંપ્રદાયના અને પાંડિત્યમાં ચઢિયાતા, પીઢ અને શાંત પ્રકૃતિના મહારાજશ્રી સાથે રહેવાનો નો અનુભવ પણ થયે. ત્યારથી વધુ સમજાયું-“સાધુતા વિદ્વતા કરતાંય સાવ અનોખી ચીજ છે. નિવૃત્તિ લીધા પછી પણ એવી મગ્નતા જરૂરી છે. જેમાં સ્વ-પર શ્રેયને ખજાને રહે છે. ત્યાં તો ન્યાયમુકુટમણિ પંડિતજી આવી ગયા. જેને ન્યાય અને નવ્યન્યાયનો મૂળ ભેદ સમજાય. ગુરુદેવ અને હર્ષચંદ્રજી મહારાજ પ્રાયઃ વિહરતા. અમો સ્થવિર મહારાજશ્રી સુંદરજી
થે જુદે જુદે સ્થળે રહેતા. વિદ્યા વધી, તેમ વિદ્યા સાથે થોડો મદદેષ વધે. ગુરુદેવ કઈ વાર કરતા ખરા. સમાઘોઘામાં મદને કારણે પૂ. ચુનીલાલજી મહારાજની મારાથી જે અશાતના થઈ તે હજુય યાદ આવીને સાલે છે. જો કે તેઓએ તે ક્ષમાં રાખી છે અને આપી જ છે.
એ અભ્યાસ પૂરો થયા પછી થોડું અંગ્રેજી શીખ્યો અને છેવટે અવધાને ય શીખે. બીદડા માસામાં પૂ. ગુરુદેવ પ્રાયઃ વેલજીભાઈના આશ્રમમાં વાંચન માટે ઘણો સમય ગાળતા. કડાય એ કચ્છનું કાશી ગણાય છે. તેને લીધે કચ્છમાં રહેલાં સાધુ-સાધ્વીઓને, શ્રાવક-શ્રાવિકાઓને સંસ્કૃતના અભ્યાસની ભારે જોગવાઈ મળી રહે છે. સવારી સૂત્રનું ગુજરાતી ભાષાંતર કદાચ કેડાયના એક શ્રાવક ભાઈએ જ પહેલવહેલું બહાર પાડયું હતું. વેલજીભાઈએ બીદડામાં રહી દેશ-દેશાંતર અને જૈન-જૈનેતરનાં ભૂગોળ, ઈતિહાસ, વિજ્ઞાન, રાજકારણ, ધર્મ વગેરેનું ઊંચું જ્ઞાન મેળવ્યું હતું. તેમ એવું જ જ્ઞાનસમૃદ્ધ પુસ્તકાલય પણ વસાવ્યું હતું. એવા જ એમના નજીકના એક નેહી ભાઈ મોતીલાલ હતા. જેમણે કાયાને કસનારી સાધના કરી હતી. તે ભાઈ અતિવાદી હતા. વેલજીભાઈ ‘ભેગમાં ત્યાગ કર ઘટે એમ માની વર્તનારા હતા.
બીદડા પૂ. સુંદરજી સ્વામીની જન્મભૂમિ. બીદડા એટલે કંઠીમાંને હરિયાળા પ્રદેશ. ભાઈ-બેને પણ હરિયાળાં. કચ્છમાં ખેતીપરાયણતાને કારણે બપોરના વ્યાખ્યાનમાં ચિકાર ગિરદી રહે.
વર્ષો પછી ગુરુદેવ કચ્છમાં ગયા હોવાને કારણે, બધા ફિરકાઓના જેને અને જેનેતો તેઓને ખૂબ ખેંચતા. ઠેર-ઠેર મોટા મંડપ થાય. આજુબાજુના સેંકડો માણસે વ્યાખ્યાન સાંભળવા દોડી આવે. ગામડે-ગામડે માનવમેળાં જામે અને સાધુઓને જાણે સાક્ષાત અવતારી ભગવાનની જેમ ભજે.
ત્યારે સમજાયું કે, “કચ્છનું ચુંબક કેવું છે?” સાદે છતાં પિષ્ટિક ખોરાક, સાદી છતાં ભવ્ય રહેણી-કહેણી. એ હતો કચ્છડે.
એવામાં જ આવાન એવામાં એક મોટું આહવાન થયું – “ચાલે રે ચાલે. દેશભરનાં સાધુ-સાધ્વીઓના પ્રતિનિધિઓ આવે છે
વિશ્વસંતની ઝાંખી
૨૩ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only