SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ 5. દd sોટ પ- કોઇxજી એ ભેટને સ્વીકારી, કાગપક્ષિ મિત્રની વસમી વિદાય લઈ નળસરોવર તરફ પ્રવાસ શરૂ કરે છે. મધ્યાહન તપી રહ્યા છે ગામ, નગર, જંગલ, ગિરિમાળા, નદી નહેરાં વટાવતું કાગપક્ષી આકાશમાગે આગે ધપી રહ્યું છે એવામાં લીલાછમ ડીંડલીઆ શેરનાં ઝુંડ દેખાય છે, માથે લાલ ગુલાબી કેસરીયા રંગનાં રસથી છલોછલ ભરેલાં ગલકાં લાગેલા છે. કાગપક્ષીને કકડીને ભૂખ લાગી છે. એક એક ગલકું ફેડતું જાય છે અને અંદરને મીઠે મધ રસ પીતું જાય છે. પણ આ રસાસ્વાદનાં તાનમાં તેને ખબર ન રહી. મિત્રે આપેલ ભેટ-ચાંચમાં સાચવી રાખેલ અણમેલ મણિ પક્ષીરાજની ચાંચમાંથી છટકી કઈ એકાદ ગલકામાં ખૂંપી ગયું. સુધા તૃપ્ત કરી કાગપક્ષીએ પિતાને પ્રવાસ શરૂ કર્યો. જોતજોતામાં નળસરોવર આવી ગયું. એને એ તરખંખડે, એને કુટુંબ પરિવાર, કે લાળનાં જેવી એની એ દુન્યવી માયાજાળ, એની એ ઘટમાળ? આ માયાવી સંસારમાં મેહથી ઘેરાયેલા પ્રત્યેક જીવાત્માની પણ એવી દશા નથી શું ? કાગપક્ષી પણ પિતાની એ નાનકડી દુનિયામાં ડૂબી ગયું. એ રબારીનું નામ રતન રાયકે ઘેટાં બકરાં ઉછેરી દૂધ ઘી વેચી આજીવિકા ચલાવે. દિનભર જંગલમાં ભટકતો, ઘેટાં બકરાં ચરાવતે ચરાવતે રતને ઘેરીયાનાં ઝૂંડ પાસે આવ્યા. લાલચટક ગલકાં જોઈ મેંમાં પાછું આવ્યું. હાથ પડયા એટલા ગલકાં ઉતારી ધાબળાનાં છેડે બાંધ્યાં. - સાંજ પડી. રતન ઘેર આવ્યું, ઘેટાં બકરાને ઝેકમાં (વાડામાં) પૂર્યા. ઓસરી પર ચડી જાટથી ભરેલા ખાટલા પર બેસે છે પત્ની રૂપાને હાકમારીને કહે છે “આખી જિંદગી ઢસરડા કરી રળી રબીને પૂરી કરી પણ રૂપાં તે કઈ દિવસ સારૂં શાક બનાવીને ખવરાવ્યું નહીં. શું કરી દઉ તમારું કપાળ રૂપાં બરાડતી બેલી? કાનિયાને હજુ ઘરબારી કરવાનો છે કાલ ત્રણ હજારનું ટાણું આવીને ઉભું રહેશે એવા તેલ મરચાં અને શાકનાં ખાટસ્વાદીઆ ખરચા રાખીએ તે છોકરો વાંઢે જ રહી જાય. શાકનાં પૈસા ખરચવાનાં નથી. જે, આ વગડેથી તાજાં ગલકા ઉતારી લાવ્યો છું મફતીઓ માલ છે, લગરી તેલ અને મીઠું મરચું નાંખીને કરી દઈશ તે એમાં રાજીયાનાં લગ્નનાં કામમાં તૂટે નહીં આવી જાય સમજ? રતને બરાડી ઉઠશે. રતને હઠ લીધી રૂપાને નમતું જોખવું પડયું. છરી લઈ ગલકા સુધારવા બેઠી. અરે પણ આ ગલકાં સુધારતાં અંદરથી આ ચમકતે કાચની ગેબી જેવો પાંચીકુકે (ગલકાં ખાતા પિલા કાગ પક્ષીની ચાંચમાંથી નીકળી ગલકામાં ખૂંપી ગયેલ પિલો દિવ્ય મણિ) કયાંથી નીકળી પડયે?” રૂપાં સાશ્ચર્ય બોલી ઊઠી. - “અરે આતો સુંદર મઝાની, પાસાદાર ગોળ ગોળ લખોટી છે. લાવ, લાવ, રૂપાં, આપણું કાબરી બકરીને ગળે લટકાડી દઉં.” રતને હોંશભેર બોલી ઊઠ. અને આ તેજતેજનાં લિસેટ જેવી ગોળ ગોળ લખોટી રતનાએ હોંશભેર કાબરડી બકરીનાં ગળે લટકાવી દીધી અને મોજમાં આવી નાચતે કૂદતે કહેવા લાગ્યા. “જોને રૂપાં કાબરડી કેવી રૂડી લાગે છે?” અને બને તાનમાં આવી ગયા રોટલા અને શાક તૈયાર થઈ ગયા. છાશની તાંસળી અને મસાલાની ચટણી પીરસાઈ ગયા. રતનાએ સારી પેઠે ઝાપટ દીધી. વાળુ કર્યા પછી ઘડીક અલકમલકની વાતો કરી, સે નિદ્રાદેવીને ખેળે પિડી ગયા. એક ખૂણામાં નાનકડે દિવો ઝાંખો પ્રકાશ વેરતો ટમટમી રહ્યા છે, દૂર દૂર બોલતાં તમરાં અને શીયાળીઆનાં રૂદન ઘનઘોર રાતનાં બિહામણા રૂપમાં ઓર વધારો કરી રહ્યા છે. રતને નાકેરા ઢસડતે ઘસઘસાટ ઊંઘે છે કારણ આજે તેણે તનમનથી ટેસ્ટપુલ ખાણું લીધું છે. શ્રમજીવીઓને મન તો આ માલમલિદાથી સાથે અધિક હોય ને? માનવભવનું મૂલ્ય ૩૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy