________________
પષ્ય ગુરૂદેવ વિવય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
થોડી વારની શાંતિ પછી, વિરાટ વનવાટિકામાં યથેચ્છ વિહરતા આ પક્ષિા વચ્ચે પરિસંવાદ શરૂ થયે. “ઓ, શ્વેત કમલરંગી પક્ષિરાજ, આપ શું પ્રજને, કયાંથી પધારો છે તે કૃપા કરીને કહેશે ?” કાગપક્ષિ પૂછે છે.
ખલક ખુબીને પ્રજાને છે. પ્રવાસ એ તેનો પ્રેરક છે. અલકમલકની અજાયબીઓ અવલોકવા માનસરોવરથી નીકળ્યો છું. મહાનુભાવ, આપનાં પ્રવાસનું શું પ્રજન છે. તે કહેશે ? હંસપક્ષિ પ્રતિપ્રશ્ન કરે છે.
“બિરાદર, હું પણ આપની જેમ જ વિરાટ વિશ્વની વિશિષ્ટતાઓનું વિહંગાવલેકન કરવાજ નીકળે છે. આ વડલે અને આ જળાશય જોતાં, વિસા લેવા થોભે છું.”
આમ વાર્તાલાપ ચાલી રહ્યો છે. ભૂતકાળનાં સ્નેહીનું જુદા પડ્યા પછી પૂનર્મિલન થયું હોય તેમ કુદરતી રીતે અલ્પ સમયમાં, આત્મિયતા અનુભવતાં અને દિલોજાન દોસ્ત બની ગયાં.
સાંજ ઢળવા લાગી. ઉગ્ર સૂર્યદેવ મૃદુ બન્યા.
મિત્ર, અલ્પ સમયમાં આપણે મિત્રો તે બની ગયા પણ આ મિત્રતાને વધુ ઘનિષ્ટ કરવા, મારી એક નમ્ર વિનંતિ-માગણી છે. આ વિરાટ ભૂમંડળનું વૈવિધ્ય જોવાની તમારી ઈચ્છા તે છે; માટે ચાલો મારી સાથે મારી જન્મભૂમિ-માનસરોવર તરફ.” હંસપક્ષીએ આગ્રહપૂર્વક નૂતન મિત્રને ભાવભીનું આમંત્રણ પેશ કર્યું.
મિત્રવર્ય, તમારા સ્નેહસભર ઈજજન માટે અત્યંત આભારી છું. પરંતુ હાલ નહી, કેઈ વખત આવીશ.” કાગપક્ષિએ કહ્યું.
“બિરાદર, કાલ કોણે દીઠી છે? શુભસ્ય શિઘમ? વળી તમારી ઈચ્છા મુજબ રોકા. એકવાર તમે આવે તે મને પણ તમારી તરફ આવવાનું મન થશે. માટે માની જાઓ, આનંદ આનંદ થશે.” હંસ પક્ષીએ આગ્રહ ચાલુ રાખતાં કહ્યું. - હંસ પક્ષીની આગ્રહભરી વિનંતી સામે ઝુકી પડતાં કાગપક્ષી તેની સાથે માનસરોવર તરફ જવા સંમત થયું. અને તે દિશામાં ઉથન શરૂ કર્યું. જોતજોતામાં માનસરોવરના કિનારે બને ઉતરી પડયા.
માનસરોવર એટલે છલછલ ધ્વનિ કરતો, કિનારા તરફ લહેરાતે, સફેદ દૂધ જેવ, મીઠો મધુરો અમૃત જેવો જળરાશી.
પીતાં ન ધરાઈએ એવું ટોપરા જેવું આ પાણી બંનેએ પેટ ભરીને પીધું. બાજુની લતાકુ જેમાં રાત્રિ આરામથી પસાર કરી અને પૂર્વમાં બાલરવિની સેનાવરણી ટસરો ફૂટતાં બંને મિત્રો ઊઠયા. હંસપેક્ષિ, સ્વાદિષ્ટ, મઝેદાર, રસસભર
તેની એકેતેર પેઢીએ કદિ ન ખાધા હોય તેવાં-કાગપક્ષીને આગ્રહ કરી કરીને ખવડાવે છે. ભોજન પછી હંસ પક્ષી કાગપક્ષીને પોતાની પીઠ પર બેસાડી ઉજજવલ જળરાશીથી ઉભરાતાં માનસરોવર પર સહેલ કરાવે છે. ગજ ગજ કુદતું કાગપક્ષીનું હૈયું જાણે સ્વર્ગભૂમિમાં વિચરતાં હોય તેમ આનંદવિભોર બની જાય છે. - આમ ઉગ્યા કે આથમ્યા એવા સોનેરી શમણુ જેવા સાત સાત દિવસે વિતી ગયા. આઠમે દિવસે કાગપક્ષીને એકાએક પિતાને તરjખડે-મળે, પત્ની, બાળકે યાદ આવ્યા. “મિત્ર; બહુ દિવસો થઈ ગયા, હવે મારે ઘેર જવું જોઈએ, મને રજા આપે.”
મિત્ર, શું કમિના લાગી કે તમે જવાનું કહે છે? તમારા સહચયથી મને પણ મઝા આવે છે. ચાલે, આપણે પેલી મધુર આમ્રકુંજમાં જઈએ અને મધુર ફળ આરોગીએ.”
પ્રિય મિત્ર, તમારી મહેમાનીમાં કોઈ કમિના નથી. પણ હવે મારે મારાં બાળકો અને પત્નીની ખબર લેવા જવું જોઈએ. તમારી મહેમાનગતીને બદલે તે મારાથી નહીં વળે. પરંતુ મુજ ગરીબનું આંગણું કોઈ વખત પધારી જરૂર પાવન કરશે.
આભારથી નમ્ર બની કાગપક્ષી વિદાય લે છે. હંસપક્ષી આંસુભરી આંખે મિત્રને વિદાય આપે છે. મીઠી યાદ રૂપે હંસપક્ષી પિતાનાં મિત્રને એક દિવ્યમણી ભેટ આપે છે..
૪૨૮
તત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org