SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ 'પm ગદવ કાવવય પં. નાનસનજી મહારાજ જ માતાહિદ તથ સાચે તત્ત્વવેત્તા તો એ જ કહેવાય કે જે આ બધી દુનિયાને એક બીજાથી સંબદ્ધ અને અપેક્ષિત રૂપે જાણે છે. આવી રીતે ભારતીય દર્શનમાં અને પાશ્ચાત્ય દર્શનેમાં સ્યાદ્વાદ મળતી વિચારશ્રેણી મળી આવે છે, તો તેનો વિરોધ પણ સારી રીતે જોવા મળે છે. સ્યાદવાદના સિદ્ધાંતની વસુબંધુ, હિંગનાગ, ધર્મ કીર્તિ, બૌદ્ધો તથા શંકર જેવા અદ્વૈત વેદાંતીઓએ બહુ કડક ટીકા કરી છે. તેઓએ સ્થાત એટલે કદાચ એવો લૌકિક અર્થ લઈને સ્યાદવાદના સિદ્ધાંતને વધતોવ્યાઘાત કહ્યો છે. ધર્મ કીતિ કહે છે કે સ્યાદવાદ મિથ્યા પ્રલા૫ છે. શંકરાચાર્યના મતે પણ સ્યાદવાદ એ કઈ દીવાના માણસને પ્રલાપ છે. રામાનુજ પણ કહે છે કે બે પૂર્ણ વિરોધી ગુણ સત્ અને અસત એ તે પ્રકાશ અને અંધકાર માફક વિરોધી હોઈને, એક જ વસ્તુને વિષે સંભવી શકે નહીં. તટસ્થવૃત્તિથી જોઈએ તે સ્યાદવાદ એમ કહેતો જ નથી કે બે પૂર્ણ વિરોધી ગુણે એક જ અપેક્ષાએ એકી સાથે એક જ વસ્તુને લગાડી શકાય છે. જેનોની અનેકાન્તવાદી દષ્ટિને અર્થ એટલો જ છે કે સત્ તવ અનંત ગુણ ધરાવે છે અને તેને વિવિધ દૃષ્ટિબિંદુથી તપાસી શકાય, જેમકે દ્રવ્યની દૃષ્ટિએ સત્ નિત્ય તેમજ અખંડ છે. પરંતુ પર્યાય દૃષ્ટિએ તે અનિત્ય અને ખંડ રૂપે છે. અંતમાં આ દષ્ટિબિંદુને સ્પષ્ટ કરતું સ્યાદવાદની ઉપયોગિતા સમજાવતું પ્રોવ શ્રી આનંદશંકરભાઈ ધ્રુવનું વિધાન જોઈએ : “ સ્યાદવાદને સિદ્ધાંત અનેક સિદ્ધાંત અવલોકીને તેમને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યો છે. સ્યાદવાદ આપણી સમક્ષ એકીકરણનું દષ્ટિબિંદુ ઉપસ્થિત કરે છે. વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વિના કઈ વસ્તુ પૂરી સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદવાદને સિધાંત ઉપયોગી તેમજ સાર્થક છે. સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે તે હું માનતો નથી. સ્યાદવાદ સંશયવાદ નથી કિન્તુ વસ્તુદર્શનની વ્યાપક કળા તે આપણને શીખવે છે. નારી પ્રત્યેને ભારતીય દૃષ્ટિકોણ સાધ્વી ચન્દના, દર્શનાચાર્ય–વીરાયતન નારીના સંબંધમાં ભારતીય સાહિત્યમાં જ નહિ, સમગ્ર વિશ્વના સાહિત્યમાં તેના જીવન વિષે વિવિધ પાસાંઓ ચિત્રરૂપે વખતોવખત પુરુષોની કલમે અંકિત થતા રહ્યાં છે. પુરુષોએ નારીના જીવનનું જે ચિત્રણ કર્યું છે તે પિતાના દષ્ટિકોણથી કર્યું છે. પોતાની કલ્પનાઓના આધારે જ તેણે નારીને જીવનને બહુમુખી આયામેથી જોયું અને પારખ્યું છે. કેટલીક નારીઓએ પણ પિતાની કલમે પિતાના જીવનચિત્રોનું અંકન કર્યું છે. આ જોતાં પુરુષલેખકે ન્યાય છે અને અન્યાય વધારે કર્યો છે. કેઈક જગ્યાએ નારીને પુરુએ નરકની ખાણ અને નરકનું દ્વાર કહેલ છે તે કયાંક તેને સ્વર્ગને આગળીયા સમાન પણ કહી છે. કોઈ જગ્યાએ નારીજીવનની પ્રશંસા પણ કરી છે તે કઈ જગ્યાએ નિંદા પણ કરી છે. જીવન એ જીવન જ છે તે પોતે પોતાનામાં ભદ્ર પણ નથી કે અભદ્ર પણ નથી. તેને જે દૃષ્ટિકોણથી જોવામાં આવે, જીવનને આભાસ તે થવા માંડે છે. નિબળતા અને સબળતા જે માનસિક વૃત્તિજ છે તો તે જેવી રીતે નારીમાં હોઈ શકે છે તેવી પુરુષમાં કેમ ન હોઈ શકે? ' વેદની રચનામાં અન્તર હોવા છતાં માનસિક રચનામાં નારીજીવન અને નરજીવનમાં કોઇપણ પ્રકારની ભેદરેખાની સીમા બતાવી શકાય તેમ નથી. આલોચકો કહેતા હોય છે કે નારીનું મન બહ નિર્બળ હોય છે, પરન્તુ ઈતિહાસના કેટલાક સોનેરી પાનાં એવા પણ ઉપલબ્ધ થાય છે કે જ્યાં નારીમનની અપેક્ષાએ નરનું માનસ વધારે દુ પડે છે. રામાયણકાળની સુમિત્રા પિતાના પ્રિય પુત્ર લક્ષ્મણને રામની સાથે વિકટ વનમાં જવાની આજ્ઞા સાહસપૂર્વક આપી દે છે, સીતા પણ રામે ના પાડવા છતાં તેમની સાથે ભયંકર વનના દુઃખમય જીવનને સહર્ષ સ્વીકારવા તૈયાર થાય છે. લક્ષ્મણની પત્ની મિલાને ત્યાગ સુમિત્રા અને સીતાની અપેક્ષાએ અધિક ઉજજવળ અને અધિક પ્રભાવી થઈને અંકિત થયો છે. સીતાને રામની સાથે વનમાં રહી શારીરિક કષ્ટો જ સહન કરવા પડે છે, પરંતુ ઊર્મિલા તો રાજમહેલમાં રહીને પણ પતિના દારુણ વિયાગને દીર્ઘકાળ સુધી સહન કરે છે તથા સંપૂર્ણ સગવડતાઓની વચ્ચે રહીને પણ અગવડતાને સ્વીકારી પૂજયજનોની સેવામાં સમર્પિત થઈ જાય છે. ઊર્મિલાનો ત્યાગ રામ, સીતા અને લક્ષ્મણના નારી પ્રત્યેને ભારતીય દષ્ટિકોણ ૩૩૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy