SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ત્યાગથી પણ ચઢિયાતા છે, તે કઇ રીતે ન્યૂન નથી. ઉત્સર્ગીની ભાવનાથી પુરુષાની અપેક્ષા નારીમાં વધુ હાય છે. શમાયણને નારીપાત્ર આ વાતની સ્પષ્ટ ઉદ્ઘાષણા કરે છે. મહાભારતમાં દ્રોપદીનુ જીવન એક આદર્શ જીવન માનવામાં આવે છે. તે જીવન શ્રદ્ધા, મમતા અને સેવાનુ એક જીવન્ત દૃષ્ટાન્ત કહી શકાય. વિશ્વના સમગ્ર સાહિત્યમાં દ્રોપદી જેવુ કાઇ અન્ય જીવન હજી સુધી અંકિત થયું નથી તેમ દ્રષ્ટિગેાચર થતું નથી. મહાભારતના યુદ્ધની દારુણ ક્ષણેામાં કૈારવપક્ષ ક્રુર ભાવનાએથી પ્રેરિત થઈને સુખદ નિદ્રામાં પ્રસુપ્ત દ્રૌપદીના પાંચે પુત્રાને વધ કરી નાખે છે. જીવનની આવી વિકટ ક્ષણામાં પણ દ્રોપદીનુ` માનસ પેાતાનુ સંતુલન ગુમાવતું નથી. જ્યારે શ્રીકૃષ્ણ જેવા ધીરપુરુષ પણ અધીર થઇ જાય છે અને અર્જુન જેવા વીર પણ પુત્રવિયેાગમાં વિવ્ળ અને હતાશ ખની જાય છે. દ્રૌપદીનું અન્તસ્ તે દુઃખમય વેળામાં પણ સંતુલિત અને સ્થિર બની રહે છે ને શ્રીકૃષ્ણને કહે છે-આના બદલામાં કૌરવાના પુત્રાને ન મારે એ પ્રમાણેનુ ભારે અજાયબ પમાડે તેવું આ દ્રૌપદીનુ કથન છે. તેના આળાં માનસના એવા તર્ક છે કે પુત્રવધની મહત વેઢનાની અનુભૂતિ માતૃહૃદયજ કરી શકે-પુરુષ હૃદય નહીં. જેવી રીતે હું પુત્રવિયેાગથી પીડિત છું-શું ખીજી માતાએ પણ તે રીતે દુઃખી નહિ થાય ? માતૃહૃદયની મમતાનુ આ નિર્દેશન વિશ્વસાહિત્યનું એક અતિ ઉજજવળ નિદર્શન કહી શકાય. ભગવાન બુદ્ધના તપા જર્જરીત જીવનની રક્ષા કરનારી સુજાતા ઈતિહાસમાં અમર બની ગઇ. સુજાતાના ખીરદાને યુદ્ધને પુનર્જીવન આપ્યું. તે વેળાએ જે ઘટના ઘટી તેથી આજે પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. જે બુદ્ધ યશેાધરાને બંધન સમજી મુકિતની ખેાજમાં નીકળ્યા હતા અને તે જ્યારે તપસ્વી અને જ્ઞાની મની યશેાધરાના રાજમહેલમાં પાછા આવ્યા ત્યારે પણ યશેાધરાના કમળ માનસમાં ન તે કોઇ પ્રકારની ઘૃણા હતી કે ન તે કઇ પ્રકારના વિદ્વેષ હતા. યશેાધરા પેાતાના જીવનના એકમાત્ર આધાર એવા પેાતાના પ્રિય પુત્ર રાહુલને યુદ્ધની ભિક્ષાની ઝોળીમાં સમર્પિત કરી દે છે. અહીં બુદ્ધનું જ્ઞાન અને તપ પરાજિત થઈ જાય છે અને રાજપ્રાસાદમાં બેઠી યશેાધરાના ત્યાગ અનેઉત્સર્ગભાવ વિજયી બની જાય છે. જે આંધનને છોડી મુદ્ધ જંગલમાં પલાયન કરી ગયા હતા તે ધન પણુ યુદ્ધની મુક્તિની અપેક્ષા વધુ સુખદ અને સુન્દર પ્રમાણિત સિદ્ધ થયું. આ જ્ઞાનના ઈંભ ઉપર નિળ શ્રદ્ધાના વિજય હતે. ભગવાન મહાવીરના ધમય શાસનમાં તેમની સમીપે પ્રજિત થઈને રાજકુમારી ચન્તનમાળાએ સંઘની વ્યવસ્થામાં જે મહત્ત્વપૂર્ણ યાગદ્યાન આપ્યુ હતુ તેની યશેાગાથા આજે પણ શ્રમણ સાહિત્યના પૃષ્ઠ ઉપર યંત્ર-તંત્ર ઉપલબ્ધ છે. ચંદનબાળાના ત્યાગ અને ઉત્સર્ગભાવને જોઇને પુરુષના પુરુષત્વને દુભમય અહંકાર શત શત ખંડિત થઈ જાય છે. રાજગૃહીનિવાસી નાગ ગાથાપતિની ધર્મ પત્ની સુલસા ત્યાગી અને તપસ્વી જીવન માટે પણ એક ચુનૈતિરૂપ અનીને ઇતિહાસના પૃષ્ઠમાં ઉપસી છે. પોતાની તપશકિતના અહંકાર કરનાર અખંડ સન્યાસી સુલસાના માનસને ન જીતી શકયા. ભગવાન મહાવીરમાં સુલસાને જે આસ્થા, શ્રદ્ધા અને સમર્પણભાવ સનિહિત હતા, તે અબડ સન્યાસી તેને રચમાત્ર પણ તેના પથથી વિચલિત ન કરી શકયા. નારી જ્યારે પણ કાઈ ઉપર શ્રદ્ધા કરે છે ત્યારે તે સ ંપૂર્ણ હૃદયથી કરે છે. અને જે શ્રદ્ધા સ ંપૂર્ણ હૃયથી કરવામાં આવે છે તેને આજસુધી કાઇ પરાજિત કરી શકયું નથી. મહાવીરના કેટલાય પુરુષભકતે શ્રદ્ધાથી વિચલિત થઈ ગયેલા જણાય છે. પરન્તુ સુલસા અટલ છે, અડગ અને સ્થિર છે. શ્રદ્ધા અને મમતાની દોડમાં નારી સદ્દા નરથી આગળ રહી છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનમાં જે સફળતા ષ્ટિગોચર થાય છે તેની પાછળ પણ કસ્તુરબાની શ્રદ્ધા અને ત્યાગ ઉત્સર્ગની ભાવનાજ મુખ્યપણે રહેલાં છે. કસ્તુરબાએ વખતે વખત ગાંધીજીના જીવનને વળાંક આપવાના જે સફળ પ્રયાસ કર્યા તેના જ પરિપાકરૂપે ગાંધીજીનું વર્તમાન જીવન હતું. નારીજીવનની આ જ વિશેષતા અને ઉદ્યાષ સાથી રહ્યાં છે કે હું પુરુષજીવનને ટાળીશ નહિ પણ સન્માર્ગે વાળીશ. પુરુષ તેાડવામાં વિશ્વાસ કરે છે અને નારી વાળવામાં. પુરુષનુ માનસ વિધ્વંસાત્મક રહ્યું છે અને નારીનું માનસ સદા રચનાત્મક રહ્યું છે. ભલે નારીએ ઈતિહાસ ન લખ્યું ૩૩૬ Jain Education International For Private Personal Use Only તત્ત્વદર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy