________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મુનિશ્રી સતબાલજીએ આચારાંગ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનના અનુવાદે પ્રકાશિત કર્યા છે.
શ્રી પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ-ઘાટકોપર (મુખઈ)થી ૫. શાભાચન્દ્રજી ભારિક્ષના સંપાદકપણામાં શ્રમણી વિદ્યાપીઠમાં અધ્યયન કરનારી મહાસતીજીએ દ્વારા અનુવાતિ આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉપાસકદશાંગ અને વિપાક આ ચાર સૂત્રો પ્રકાશિત થયા છે જે સક્ષેપમાં આગમના મૂળ અને અર્થને સમજવાની દૃષ્ટિએ જિજ્ઞાસુ સાધકો માટે અતીવ ઉપયાગી છે. આ સમિતિ તરફથી ૩૨ આગમા પ્રકાશન કરવાની ચેાજના છે. આના પામઢાતા સ્થા. સમાજના અગ્રણી શ્રી દુર્લભજીભાઈ ખેતાણી છે.
હિન્દી અનુવાદ – પૂજયશ્રી અમેાલકઋષિજીએ ખત્રીસ આગમાને અનુવાદ કરીને મહાન શ્રુતસેવા કરી છે. પૂ. શ્રી આત્મારામજી મહારાજ તેા અનુવાદક અને વ્યાખ્યાકાર બન્ને રહ્યા છે. તેમણે આચારાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, અનુત્તરે પપાતિક, ઉપાસકશાંગ, અનુયગદ્વાર આદિ આગમેના સર્વપ્રિય અનુવાદો કર્યા છે.
આચાર્યશ્રી જવાહરલાલજી મ. ના તત્ત્વાવધાનમાં સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કન્ધ તથા તેની ટીકાના અનુવાદ થયા છે. બીજો શ્રુતસ્કન્ધના મૂળમાત્રને અનુવાદ થયેા છે અને તે ચાર ભાગોમાં પ્રકાશિત થયેલ છે.
પૂજ્યશ્રી હસ્તીમલજી મ. જે દશવૈકાલિક, નન્દી, પ્રશ્નવ્યાકરણ, અંતગડ, કલ્પસૂત્ર આદિ અનેક આગમાના
અનુવાદો કર્યા છે.
પ્રસિદ્ધવકતા સૈાભાગમલજી મ. જે આચારાંગના, શ્રી જ્ઞાનમુનિજીએ વિપાકનેા, મુનિશ્રી કન્ડેયાલાલજી ‘કમલ’ એ સ્થાનાંગ-સમવાયાંગને, શ્રી વિજયમુનિ શાસ્ત્રીએ અનુત્તરાપપાતિકદશાને અનુવાદ કર્યા છે. સેઠિયા જૈન લાયબ્રેરી બીકાનેરથી તથા સંસ્કૃતિરક્ષક સંધ-કૈલાના તરફથી અનેક આગમેના અનુવાદ પ્રકાશિત થયા છે. તેમાં ભગવતીસૂત્રનુ સંપાદન સુદર થયેલ છે.
આચાર્યશ્રી તુલસીના નેતૃત્વમાં મુનિશ્રી નથમલજી દ્વારા સ ંપાદિત દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સ્થાનાંગ આદિ અનેક અગમે તુલનાત્મક દૃષ્ટિએ સાનુવાદ પ્રકાશિત થયા છે અને ‘અંગસુાણિ’ના ત્રણ ભાગમાં મૂળ ૧૧ અંગે પ્રગટ કર્યા છે.
ઉપાધ્યાય કવિશ્રી અમરચંદ્રજી મ.નું શ્રમણુસૂત્રભાષ્ય અને સામાયિકસૂત્રભાષ્ય પણ મહત્ત્વપૂર્ણ છે.
દશાશ્રુતસ્કન્ધનું ૮ મુ` અધ્યયન ‘કલ્પસૂત્ર' ઉપર વિશિષ્ટ વિવેચન તથા સંપાદન મેં (દેવેન્દ્રમુનિજીએ) પણ કર્યું" છે જે અમર જૈન આગમ શેાધસ ંસ્થાન-ગઢસિવાનાથી પ્રકાશિત થયેલ છે અને તેને ગુજરાતી અનુવાદ સુધર્મા જ્ઞાનમન્દિર કાંદાવાડી, મુંબઇ દ્વારા પ્રકાશિત થયેલ છે.
આ પ્રમાણે વખતેવખત યુગને અનુરૂપ આગમ સાહિત્ય ઉપર વિરાટ સાહિત્ય નિર્મિત થયું છે, જે આગમ સાહિત્યના ગુરુગંભીર રહસ્યને સમજવામાં સહાયભૂત થાય છે.
આગમ અને વ્યાખ્યા સાહિત્યનું આ સંક્ષેપમાં રેખાચિત્ર દેર્યુ છે તેની આ એક આંખી છે. પ્રબુદ્ધ વાંચકાને આથી જ્ઞાત થશે કે આગમ સાહિત્ય અને તેનું વ્યાખ્યા-સાહિત્ય કેટલું વિશાળ અને વિરાટ છે. આજે જરૂર છે તેના અનુશીલન અને પીિલનની આગમ સાહિત્ય સાગરનું જેટલુ મંથન કરવામાં આવશે તેટલાં જ દિવ્યરત્ના તેમાંથી પ્રગટ થશે.
☆
ઉપસંહાર
આગમ સાહિત્ય અત્યન્ત વિશાળ છે. તેમાં પ્રસંગાનુસાર અનેકવિધ વિષયેાની ચર્ચાવિચારણા કરવામાં આવી છે. તેમાં માત્ર ધર્મ, દર્શન, આચાર-વિચારની જ ચર્ચાએ નથી પરંતુ સાંસ્કૃતિક, ઐતિહાસિક, સામાજિક વગેરે અનેક જીવને પયેગી વિષયાની ચર્ચાએ છે. તથાપિ કેટલ.ક આગમે એવા છે કે જેમાં એક જ વિષયની પ્રમુખતા છે. પ્રસંગાનુસાર અન્ય વિષા પણ આવ્યા છે પરંતુ તે ગૌણુરૂપે અને તે તે વિષયની પુષ્ટિ કરવા માટે જ
આવ્યા છે.
આગમસાર દાહન
Jain Education International
For Private Personal Use Only
૩૨૯ www.jainelibrary.org