________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિએ નિશીથ (૨૦ મો ઉદ્દેશક), શ્રમણોપાસક – પ્રતિક્રમણ (આવશ્યક), નન્દી, જિતકલ્પ, નિરયાવલિકાદિ પાંચ ઉપાંગે ઉપર ટીકા ઓ લખી છે.
સિદ્ધસેનસૂરિએ જિતકલ્પ બૃહત્ ચૂર્ણિ ઉપર વિષપદ વ્યાખ્યા નામની ટકા લખી છે.
માણિજ્ય શેખરસૂરિએ આવશ્યક નિર્યુક્તિ દીપિકા, ઉત્તરાધ્યયન દીપિકા, દશવૈકાલિક નિર્યુકિત, પિંડનિર્યુકિતદીપિકા, ઓઘનિર્યુકિતદીપિકા વગેરે અનેક વૃત્તિ લખી છે.
અજિતદેવસૂરિએ આચારાંગદીપિકા, ભાવવિજયે ઉત્તરાધ્યયન વ્યાખ્યા, સમયસુન્દરે દશવૈકાલિક દીપિકા તથા કલ્પસૂત્રકલ્પલતા જ્ઞાનવિમલસૂરિએ પ્રશ્નવ્યાકરણ-સુખબોધિકાવૃત્તિ, લક્ષ્મીવલભે ઉત્તરાધ્યયનદીપિકા, કલ્પદ્રુમકલિકા, દાનશેખરસૂરિએ ભગવતી-વિશેષપદ વ્યાખ્યા, સંઘવિજયગણીએ કલ્પસૂત્ર-કલ્પપ્રદીપિકા, ઉપાધ્યાય વિનયવિજ્યજીએ કહપસૂત્ર-સુબોધિકા આદિ અનેક આચાર્યોએ આગ ઉપર ટીકાઓ લખી છે. પરંતુ અહીં તે બધાનું વર્ણન કરવું સંભવિત નથી.
સ્થા. પં. રત્ન પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે પણ ૩૨ આગમ ઉપર સંસ્કૃત ટીકાઓ લખીને આગમ સાહિત્યની અપૂર્વ સેવા કરી છે.
આગમ સાહિત્ય ઉપર જે વિરાટ ટીકા-સાહિત્ય લખાયેલ છે તેમાં, આગમમાં રહેલા ગૂઢ તનું ઉદ્ઘાટન કરવાની સાથે આચારશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ચગશાસ, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ, ખગે ળ
, ચગશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ, ખગે ળ, રાજનીતિ, ઇતિહાસ, ચરિત્ર, ધર્મ અને સંસ્કૃતિ વગેરે અનેક વિષયનું પ્રસંગોપાત નિરૂપણ છે. લેકભાષામાં રચિત વ્યાખ્યાઓ
સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ટીકાઓની સંખ્યા ઘણી વધી જવા છતાં અને તે ટીકાઓની દાર્શનિક ચર્ચાઓ ચરમ સીમાએ પહોંચી જવા છતાં પણ આ ભાષાએથી અનભિજ્ઞ જનસાધારણ માટે તે સમજવું ઘણું કઠણ થઈ પડયું; ત્યારે જનહિતની દષ્ટિએ આગમના શબ્દાર્થ કરનારી સંક્ષિપ્ત ટીકાઓ બનાવવામાં આવી અને તે પણ લોકભાષામાં સરળ અને સુબેધશૈલીમાં લખાણી. પરિણામે રાજસ્થાની મિશ્રિત પ્રાચીન ગુજરાતી, જેને અપભ્રંશ કહેવાય છે, તેમાં પાર્વચન્દ્રગણીએ (વિ. સં. ૧૫૭૨) માં આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ ઉપર બાલાવબોધની રચના કરી. ૧૮મી શતાબ્દિમાં સ્થાનકવાસી આચાર્ય મુનિશ્રી ધર્મસિંહજીએ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જીવાભિગમ, પ્રજ્ઞાપના, ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ આગમોને છેડી શેષ સ્થાનકવાસી સમ્મત ૨૭ આગામે ઉપર બાલાવબોધ ટમ્બા લખ્યા. ધર્મસિંહજી મ. ના ટમ્બા મળસ્પશી અને અર્થને સ્પષ્ટ કરનારા છે. આ ટખ્ય સાધારણ જિજ્ઞાસુ વ્યકિતઓને આગમોના અર્થ સમજવામાં અતીવ ઉપયોગી સિદ્ધ થયા, પરંતુ હજી સુધી એક પણ ટમ્બે પ્રકાશિત થયેલ નથી.
ટખ્યા પછી અનુવાદયુગનો પ્રારંભ થશે. મુખ્યતાએ વર્તમાનમાં આગમ સાહિત્યને અનુવાદ ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ થાય છે. (૧) અંગ્રેજી (૨) ગુજરાતી અને (૩) હિન્દી.
અંગ્રેજી અનુવાદ – જર્મન વિદ્વાન્ ડો. હર્મન જેકેબીએ આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને કલ્પસૂત્ર આ ચાર આગમને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. કલ્પસૂત્ર અને આચારાંગ ઉપર તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ છે. અત્યંકરે દશવૈકાલિકને અંગ્રેજી અનુવાદ કર્યો છે. તે સિવાય ઉપાસદશાંગ, અન્તકૃદશા, અનુત્તરપપાતિકદશા, વિપાક અને નિયાવલિકા સૂત્રના અંગ્રેજી અનુવાદ પણ થઈ ચુક્યા છે.
ગુજરાતી અનુવાદ – આગમસાહિત્ય વિશારદ પં. બેચરદાસજીએ ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર, રાજપ્રશ્નીયસૂત્ર, જ્ઞાતાસૂત્ર અને ઉપાસકદશા સૂત્રના અનુવાદે પ્રકાશિત કર્યો છે. તેમના ઉપર ટિપ્પણે પણ લખી છે. જીવાભાઈ પટેલે પણ આગના સટિપ્પણ અનુવાદ પ્રકાશિત કર્યા છે.
પં. દલસુખભાઈ માલવણિયાએ સ્થાનાંગ સમવાયાંગને સંયુક્ત અનુવાદ પ્રકાશિત કર્યો છે. આમાં અનેક જગ્યાએ મહત્વપૂર્ણ ટિપ્પણુ આપેલ છે.
૩૨૮ Jain Education International
તવદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only