________________
પૂશ્વ ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ ગંભીર ભાવોનું વિવેચન છે. ચૂર્ણિ-સાહિત્યમાં ગૂઢભાવને લેકકથાઓના આધારે સમજાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે ટીકાસાહિત્યમાં આગમોનું દાર્શનિક દષ્ટિએ વિલેષણ છે. ટીકાકારોએ પ્રાચીન નિર્યુકિત, ભાષ્ય અને ચૂર્ણિસાહિત્યને પિતાની ટીકાઓમાં પ્રયોગ તો કર્યો જ છે, પરંતુ સાથોસાથ નવા-નવા હેતુઓ વડે તેમને તેથી પણ વધુ પુષ્ટ કરેલ છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત અને પ્રકારની ટકાઓ નિર્મિત થઈ છે. ટીકાઓ માટે આચાર્યોએ વિવિધ નામોનો પ્રયોગ કર્યો છે. જેમ કે- ટીકા, વૃત્તિ, નિવૃત્તિ, વિવરણ, વિવેચન, વ્યાખ્યા, વાર્તિક, દીપિકા, અવચૂરિ, અવચર્ણિ પંજિકા, ટિપ્પણ, ટિપ્પનક, પર્યાય, સ્તબક, પીઠિકા, અક્ષરાર્થ વિ.
સંસ્કૃત ટીકાકારોમાં આચાર્ય હરિભદ્રનું નામ સર્વપ્રથમ આવે છે. તેમણે ચૂર્ણિસાહિત્યના આધારે ટીકાઓ રચી. આવશ્યક, દશવૈકાલિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નન્દી, અનુગદ્વાર અને પિંડનિર્યુકિત ઉપર ટીકાઓ લખી. પિંડનિર્યુકિત ઉપરની અપૂર્ણ ટકા વીરાચાર્યે પૂર્ણ કરી હતી. આચાર્ય હરિભદ્રનું સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષાઓ ઉપર અસાધારણ પ્રભુત્વ હતું. તેમને સમય વિ. સં. ૭૫૭ થી ૮૨૭ સુધી માનવામાં આવે છે.
હરિભદ્ર પછી આચાર્ય શીલાંક આગમોના પ્રસિદ્ધ ટીકાકાર છે. આચારાંગાદિ નવ અંગો ઉપર તેમણે ટીકાઓ લખી હતી પરંતુ વર્તમાનમાં માત્ર તેમણે કરેલ આચારાંગ અને સૂત્રકૃતાંગની ટીકાઓ ઉપલબ્ધ છે. તેમના ભાવની ગંભીરતા સાથે ભાષાની પ્રાંજલતા વાંચકોના દિલને મોહી લે છે. તેઓ વિક્રમની નવમી-દશમી શતાબ્દિમાં વિદ્યમાન હતા.
વાદિવેતાલ શાન્તિસૂરિકૃત ઉત્તરાધ્યયનની શિહિતાવૃત્તિ એક પ્રસિદ્ધ ટીકા છે. આ “પાઈએ' ટીકાના નામથી પણ પ્રસિદ્ધ છે, કારણ કે આમાં પ્રાકૃત ભાષાના કથાનક અને ઉધરણેની બહુલતા છે. ભાષા તેમજ શૈલી બધી દષ્ટિએ આ ટીકા ઉત્તમ છે. તેઓ વિ. સં. ૧૦૯૬ માં સ્વર્ગસ્થ થયા હતા.
અભયદેવસૂરિ નવાંગી વૃત્તિકારના રૂપમાં પ્રસિદ્ધ છે. તેમણે (૧) સ્થાનાંગ (૨) સમવાયાંગ (૩) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૪) જ્ઞાતાધર્મકથા (૫) ઉપાસકદશા (૬) અંતકૃદશા (૭) અનુત્તરીપાતિક (૮) પ્રશ્નવ્યાકરણ (૯) વિપાક અને (૧૦)
પપાતિક ઉપાંગે ઉપર ટીકાઓ લખી છે. તેમની આ ટીકાઓ સંક્ષિપ્ત અને શબ્દાર્થપ્રધાન હોવા છતાં વસ્તવિવેચનની દષ્ટિએ ઘણી ઉપયોગી છે.
સંરકત ટીકાકારોમાં મલયગિરી આચાર્યનું પણ વિશિષ્ટ સ્થાન છે. જેમ વૈદિક પરંપરામાં વાચસ્પતિ મિશ્ર ષદર્શને ઉપર મહત્વપૂર્ણ ટીકાઓ લખીને આદર્શ ઉપસ્થિત કર્યો છે તેવીજ રીતે જૈન સાહિત્યમાં આચાર્ય મલયગિરીએ પ્રાંજલ ભાષામાં અને પ્રૌઢશૈલીમાં ભાવપૂર્ણ ટીકાઓ લખીને આદર્શ ઉપસ્થિત કર્યો છે. તેઓ દર્શનશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. તેમનામાં આગમના ગંભીર રહસ્યને તક પૂર્ણ શૈલી વડે ઉપસ્થિત કરવાની અદ્દભુત ક્ષમતા તેમજ કળા હતી. તેઓ કળિકાળસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના સમકાલીન હતા. તેથી તેમને સમય વિ. સં. ૧૧૫૦ થી ૧૨૫૦ ની આસપાસ છે. તેમણે નિમ્નકત આગમ ઉપર ટીકાઓ લખી જે આજે પણ ઉપલબ્ધ છે.
(૧) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-દ્વિતીયશતકવૃત્તિ (૨) રાજપક્ષીય ટીકા (૩) જીવાભિગમ ટીકા (૪) પ્રજ્ઞાપના ટીકા (૫) ચન્દ્રપ્રજ્ઞપ્તિ ટીકા (૬) સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા (૭) નન્દી ટીકા (૮) વ્યવહારવૃત્તિ (૯) બૃહત્કvપીઠિકાવૃત્તિ (૧૦) આવશ્યકવૃત્તિ (૧૧) પિંડનિર્યુકિત ટીકા (૧૨) તિબ્બરંડક ટીકા.
નિમ્નકત ટીકાઓ અપ્રાપ્ય છે. (૧) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા (૨) ઘનિર્યુકિત ટીકા (૩) વિશેષાવશ્યક ટીકા. આ સિવાય અન્ય સાત ગ્રન્થ ઉપર પણ તેમની ટીકાઓ છે.
મલધારી હેમચન્દ્રસૂરિ પણ એક પ્રસિદ્ધ ટીકાકાર છે. તેઓ મલધારી અભયદેવસૂરિના શિષ્ય હતા. તેમણે (૧) આવશ્યક ટિપ્પણ (૨) અનુગદ્વાર વૃત્તિ (૩) નન્દી ટિપ્પણ અને (૪) વિશેષાવશ્યક ભાષ્ય-બૃહદ્રવૃત્તિ વગેરેની રચનાઓ કરી છે.
નેમિચન્દ્રસૂરિએ, જેમનું અપરનામ દેવેન્દ્રગણું છે, તેમણે વિ. સં. ૧૧૨૯માં ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર સુખબેધાવૃત્તિ લખી છે.
આગમસાર દેહન
૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org