________________
'પૂજ્ય ગુરૂદવું કવિવય પં. નાનશ્ચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ પશ્વ ગવ વિધSની નર કરી
બીજા સંઘદાસગણી ક્ષમાશ્રમણ, ત્રીજા વ્યવહારભાષ્યના રચયિતા અને ચોથા બૃહત્કપના બૂડદુભાષ્ય વિ. ના પ્રણેતા છેલ્લા બે નામોનો તે હજી સુધી પતે મળી શકશે નથી. ભાષા સાહિત્યમાં ઇતિહાસ, સંસ્કૃતિદર્શન વિ. ની વિપુલ સામગ્રી યત્ર-તત્ર વેરવિખેર પડી છે. આજે જરૂર છે તેના પર્યવેક્ષણ અને અનુસંધાન કરવાની. ચૂણિયો- નિર્યુકિતસાહિત્ય અને ભાષ્ય સાહિત્યના નિર્માણ પછી જૈનાચાર્યોના અન્યમનસમાં આગમો ઉપર ગદ્યાત્મક વ્યાખ્યા સાહિત્ય લખવાની ભાવના ઉદ્દભુત થઈ. તેમણે શુદ્ધ પ્રાકૃતમાં અને સંસ્કૃત-મિશ્રિત પ્રાકૃતમાં વ્યાખ્યાઓનું નિર્માણ કર્યું કે જે આજે ચૂર્ણિ સાહિત્યના નામથી વિદ્યુત છે. કેટલીક ચૂર્ણિયે આગમેતર સાહિત્ય ઉપર પણ લખાઈ છે પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ તે આગમની ચૂર્ણિની અપેક્ષા અલ્પ છે. જેમકે કર્મ-પ્રકૃતિ, શતક વગેરેની ચૂણિ. નિર્યુકિત અને ભાગ્યની જેમ ચૂર્ણિ પણ બધા આગમ ઉપર લખાઈ નથી. નિમ્નતિ આગમે ઉપર ચૂર્ણિ લખાઈ છે.– ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), ૪. જીવાભિગમ, ૫. નિશીથ, ૬. મહાનિશીથ, ૭. વ્યવહાર, ૮. દશાશ્રુતસ્કંધ, ૯, બૃહત્ક૯૫, ૧૦. પંચકલ્પ. ૧૧. ઓઘનિર્યુકિત, ૧૨. જિતક૬૫, ૧૩. ઉત્તરાધ્યયન, ૧૪. આવશ્યક, ૧૫. દશવૈકાલિક, ૧૬. નન્દી, ૧૭. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ.
નિશીથ અને જિતકલપ ઉપર બબ્બે ચૂર્ણિ બનાવવામાં આવી હતી, પરન્ત વર્તમાનમાં અને ઉપર એક-એક ચણુિં જ ઉપલબ્ધ છે. અનુગદ્વાર, બૃહક૯૫ અને દશવૈકાલિક ઉપર અખે ચૂર્ણિો અત્યારે પણ વિદ્યમાન છે. ચૂર્ણિ-સાહિત્યના નિર્માતાઓમાં જિનદાસગણી મહત્તરનું મૂર્ધન્ય સ્થાન છે. વિજ્ઞાના અભિમતાનુસાર જિનદાસગણી મહારને સમય વિ. સં. ૬૫૦ અને ૭૫૦ની મધ્યનો માનવો જોઈએ. તેમણે કેટલી ચણિયે લખી તે હજી સુધી પૂર્ણ રીતે નિશ્ચિત થઈ શકયું નથી; તથાપિ પરંપરા અનુસાર તેમની નીચે પ્રમાણે ચુર્ણિ માનવામાં આવે છે. (૧) નિશીથ વિશેષચૂર્ણિ (૨) નન્દીચૂર્ણિ, (૩) અનુગદ્વારચુર્ણિ, (૪) આવશ્યકચૂર્ણિ, (૫) દશવૈકાલિકર્ણિ, (૬) ઉત્તરાધ્યયનચુર્ણિ અને (૭) સૂત્રકૃતાંગચૂર્ણિ
જિતકલ્પચૂર્ણિ જે અત્યારે અપ્રાપ્ય છે તેના રચયિતા સિધસેનસૂરિ છે. પરંતુ આ સિદ્ધસેન સિધસેન દિવાકરથી ભિન્ન છે. પં. દલસુખભાઈ માલવણિયાના અભિમતાનુસાર આચાર્ય જિનભદ્રકૃત બૃહત્ ક્ષેત્રસમાસના વૃત્તિકાર સિધનસૂરિજ પ્રસ્તુત ચૂર્ણિના કર્તા છે.
બૃહત્કપર્ણિના રચયિતા પ્રલમ્બસૂરિ છે. તેઓ વિ. સં. ૧૩૩૪ થી પૂર્વે થયાનું મનાય છે. - દશવૈકાલિક સૂત્ર ઉપર અગત્યસિંહ સ્થવિરની ચૂણિ પણ પ્રાપ્ત છે. તેમના સમયના સંબંધમાં વિસોમાં એક મત નથી. અન્ય ચૂર્ણિકારોના નામ હજી સુધી જ્ઞાત થઈ શક્યા નથી. ભાષાની દૃષ્ટિએ નન્દીચૂર્ણિ, અનુગદ્વારચૂર્ણિ, દશવૈકાલિકચૂર્ણિ (જિનદાસ), ઉત્તરાધ્યયનચૂર્ણિ, આચારાંગચૂણિ, સૂત્રકૃતાંગચૂર્ણિ, નિશીથવિશેષચૂર્ણિ, દશાશ્રુતસ્કલ્પચૂર્ણિ અને બૃહત્કલ્પચૂર્ણિ. આ બધી ચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત ભાષામાં રચિત છે. પરંતુ તેમાં સંસ્કૃત ઓછું અને પ્રાકૃત વધારે છે.
આવશ્યકચૂર્ણિ, દશવૈકાલિકર્ણિ (અગત્યસિંહ) અને જિતકલ્પણિ (સિદ્ધસેન) આ ચૂર્ણિ પ્રાકૃત ભાષામાં નિર્મિત છે. ચૂર્ણિની ભાષા સરળ અને સુબોધ છે. આ ચૂર્ણિમાં સાંસ્કૃતિક સામગ્રી ભરપૂર ભરેલી છે. સંસ્કૃત ટીકાઓ
મૂળ આગમ, નિર્યુકિત અને ભાષ્ય-સાહિત્ય પ્રાકૃત ભાષામાં નિમિત છે. ચૂર્ણિસાહિત્યમાં પ્રધાનપણે પ્રાકૃતભાષા છે પરંતુ ગૌણરૂપથી સંસ્કૃતભાષાનો પણ પ્રયોગ થયો છે. ત્યારબાદ સંસ્કૃત ટીકાઓને યુગ આવ્યો. આ યુગ જેનસાહિત્યમાં સુવર્ણયુગ કહેવા. આ યુગમાં આગ ઉપર તો ટીકાઓ લખાણી પરંતુ નિર્યુક્તિ, ભાખ્યો અને ટીકાઓ ઉપર પણ ટીકાઓ રચાણી.
નિર્યુક્તિ સાહિત્યમાં આગમના શબ્દોની વ્યાખ્યા તથા વ્યુત્પત્તિ છે. ભાષ્યસાહિત્યમાં વિસ્તારથી આગના
૩૨૬
તવદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org