________________
પૂજ્ય ગુરૂદેવ,કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ભદ્રબાહુરચિત દસ નિક્તિોમાંથી સૂર્ય પ્રજ્ઞપ્તિ અને અષિભાષિતની નિર્યુક્તિએ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. એ નિર્યુકિત, પિંડ નિર્યુકિત, પંચકહ૫ નિર્યુકિત અને નિશીથ નિતિ અનુક્રમે આવશ્યક નિર્યુક્તિ, દશવૈકાલિક નિર્યુકિત, બૃહત્કઃ૫ નિયુકિત અને આચારાંગ નિતિની પૂર્તિરૂપે છે. સંસકત નિર્યુકિત એ કઈ પાછળના આચાર્યની રચના ગોવિન્દ્રાચાર્ય દ્વારા રચિત ગેવિન્દ નિર્યુકિત પણ અપ્રાપ્ય છે.
ભદ્રબાહુએ જૈન પરંપરામાં પ્રચલિત અનેક મહત્વપૂર્ણ પારિભાષિક શબ્દની સુસ્પષ્ટ વ્યાખ્યા પિતાની નિર્યુકિતમાં કરીને જૈનસાહિત્યની ભારે ગેરવવૃદ્ધિ કરી છે. ત્યારપછી થનાર ભાષ્યકાર અને ટીકાકારોએ પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપથી નિર્યુકિતના આધારે પોતાની રચના કરી છે. જો કે નિકિતકારનું એકમાત્ર લક્ષ્ય આગમના નિગૂઢભાને સ્પષ્ટ કરવાનું જ રહ્યું છે, તથાપિ પ્રસંગોપાત આમાં ધર્મ, દર્શન, સંસ્કૃતિ, સમાજ, ઈતિહાસ વગેરે વિવિધ વિષયોનું ઘણું સુન્દર વિવેચન પણ કરેલ છે. ભાષ્ય
નિયુક્તિમાં મુખ્યપણે પારિભાષિક શબ્દની વ્યાખ્યા છે. તેમની શૈલી અન્યન્ત સંક્ષિપ્ત અને કિલષ્ટ છે. ખાસશૈલીનો અભાવ હોવાથી તે દુર્ગમ બની ગઈ છે તેથી અન્ય વ્યાખ્યાઓના અભાવમાં તેને સરળતાથી સમજી શકાય તેમ નથી. આથી નિર્યુકિતના ગંભીર રહસ્યનું. સમુદઘાટન કરવા માટે વિસ્તૃત વ્યાખ્યા સાહિત્યની આવશ્યકતા ઊભી થઈ અને તેની પ્રતિ આચાર્યોએ ભાષ્યના રૂપમાં કરી છે. આ પ્રમાણે નિર્યુકિત સાહિત્યને આધાર બનાવી અથવા સ્વતંત્રરૂપથી પ્રાકૃત ભાષામાં પધાત્મક જે વ્યાખ્યાઓ લખવામાં આવી તે ભાષ્યના નામથી ઓળખાઈ. જેમ પ્રત્યેક આગમ ઉપર નિર્યુકિત નથી તેમ ભાષ્ય પણ પ્રત્યેક આગમ ઉપર નથી. વર્તમાનમાં નિમ્નકત આગમ ગ્રન્થ ઉપર ભાષ્ય ઉપલબ્ધ છે.
(૧) આવશ્યકભાષ્ય (૨) દશવૈકાલિક ભાષ્ય (૩) ઉત્તરાધ્યયન ભાષ્ય (૪) બૃહત્ક૫ ભાષ્ય (૫) પંચકલ્પ ભાખ્ય (૬) વ્યવહાર ભાષ્ય (૭) નિશીથ ભાષ્ય (૮) જીતક૯પ ભાષ્ય (૯) ઘનિર્યુક્તિ ભાષ્ય (૧૦) પિડનિર્યુકિત ભાષ્ય.
આવશ્યકસૂત્ર ઉપર ત્રણ ભાષ્ય ઉપલબ્ધ છે. (૧) મૂલ્યભાષ્ય (૨) ભાષ્ય અને (૩) વિશેષાવશ્યક ભાષ્ય બે ભાષ્ય અત્યન્ત લઘુ છે. અને તેમની અનેક ગાથાઓ વિશેષાવશ્યક ભાષ્યમાં ભળી ગઈ છે તેથી વિશેષાવશ્યક ભાષ્ય ત્રણે ભાષ્યનું સમ્મિલિતરૂપ છે. આ વર્તમાનમાં ઉપલબ્ધ અને પ્રકાશિત છે. આ ભાગ્ય પણ સંપૂર્ણ આવશ્યકસૂત્ર ઉપર થયેલ નથી પરંતુ માત્ર પહેલા અધ્યયન સામાયિક આવશ્યક ઉપર જ છે. એક અધ્યયન હોવા છતાં ઘણ આમાં ૩૬૦૭ ગાથાઓ છે. દશવૈકાલિક ભાષ્યમાં ૬૩ ગાથાઓ છે. ઉત્તરાધ્યયન ભાષ્ય પણું ઘણું જ સંક્ષેપમાં છે તેમાં માત્ર ૪૫ ગાથાઓ છે. બૃહકલ્પ ઉપર બે ભાગ્ય છે– એક બૃહત્કાળ્યું અને બીજું લઘુભાષ્ય બૃહભાષ્યમાં સંપૂર્ણ પ્રાપ્ય નથી. લઘુભાષ્યમાં ૬૪૯૦ ગાથાઓ છે. પંચક૯૫ભાષ્યમાં ૨૫૭૪ ગાથાઓ છે. વ્યવહારભાષ્યમાં ૪૬૨૯ ગાથાઓ છે. નિશીથભાષ્યમાં લગભગ ૬૫૦૦ ગાથાઓ છે. છતઃ૫ ભાગ્યમાં ૨૬૦૬ ગાથાઓ છે. ઘનિર્યુકિત ઉપર પણ બે ભાવ્યું છે. એક લઘુ અને બીજ મહાભાષ્ય. લધુમાં ૩૨૨ ગાથાઓ અને મહાભાષ્યમાં ૨૫૧૭ ગાથાઓ છે. પિંડનિર્યુકિત ભાષ્યમાં ૪૬ ગાથાઓ છે.
વિશેષાવશ્યક ભાષ્ય અને જિતકલ્પ ભાષ્ય-બને ભાષ્ય આચાર્ય જિનભદ્ર દ્વારા વિરચિત છે. વિશેષાવશ્યક ભાષ્યમાં જૈનાગોમાં વર્ણિત જ્ઞાનવાદ, પ્રમાણુશાસ્ત્ર, આચાર, નીતિ, સ્યાદવાદ, નયવાદ, કર્મવાદ વગેરે દાર્શનિક માન્યતાઓનું તુલનાત્મક દ્રષ્ટિએ જેવું તર્ક યુકત નિરૂપણ કરવામાં આવ્યું છે તેવું અન્યત્ર દુર્લભ છે. જેનાગમના રહસ્યને સમજવા માટે આ ભાષ્ય અત્યન્ત મહત્વપૂર્ણ છે. આ ભાષ્ય નથી પણ ખરી રીતે મહાભાષ્ય છે.
બૃહત્ક૯૫લઘુભાષ્ય અને પંચકહ૫ મહાભાષ્ય આ બન્ને ભાળ્યોના નિર્માતા સંઘરાસગણી છે. વસુદેવહિંડી પ્રથમ ખંડના રચયિતા સંઘદાસગણીથી આ જહા મનાય છે. તેઓ “વાચક પદથી અલંકૃત છે તો ભાષ્ય રચયિતા સંઘદાસગણી ‘ક્ષમાશ્રમણ’ પદથી વિભૂષિત છે. તે સિવાય બીજ ભાષ્યકારો પણ થયા છે કે જેમણે વ્યવહારભાષ્ય વિ. રચ્યા છે
પુણ્યવિજયજીના અભિમતાનુસાર ઓછામાં ઓછા ચાર આગમિક ભાષ્યકારો થયા છે. પ્રથમ જિનભદ્રક્ષમાશ્રમણ
આગમસાર દેહન
૩૨૫ www.jainelibrary.org
Jain Education Interational
For Private & Personal Use Only