________________
~-~
~
=
==
=
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આવશ્યકથી જેમ આધ્યામિક શુદ્ધિ થાય છે તેમ લૌકિક જીવનમાં પણ સમતા, નમ્રતા, ક્ષમાભાવ વગેરે સદગુણોની વૃદ્ધિ થવાથી આનંદના નિર્મળ ઝરણું વહેવા લાગે છે.
વ્યાખ્યા સાહિત્ય અગમનું વ્યાખ્યા સાહિત્ય ઘણું વિશાળ છે. તે સંપૂર્ણ વ્યાખ્યા સાહિત્યને પાંચ ભાગમાં વિભકત કરી શકાય છે. (૧) નિકિતએ (૨) ભાળે (૩) ચૂર્ણ (૪) સંસ્કૃત ટીકાઓ (૫) લેમ્ભાષામાં રચિત વ્યાખ્યાઓ. નિર્યુકિતઓ -
પ્રાકૃત ભાષામાં આગની જે પદ્યમાં ટીકાઓ રચવામાં આવી છે તે નિકિતઓ ભાષ્યરૂપે ઓળખાય છે. નિર્યુકિતઓમાં પ્રત્યેક પદની વ્યાખ્યા કરી નથી પરંતુ મુખ્યપણે પારિભાષિક શબ્દ ઉપર જ પ્રકાશ પાડયો છે. આગમના કથિત અર્થો જેમાં ઉપનિબદ્ધ હોય તે નિર્યુકિત છે. અર્થાત્ સૂત્રમાં કથિત નિશ્ચિત અર્થને સ્પષ્ટ કરે તે નિર્યુકિત છે. ર નિર્યુક્તિઓની વ્યાખ્યાનશૈલી નિક્ષેપપદ્ધતિના રૂપમાં રહી છે. આ શૈલીનું પ્રથમ દર્શન આપણને અનુગદ્વારમાં થાય છે. આ શૈલીમાં કઈ પદના જેટલા સંભવિત અર્થે હોય તેટલા કર્યા પછી તેમાંથી અપ્રસ્તુત અર્થોને નિષેધ કરી પ્રસ્તુત અર્થને જ ગ્રહણ કરવામાં આવે છે. જેનન્યાયની પણ આ પદ્ધતિ છે. નિર્યુકિતકાર ભદ્રબાહુએ નિર્યુકિત માટે આ જ પદ્ધતિને પ્રશસ્ત માનેલ છે. તેમણે નિર્યુકિતનું પ્રયોજન સ્પષ્ટ કરતાં કહ્યું છે કે એક જ શબ્દના અનેક અર્થો થાય છે. કયે અર્થ કયા પ્રસંગે ઘટાવા, શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશમાં કયો અર્થ કયા શખથી સંબંધિત છે વગેરે બાબતોને લક્ષ્યમાં રાખી અર્થને સમ્યક પ્રકારે નિર્ણય કરે અને તે અર્થને મૂળ સૂત્રના શબ્દોની સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિયુકિતનું કાર્ય છે.
જેમ વૈદિક પારિભાષિક શબ્દની વ્યાખ્યા કરવા માટે મહર્ષિ યાસ્કે નિઘંટુ ભાષ્યરૂપ નિરુક્ત લખેલ છે તેમ જેનામેના પારિભાષિક શબ્દની વ્યાખ્યા કરવા માટે બીજા આચાર્ય ભદ્રબાહુએ નિર્યુકિતઓ રચી. જેમ મહર્ષિ યાકે નિરૂકતમાં સર્વપ્રથમ નિરુક્ત ઉપદઘાત લખેલ છે તેમ નિર્યુક્તિઓની પૂર્વે ઉપદ્યાત છે.
નિર્યુક્તિકાર ભદ્રબાહ શ્રુતકેવલી તથા છેદ સૂત્રકાર ભદ્રબાહુથી ભિન્ન છે. કારણ કે નિર્યુકિતકાર ભદ્રબાહુએ અનેક જગ્યાએ છેદસૂત્રકાર શ્રુતકેવલી ભદ્રબાહુને નમસ્કાર કર્યા છે. નિર્યુકિતકાર ભદ્રબાહુને પ્રસિદ્ધ તિવિંદ વરાહમિહિરના ભાઈ માનવામાં આવે છે. ભદ્રબાહ નૈમિત્તિક અને મંત્રવિદ્યાવિશારદ હતા. ઉપસર્ગહરસ્તંત્ર અને ભદ્રબાહુસંહિતા તેમણે જ રચ્યા છે. તેમણે દશ નિકિતઓ લખી હતી.'
(૧) આવશ્યક નિર્યુકિત (૨) દશવૈકાલિક નિર્યુકિત (૩) ઉત્તરાધ્યયન નિર્યુક્તિ (૪) આચારાંગ નિર્યુકિત (૫) સૂત્રકૃતાંગ નિર્યુકિત (૬) દશાશ્રુતસ્કન્ધ નિર્યુક્તિ (૭) બૃહત્કલ્પ નિર્યુકિત (૮) વ્યવહાર નિર્યુક્તિ (૯) સૂર્યપ્રકૃતિ નિર્યુકિત (૧૦) ઋષિભાષિત નિર્યુકિત.
ભદ્રબાહુ નિર્મિત નિર્યુકિતઓને રચનાક્રમ તેજ છે જે ઉપર બતાવ્યો છે, કારણ કે તેમણે આવશ્યક નિર્યુકિતમાં આજ પ્રમાણે સંકલ્પ કર્યો છે. નિકિતમાં જે નામ અને વિષય વિ. આવેલ છે તે પણ આ તને પ્રગટ કરે છે.
ણિજજતા તે અત્થા જે બદ્ધા તેણ હોઇ જિજતી ! નિકતાનામેવ સૂત્રાથનાં યુકિત: પરિપાટયા યોજનમ
- આચાર્ય હરિભદ્ર આવશ્યક નિયુકિત ગા. ૮૮. વંદામિ ભદ્રબાહું પાઇણે ચરિય સગલ સુચનાણિ સુસ્સ કારગમિસિં દસાસુ કપે ય વહારે ||
- દશાશ્રુત સ્કન્ધ નિર્યુકિત, પાન ૧ (ખ) તેણે ભગવતા આયારપકM - દસા કમ્પ - વવહારા વ નવમ પુત્વની ભૂતા નિજજઢા
- પંચકલપચૂણિ આવશ્યક નિકિત ગા. ૭૯ - ૮૬. ગણધરવાદ પ્રસ્તાવના પૃ. ૧૫-૧૬,
: ૩૨૪ Jain Education International
તવદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only