________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આચારાંગ, દશવૈકાલિકમાં મુખ્યરૂપથી સાધુના આચા૨નું નિરૂપણ છે. ઉત્તરાધ્યયનમાં સાધવાચારની સાથે અન્યવર્ણન પણ આવેલ છે. તેમાં મુખ્યરૂપથી ઉત્સર્ગ માર્ગનું જ વિધાન છે. કઈ કઈ જગ્યાએ અપવાદના સૂત્ર છે. દસૂત્રોમાં પણ સાધ્વાચારનું વિશ્લેષણ છે પરંતુ તેમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગોનું વર્ણન છે. કદાચ પ્રમાદ અને મોહવશ દોષ લાગે તે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિતનું પણ વિધાન છે. ઉપાસકદશાંગમાં શ્રાવકાચારનું વિશ્લેષણ છે.
અન્તકૃતદશા અને અનુત્તરપપાતિકમાં એવી મહાન વિભૂતિઓનું વર્ણન છે કે જેમનું જીવન ત્યાગ, તપ અને સંયમથી જ્યોતિર્મય બન્યું હતું. દિવ્ય પ્રકાશથી આલેકિત થયું હતું.
જ્ઞાતાધર્મકથામાં દૃષ્ટાતોથી અને તથ્યપૂર્ણ ઘટનાઓનું વર્ણન કરી આત્મ-સાધનાની પવિત્ર પ્રેરણા આપવામાં આવી છે. વિપાકસૂત્રમાં શુભાશુભ કર્મોના ફળને કથાનકના માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે.
જંબૂદીપપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિમાં તે યુગના ભૂગોળ – ખગોળનું નિરૂપણ છે,
સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, પ્રજ્ઞાપના, રાજપ્રશ્નીય, જીવાભિગમ, ભગવતી, નન્દી અને અનુગદ્વાર વગેરે આગમોમાં દાર્શનિક વિષયોની ગંભીર ચર્ચાઓ છે. સૂત્રકૃતાંગમાં તે સમયે પ્રચલિત દાર્શનિક મતોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ભૂતાતિવાદનું નિરસન કરી આત્માના પાર્થકયની સંસિદ્ધિ કરેલ છે. બ્રહ્માદ્રિતવાદના સ્થાને અનેકાત્મવાદની સ્થાપના કરવામાં આવી છે. કર્મ અને તેના ફળની સિદ્ધિ બતાવી છે. જગતની ઉત્પત્તિવિષયક ઇશ્વરવાદનું ખંડન કરી સંસાર અનાદિ અનંત છે એમ બતાવ્યું છે. કિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ વગેરે વાદે જે તે કાળે પ્રચલિત હતા તેમનું તર્ક યુકત ખંડન કરી સમ્યક કિયાવાદની સ્થાપના કરી છે.
પ્રજ્ઞા પનામાં જીવના વિવિધ ભાવનું નિદર્શન કરી આત્મા અને પરલેક વગેરેના સંબંધમાં અનેક યુકિતપ્રયુકિતઓ વડે સમજાવ્યું છે.
ભગવતીમાં નય, પ્રમાણ, સપ્તભંગી, અનેકાન્તવાદ, કર્મ, આત્મા વગેરે દાર્શનિક વિષયનું સુંદર વિશ્લેષણ છે નંદીસૂવમાં જ્ઞાનનું સ્વરૂપ તથા તેના ભેદ– પ્રભેદનું ઘણું સુંદર વિવેચન કર્યું છે. સ્થાનાંગ - સમવાયાંગમાં આત્મા, પુદ્ગલ વગેરે દ્રવ્યના જ્ઞાન તથા તત્સંબંધી અન્ય વિષયની ચર્ચા કરી છે. અનુગદ્વારમાં શબ્દ, અર્થની પ્રક્રિયાનું વર્ણન મુખ્ય છે. પ્રસંગોપાત તેમાં પ્રમાણ, નય વગેરેનું પણ વિશ્લેષણ છે.
૩૩૦ Jain Education International
For Private & Personal Use Only
તવદર્શન www.jainelibrary.org