________________
'પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન મશતાજિદ સ્મૃતિગ્રંથ
ચતુર્વિધ સંઘ માટે પ્રતિદિન જે અવશ્ય કરવા યોગ્ય છે તે આવશ્યક કહેવાય છે. અનુગદ્વાર સૂત્રમાં આવશ્યકતા આવશ્યક, અવશ્ય કરણીય, ધ્રુવનિગ્રહ, વિશોધિ, અધ્યયન ષક વર્ગ, ન્યાય, આરાધના, માર્ગ વગેરે પર્યા બતાવ્યા છે.
જેનસાધના પદ્ધતિમાં દ્રવ્ય અને ભાવ ઉપર ગંભીર ચિંતન કરવામાં આવ્યું છે. પ્રત્યેક ક્રિયા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે કરાય છે. બહિષ્ટિવાળા દ્રવ્યપ્રધાન હોય છે જ્યારે અન્તર્દષ્ટિવાળા ભાવપ્રધાન હોય છે. આવશ્યકના પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. દ્રવ્ય આવશ્યકનો અર્થ છે અંતરંગ ઉપયોગ વિના કેવળ ૧ કરવી. તેમાં મન લગામ વગરના ઘોડાની જેમ અથવા ચંચળ વાનરની જેમ આમતેમ ભટકતું અને કદતું રહે છે અને વિવેકહીન સાધના ચાલતી રહે છે. આ દ્રવ્યસાધના અંતર્જીવનને પ્રકાશ આપી શકતી નથી તેથી કેવળ દ્રવ્યસાધના સાધનાના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નથી. તે પ્રાણરહિત મૃતક સમાન છે. તેમાં પ્રાણેનું પરિસ્પન્દન નથી, પરંતુ સામાયિક વગેરે ભાવઆવશ્યક વિવેકપૂર્વક, કોઈ પણ જાતની કામના વગર, માત્ર વિશુદ્ધ જિજ્ઞાસા અનુસાર મન, વચન અને કાયાને એકાગ્ર બનાવી આવશ્યક સંબંધી મૂળ પાઠોના અર્થો ઉપર ચિન્તન - મનનની સાથે નિજાત્માને કર્મમળથી દૂર કરવા માટે સવાર-સાંજ બન્ને વખત “આવશ્યક’ કરવું જોઈએ. ભાવ આવશ્યક વગર આત્મશુદ્ધિ કદી પણ સંભવિત નથી.
આવશ્યકના છ પ્રકાર (ભેદ) બતાવ્યા છે. (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વન્દન (૪) પ્રતિક્રમણ (૫) કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આ છ પ્રકાર એ જ આવશ્યકના છ અધ્યયન છે. આવશ્યક મૂળ પાઠ છે અને ૯૧ ગદ્યસૂત્ર છે અને ૯ પદ્યસૂત્ર છે.
પ્રથમ અધ્યયનમાં સામાયિકનું વર્ણન છે. આ પ્રતિજ્ઞા સૂત્ર છે. આના પ્રત્યેક શબ્દમાં ત્યાગ-વૈરાગ્યને સાગર ઉછળી રહ્યો છે. જેટલા પણ તીર્થ કરે થાય છે તે બધા સાધનાના પથ ઉપર ચરણ મૂકતી વખતે જ આ મંગળ પાઠનું ઉચ્ચારણ કરે છે.
| સામાયિક એ ઉત્કૃષ્ટ સાધના છે. જેવી રીતે અનંત આકાશ એ સમસ્ત ચરાચર વસ્તુઓને આધાર છે તેવીજ રીતે સમસ્ત આધ્યાત્મિક સાધનાને આધાર સામાયિક છે. મધપુડામાં જયાં સુધી પાણીમાની રહે છે ત્યાં સુધી હજારો મધમાખીઓ રહે છે. તે જયારે ઉડી જાય છે ત્યારે પાછળ એકેય મધમાખી રહેતી નથી. તેવી જ રીતે સમભાવની રાણીમાખી રહેતાં બધી સગુણરૂપી મધમાખીઓ ત્યાં સ્થિરવાસ કરે છે,
સામાયિકને અર્થ “સમતા” છે. સામાયિકમાં સાધકને વિષમભાવથી દૂર હટી સમભાવમાં સ્થિર થવાનું હોય છે. રાગ-દ્વેષને તજી સમભાવમાં - આત્મસ્વરૂપમાં રમણ કરવાનું હોય છે. સાધક જયારે સાવધયેગથી નિવૃત્ત થાય છે, છ કાયના જીવ પ્રત્યે સંયત– આત્મદષ્ટિવાળે બને છે, મન, વચન, કાયાને એકાગ્ર કરે છે, સ્વસ્વરૂપમાં વિચરણ કરે છે ત્યારે સામાયિકની સાધના સંપન્ન થાય છે. સામાયિકની સાધના એ મહાન સાધના છે. અન્ય ગમે તેટલી સાધનાઓ સાધવામાં આવતી હોય પણ તે બધાનું મૂળ સામાયિકમાં રહેલું છે. આજ કારણે ઉપાધ્યાય યશોવિજયજીએ સામાયિકને સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ જિનવાણીને સાર કહેલ છે અને જિનભદ્રગણી ક્ષમાશ્રમણે સામાયિકને ૧૪ પૂર્વને અર્થપિંડ કહેલ છે. તે “સામાયિક આવશ્યકનું આદિમંગળ છે. ' સામાયિકના સંબંધમાં વર્તમાનમાં જાન્ત ધારણાઓ ચાલી રહી છે પરંતુ તે ભાત ધારણાઓનું મૂળ સાધના કરનારાઓની ઉપયોગશૂન્યતા છે. સામાયિકમાં સાવદ્યોગને ત્યાગ કરી સ્વસ્વરૂપમાં રમણ કરવા માટે ધ્યાન અને સ્વાધ્યાયમાં તલ્લીન રહેવું જોઈએ, પરન્ત કોઇની પણ નિન્દા કે વિકથા ન કરવી જોઈએ. સમભાવ એજ ચોગનો મૂળ મંત્ર છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણ “સમત્વમ્ રોગમુચ્યતે” કહ્યું છે.
આવશ્યકસૂત્રનું બીજું અધ્યયન “ચતુર્વિશતિસ્તવ” છે. સામાયિકમાં સાવધોગથી નિવૃત્તિ હોય છે તેથી સાધકે કયા કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ તે માટે “ચતુર્વિશતિસ્તવ” આવશ્યક બતાવેલ છે. આ આવશ્યક સામાયિકની સાધના માટે આલંબન સ્વરૂપ છે.
૨૪ તીર્થકરોની સ્તુતિથી સાધકને મહાન આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય છે. તેને મિથ્યા અહંકાર નાશ પામે છે અને વર્ષોથી સંચિત કર્મ તેવીજ રીતે નષ્ટ થાય છે જેવી રીતે અગ્નિના નાના એવા તણખાથી રૂ નો વિરાટ ઢગલે
આગમસાર દહન Jain Education International
૩૨૧ www.jainelibrary.org
For Private & Personal Use Only