________________
ડવિય પં. નાનnતેજી મહારાજ જમેશHIG
દસમી દશામાં એવું વર્ણન આવે છે કે ભગવાન મહાવીર રાજગૃહ પધાર્યા. રાજા શ્રેણિક તથા મહારાણી ચલણ
ને વંદન કરવા માટે પહોંચ્યા. રાજા શ્રેણિકની દિવ્ય તથા ભવ્ય સમૃદ્ધિને નિહાળી શ્રમણે વિચારવા લાગ્યા કે આ શ્રેણિક તે સાક્ષાત દેવતુલ્ય પ્રતીત થાય છે. જે અમારા તપ, નિયમ અને સંયમ વિ. નું કંઈ પણ ફળ હોય તે અમે આના જેવા આવતા ભવમાં થઈએ. મહારાણી ચેલાણુના સુન્દર સલોના રૂપ તથા ઐશ્વર્યાને જોઈ શ્રમણીઓના અન્તમાંનસમાં એવો સંકલ્પ ઉત્પન્ન થયે કે અમારી સાધનાનું જે કંઈ ફળ હોય તે અમે આગામી જન્મમાં ચલણ જેવા બનીએ. અન્તર્યામી ભ. મહાવીરે તેમના સંક૯પને જાણી લીધું અને શ્રમણ-શ્રમણીઓને પૂછયું કે શું તમારા મનમાં આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો છે તેમણે સ્વીકૃતિસૂચક “હકાર”માં જવાબ આપ્યો કે હા, ભગવદ્ ! આ વાત સાચી છે. ભગવાને કહ્યું કે નિર્ચન્જ પ્રવચન સર્વોત્તમ છે, પરિપૂર્ણ છે, સંપૂર્ણ કર્મોને ક્ષીણ કરનારું છે. જે શ્રમણ અને શ્રમણીઓ આવી રીતે ધર્મથી વિમુખ બનીને ઐશ્વર્ય વિ. જોઈને લેભાઈ જાય છે અને નિયાણું કરે છે અને એવી જ સ્થિતિમાં પ્રાયશ્ચિત કર્યા વગર આયુષ્ય પૂર્ણ કરે છે તે ભલે દેવકમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી તેઓ માનવલોકમાં ફરી જન્મ ધારણ કરે પરન્તુ નિયાણને કારણે તેમને કેવળ ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેઓ સદૈવ સાંસારિક વિષમાં જ મુગ્ધ બનીને રહે છે. શાસ્ત્રકારે ૯ પ્રકારના નિદાનેનું વર્ણન કરી એમ બતાવ્યું છે કે નિર્ચન્ય પ્રવચન એ જ બધા કર્મોથી મુક્તિ અપાવનારું એક માત્ર સાધન છે તેથી નિદાન (નિયાણું) કરવું ન જોઈએ અને કદાચિત્ કર્યું હોય તે આલોચના-પ્રાયશ્ચિત કરીને મુક્ત થઈ જવું જોઈએ.
આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર વિસ્તારથી આઠમી “દશામાં મળે છે. ચિત્ત સમાધિ અને ધર્મ ચિન્તનનું સુન્દર વર્ણન છે. ઉપાસક પ્રતિમા તથા ભિક્ષ પ્રતિમાઓના ભેદ-પ્રભેદોનું વર્ણન છે.
આ પ્રમાણે છેદસૂત્રમાં જેનશ્રમણોની આચારસંહિતા ઉપર સારા પ્રમાણમાં પ્રકાશ પાડવામાં આવ્યા છે. તે સંપૂર્ણ વિવેચનને ઉત્સર્ગ, અપવાદ, દોષ અને પ્રાયશ્ચિત-આ ચાર ભાગોમાં વિભકત કરી શકાય છે. ઉત્સર્ગનો અર્થ છે- કોઈ વિષયનું સામાન્ય વિધાન. અપવાદનો અર્થ છે–પરિસ્થિતિ વિશેષની દષ્ટિએ વિશેષ વિધાન. દોષનો અર્થ થાય છે –ઉત્સર્ગ અને અપવાદ માગનો ભંગ. અને પ્રાયશ્ચિતને અર્થ થાય છે- વ્રત ભંગ થતાં તેને યોગ્ય દંડ લઈ દેશનું શુદ્ધિકરણ કરવું. કોઈ પણ વિધાન માટે આ ચાર વાતે આવશ્યક છે. સર્વ પ્રથમ નિયમનું નિર્માણ થાય છે. ત્યાર પછી દેશ, કાળની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી થોડી ઘણી છૂટ આપવામાં આવે છે. પરિસ્થિતિ વિશેષ માટે અપવાદની વ્યવસ્થા હોય છે અને જે દોષ લાગવાની સંભાવના હોય છે તેની સૂચી પણ છેદસૂત્રોમાં આપવામાં આવી છે. તેને ઉદ્દેશ્ય એ છે કે તે તે પ્રકારના દોષોથી બચી શકાય. કદાચ સાધકથી પ્રમાદવશ નું સેવન થઈ જાય તો તેને માટે પ્રાયશ્ચિતનું વિધાન છે. પ્રાયશ્ચિતથી પુરાણુ દોષની શુદ્ધિ થાય છે. અને નવીન દોષો ન લાગે તે માટે સાધક સાવધાન રહે છે. જેવી રીતે આચારનુ છેદસૂત્રમાં વર્ણન છે. તેવી જ રીતે બૌદ્ધશ્રમણના આચાર વિચારનું વર્ણન વિનયપિટકમાં છે. તેની સાથે છેદસૂત્રોની તલના સહજરૂપે થઈ શકે છે. આચારધમના ગહન રહયે એવું વિશદ્ધ આચારવિચારને સમજવા માટે છેદસૂત્રોનું પરિજ્ઞાન કરવું આવશ્યક છે.
૩૨મું આવશ્યક–સૂત્ર આવશ્યક એ જૈનસાધનાને મૂળ પ્રાણ છે. તે જીવનશુદ્ધિ અને દોષ પરિમાર્જનનું મહાસૂત્ર છે. સાધક ગમે તેટલે અભ્યાસી હોય પરંતુ તેને જે આવશ્યકનું ૫રિજ્ઞાન ન હોય તે સમજવું જોઈએ કે તેને કઈ પણ જ્ઞાન નથી. આવશ્યક એ સાધકના પિતાના આત્માને પરખવાનો, નીરખવાનો એક મહાન ઉપાય છે. જેવી રીતે વૈદિક પરંપરામાં સંધ્યા છે, બૌદ્ધ પરંપરામાં ઉપાસના છે અને ઈસાઈ ધર્મમાં પ્રાર્થના અને ઇસ્લામ ધર્મમાં નમાજ છે તેવી જ રીતે જૈનધર્મમાં દેષશુદ્ધિ અને ગુણવૃદ્ધિ માટે “આવશ્યક છે.
૩૨૦
તત્ત્વદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only