SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ અનિવાય રૂપે કરવા જ જોઇએ એમ બતાવ્યું છે. આ સમય સુધી પણ જો ઉપર્યુકત ક્ષેત્ર પ્રાપ્ત ન થાય તે વૃક્ષની નીચે જ પર્યુષણા કલ્પ કરવા જોઈએ. પરંતુ આ તિથિને કાઈ પણ પરિસ્થિતિમાં એળંગવી ન જોઇએ. વર્તમાનમાં જે પર્યુષણા કલ્પસૂત્ર છે તે દશાશ્રુતસ્કન્ધના જ આઠમે અધ્યાય છે. દશાશ્રુતસ્કન્ધની પ્રાચીનતમ પ્રતિચે જે ૧૪મી શતાબ્દીથી પૂર્વેની છે, તેમાં આઠમા અધ્યયનમાં પૂર્ણ કલ્પસૂત્રને સમાવેશ કર્યો છે. આથી સ્પષ્ટ પ્રમાણિત થાય છે કે કલ્પસૂત્ર એ સ્વતંત્ર રચના નથી પરન્તુ દશાશ્રુતસ્કન્ધનું જ આઠમું અધ્યયન છે, બીજી વાત-đશાશ્રુતસ્કન્ધ ઉપર જે ખીજા ભદ્રમાડુની નિયુકિત છે, (જેમને સમય વિક્રમની આઠમી શતાબ્દી મનાય છે) તેમાં અને તે નિર્યુકિતના આધારે નિર્મિત ચૂણિમાં દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન રૂપે વર્તમાનમાં જે પર્યુષણા કલ્પસૂત્ર પ્રચલિત છે તેના પદ્માની વ્યાખ્યા મળે છે. મુનિશ્રી પુણ્યવિજયજીનું મન્તવ્ય એમ છે કે દશાશ્રુતસ્કન્ધની ચૂર્ણ લગભગ ૧૬૦૦ વર્ષ જેટલી જૂની છે. કલ્પસૂત્રના પહેલા સૂત્રમાં ‘તેણુ કાલે તેણુ સમએણુ સમણે ભગવ મહાવીરે.......અને અંતિમ સૂત્રમાં...... ભુજ ભુજો ઉવ સેઇ' પાઠ આવે છે. તેજ પાઠ દશાશ્રુતસ્કન્ધના આઠમા ઉદ્દેશક (શા)માં છે. અહીં... શેષ પાઠને ‘જાવ’ શબ્દની અન્વત સંક્ષેપ કરી દીધે છે. વર્તમાનમાં જે પાઠ ઉપલબ્ધ છે તેમાં માત્ર પાંચ કલ્યાણકનું જ નિરૂપણ છે જેને પષણા કલ્પની સાથે કાઇ સબંધ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે પર્યુંષણા કલ્પ નામના આ અધ્યયનમાં પૂર્ણ કલ્પસૂત્ર હતુ. કલ્પસૂત્ર અને દશાશ્રુતસ્કન્ધ આ બન્નેના રચિયતા ભદ્રબાહુ છે. તેથી બન્ને એકની રચના હેાવાથી એમ કહી શકાય કે કલ્પસૂત્ર દશાશ્રુતસ્કન્ધના આઠમે અધ્યાય જ છે. વૃત્તિ, ચૂર્ણિ, પૃથ્વીચંદ્ર ટિપ્પણ તથા અન્ય કલ્પસૂત્રની ટીકાઓથી આ સ્પષ્ટ પ્રમાણિત થાય છે. નવમા ઉદ્દેશકમાં ૩૦ મહામહનીય સ્થાનાનુ વર્ણન છે. આત્માને આવૃત્ત કરનારા પુગળા ‘કમ' કહેવાય છે. મેહનીયકમ તે બધામાં પ્રમુખ છે. મેહનીય કર્મના બંધના કારણેાની કંઇ મર્યાદા નથી તથાપિ શાસ્ત્રકારે માઠુનીય કમૅબ ધના હેતુભૂત કારણેાના ૩૦ ભેદોના ઉલ્લેખ કર્યો છે. આ કારણેામાં માઠાં અધ્યવસાયની તીવ્રતા અને ક્રૂરતા એટલી અધી માત્રામાં હોય છે કે જેને લીધે કયારેક-કયારેક મહામેાહનીય કર્મના બંધ એવા થઈ જાય છે કે આત્માને તે કારણે ૭૦ કોટાકાટ સાગરોપમ સુધી સસામાં પરિભ્રમણ કરવુ પડે છે. આચાર્ય હરિભદ્ર, જિનદાસગણી મહત્તર વિ. માત્ર મેાહનીય શબ્દના પ્રયાગ કરે છે. ઉત્તરાધ્યયન, સમવાયાંગ અને દશાશ્રુતસ્કન્ધમાં પણ માહનીય સ્થાન કહેલ છે, પરન્તુ જ્યાં ભેદાના ઉલ્લેખ કર્યા છે ત્યાં ‘મહામેાહ પકુળ્વ શબ્દના પ્રયાગ થયા છે. તે સ્થાને આ પ્રમાણે છે, જેમકેત્રસજીવેાને પાણીમાં ડુબાડી મારવા, તેમના શ્વાસેાવાસ રૂંધીને મારવા, માથા ઉપર ભીનું ચામડું વીટાળી મારવા, ગુપ્તપણે અનાચારનું સેવન કરવું, મિથ્યા કલક લગાડવા, ખાળબ્રહ્મચારી ન હોવા છતાં ય બાળબ્રહ્મચારી કહેવડાવવુ, કેવળજ્ઞાનીની નિન્દા કરવી, બહુશ્રુત ન હોવા છતાં મહુશ્રુત કહેવડાવવું. જાદુમંત્ર, દેરા, ધાગા વિ. કરવા, કામેત્પાદક વિકથાઓના વારંવાર પ્રયાગ કરવા. વિગેરે, દશમા ઉદ્દેશક (દશા)નું નામ ‘આયતિસ્થાન' છે. આમાં ભિન્ન-ભિન્ન નિયાણા-નિદાનનું વર્ણન છે. નિદાનના અ છે—માહના પ્રભાવથી કામાદ્રિ ઇચ્છાઓની ઉત્પત્તિને કારણે થનારા ઈચ્છાપૂર્તિ મૂલક સંકલ્પ. જ્યારે માનવના અન્તર્માનસમાં મેહના પ્રબળ પ્રભાવથી વાસનાએ! ઉત્પન્ન થાય છે ત્યારે તે તેમની પૂર્તિ માટે દૃઢ સંકલ્પ કરે છે. આ સંકલ્પ-વિશેષને જ નિદાન કહે છે. નિદાનને કારણે માનવની ઇચ્છાએ ભવિષ્યમાં પણ નિરન્તર બની રહે છે. જેથી તે જન્મ-મરણની પરંપરાથી મુકત થઈ શકતે નધી. ભવિષ્યકાલીન જન્મ-મરણની દૃષ્ટિએ પ્રસ્તુત ઉદ્દેશકનું નામ ‘આતિસ્થાન’ રાખવામાં આવ્યું છે. આતિને અર્થ થાય છે જન્મ અથવા જાતિ. નિયાણું એ જન્મનુ કારણ છે તેથી તેને આયતિસ્થાન માનવામાં આવેલ છે. ખીજા શબ્દોમાં કહીએ તે આયતિમાંથી તિ'ને જુદું પાડતાં આય' શેષ રહે છે. આયના અર્થ થાય છે ‘લાભ’. જે નિદાનથી જન્મ-મરણના લાભ થાય છે તેનુ નામ આયતિ છે. ૧. તીસ મેાહ – ઠાણાઈ – અભિકખણું – અભિકખણું આયારેમાણે વા સમાયારેમાણે વા માહિણિજ્જતાએ કમાં પકરેઈ. આગમસાર દાહન Jain Education International For Private Personal Use Only દશાશ્રુતસ્કન્ધ પૃ. ૩૨૧/(ઉપા. આત્મારામજી મ.) ૩૧૯ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy