________________
પષ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિંદ સ્મૃતિગ્રંથ
આ પ્રતિમાઓમાં સ્થિત શ્રમણ માટે અન્ય અનેક વિધાન પણ કર્યા છે. જેમકે-કઈ વ્યકિત પ્રતિમા ધારી નિન્ય છે તે તેણે ભિક્ષાકાળને ત્રણ વિભાગમાં વિભકત કરીને ભિક્ષા લેવી જોઈએ- આદિ, મધ્ય અને અન્ત. આદિ ભાગમાં ભિક્ષા માટે ગયા હોય તે મધ્ય અને ચરમભાગમાં ન જવું જોઈએ મહિનાની ડિમામાં સ્થિત શ્રમણ
જ્યાં પરિચિત વ્યકિત તથા સ્થાન હોય ત્યાં એક રાત રહી શકે છે, અને જ્યાં કઈ પણ ન જાણતું હોય ત્યાં તે બે રાત રહી શકે છે. આથી વધુ વખત રહે તે તેટલા જ દિવસને દીક્ષા છે અથવા તપ અને પ્રાયશ્ચિત આવે છે. આવી જ રીતે બીજા પણ કઠોર અનુશાસનનું વિધાન કર્યું છે જેને વાંચીને જૈન આચારની કઠોરતાનું સહેજે અનુમાન કરી શકાય છે. જેમ કેઈ ઉપાશ્રયમાં આગ લગાડે તે પણ તેણે ઉપાશ્રયથી બહાર નીકળવું ન જોઈએ અને જે બહાર હોય તે અંદર જવું ન જોઈએ. કદાચ કેદ પકડીને તેને બહાર ખેંચવાનો પ્રયત્ન કરે તે હઠ નહિ કરતાં સાવધાનીપૂર્વક બહાર નીકળી જવું જોઈએ. એજ પ્રમાણે ચાલતાં સામે જે મદોન્મત્ત હાથી, ઘોડે, બળદ, કૂતરે, વાઘ વિ. આવી જાય તો પણ તેણે ડરીને એક કદમ પણ પાછળ ખસવું ન જોઈએ. ઠંડી તથા ગરમીના પરીષહેને વૈર્યપૂર્વક સહન કરવા જોઈએ.
આઠમી દશા (ઉદ્દેશક)માં પર્યુષણ કલ્પનું વર્ણન છે. પયુષણ શબ્દ “પરિઉપસર્ગ પૂર્વક “વસ ધાતુથી “અન’ પ્રત્યય લગાડવાથી બને છે. આને અર્થ થાય છે-આત્માની સમીપે રહેવું. પરભાવથી ખસીને સ્વભાવમાં રમણ કરવુંઆત્મનિમજજન, આત્મરમણ અથવા આત્મસ્થ થવું. પર્યુષણું ક૯૫ને બીજો અર્થ થાય છે એક સ્થાન પર નિવાસ કરે. તે સાલંબન અથવા નિરાવલંબનરૂપ બે પ્રકારનો છે. સાલંબનને અર્થ છે સકારણ અને નિરાવલંબનને અર્થ છે કારણ રહિત. નિરાવલંબનના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ છે.
પર્યુષણના પર્યાયવાચી શબ્દો આ પ્રમાણે છે–પરિયાય વત્થવણા, પજજોસમણા, પાગઇયા, પરિવસના, પજુસણ, નવસાવાસ, પઢમસમોસરણ, ઠવણુ અને જે હ; એ બધા નામે એકર્થક છે, તથાપિ વ્યુત્પત્તિ ભેદના આધારે કંઈક અર્થભેદ પણ છે. અને આ અર્થભેદ પર્યુષણથી સંબંધિત વિવિધ પરંપરાઓ તથા તેના નિયતકાળમાં કરવામાં આવતી ક્રિયાઓનું નિદર્શન કરાવે છે. આ અર્થોથી કંઈક ઐતિહાસિક તથ્ય પણું પ્રગટ થાય છે. પર્યુષણકાળના આધારે કાળગણના કરીને દીક્ષા પર્યાયની ચેષ્ઠતા તથા કનિષ્ઠતા ગણવામાં આવે છે. તેથી પર્યુષણુકાળને એક પ્રકારનું વર્ષ માનીને ગણવામાં આવે છે. તેથી પર્યુષણને દીક્ષા પર્યાયની વ્યવસ્થાનું કારણ માન્યું છે. વર્ષાવાસમાં ભિન્ન ભિન્ન પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ સંબંધી કેટલીક વિશેષ કિયાઓનું આચરણ કરવામાં આવે છે તેથી પર્યુષણનું બીજ નામ પોસમણા છે. ત્રીજું નામ પ્રાકૃતિક છે એટલે કે ગૃહસ્થ વિ. માટે સમાનભાવથી આરાધનીય હોવાથી તે “પાગઈયા” અર્થાત્ પ્રાકૃતિક કહેવાય છે.
આ પર્યુષણાની નિયત અવધિમાં સાધક આત્માની પાસે વધુમાં વધુ રહેવાનો પ્રયત્ન કરે છે તેથી તે પરિવસના પણ કહેવાય છે. પર્યુષણને અર્થ સેવા પણ થાય છે. આ સમય દરમ્યાન સાધક આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણેની સેવા-ઉપાસના કરે છે તેથી તેને પજુસણું કહે છે.
આ કપમાં શ્રમણ એક સ્થાન ઉપર ચાર માસ સુધી નિવાસ કરે છે તેથી તેને વાસાવાસ-વર્ષાવાસ કહેવામાં આવે છે. કેઈ વિશેષ કારણ ન હોય તે પ્રાવૃત્ (વર્ષા) કાળમાં જ ચાતુર્માસ વ્યતીત કરવા માટે એગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરવામાં આવે છે તેથી તેને પ્રથમ સમવસરણ કહે છે.
ઋતુબદ્ધ કાળની અપેક્ષાએ આની મર્યાદાઓ જુદી જુદી હોય છે તેથી તેને ઠવણ-સ્થાપના કહે છે. અનુબદ્ધ કાળમાં એક-એક માસન ક્ષેત્રાવગ્રહ હોય છે પરન્તુ વર્ષાકાળમાં ચાર માસ હોય છે તેથી તેને જેઠગહ (યેઠાવગ્રહ) કહેલ છે. જે સાધુ અષાડી પૂર્ણિમા સુધીમાં નિયત સ્થળે આવી પહોંચ્યા હોય અને વષા વાસની જાહેરાત કરી દીધી હોય તે અષાડ વદ પાંચમથી જ વષાવાસ પ્રારંભ થઈ જાય છે. ચોગ્ય ક્ષેત્ર ન મળ્યું હોય તે અષાડ વદ દસમીએ તેમ છતાં યોગ્ય ક્ષેત્ર પ્રાપ્ત ન થાય તે અષાડી અમાવાસ્યાને રોજ વષાવાસ પ્રારંભ કરવું જોઈએ આમ છતાં પણ યોગ્ય ક્ષેત્ર ન મળે તો પાંચ-પાંચ દિવસ વધારતા અન્ત ભાદ્રપદ શુકલા પંચમી સુધીમાં તે વર્ષો વાસને પ્રારંભ
૩૧૮ Jain Education International
તવદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only