________________
કઇ કહે તe..:
= =
= *ય ગુરૂદવે કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
(૯) આરંભ ત્યાગ પ્રતિમા-આ પ્રતિમા ધારી શ્રાવક સ્વયં આરંભ કર નથી, છકાયના જીવેની દયા પાળે છે. તેની કાળમર્યાદા જઘન્ય એક, બે અથવા ત્રણ દિવસની અને ઉત્કૃષ્ટ આઠ માસની હોય છે.
(૯) પ્રખ્ય ત્યાગ પ્રતિમા-આ પ્રતિમામાં બીજા પાસે આરંભ કરાવવાનું પણ ત્યાગ હોય છે. તે પિતે આરંભ કરતો નથી, બીજા પાસે કરાવતો નથી પરંતુ અનુમોદનનો તેને ત્યાગ હેતો નથી. આ પ્રતિમાને જઘન્યકાળ એક, બે, ત્રણ દિવસ છે અને ઉત્કૃષ્ટકાળ નવ માસ છે.
(૧૦) ઉદિષ્ટ ભકતત્યાગ પ્રતિમા–આ પ્રતિમામાં ઉદ્દેશીને બનાવેલા ભેજન પાણીનો પણ ત્યાગ હોય છે એટલે કે પોતાને નિમિત્તે બનાવેલું ભેજન પણ ગ્રહણ કરવામાં આવતું નથી. અસ્તરાથી બિલકુલ સાફ મુંડન અથવા શિખામાત્ર રાખવાની હોય છે. ગૃહ સંબંધી બાબતમાં કોઈ પૂછે તો જાણતો હોય તે જાણું છું અને ન જાણતો હોય તે નથી જાણતો એટલું જ માત્ર કહે. અને સમય જઘન્ય એક રાત્રિનો અને ઉત્કૃષ્ટ દશ માસને હોય છે.
(૧૧) શ્રમણભૂત પ્રતિમા-આ પ્રતિમામાં શ્રાવક શ્રમણ તે નહિ પરંતુ શ્રમણભૂત-મુનિસદશ બની જાય છે. સાધુ સમાન વેશ ધારણ કરી અને ભિક્ષા માટે ગ્ય ભંડોપકરણ ધારણ કરી વિચરે છે. શકિત હોય તે લંચન કરે છે અન્યથા અસ્તરાથી શિરોમુંડન કરે છે. સાધુ સમાન જ નિર્દોષ ગે ચરી કરીને ભિક્ષાવૃત્તિથી જીવનયાત્રા ચલાવે છે. તેનું કાલમાન જઘન્ય એક રાત્રિ અર્થાત એક દિનરાત અને ઉત્કૃષ્ટ ૧૧ માસ હોય છે.
પ્રતિમા ધારક શ્રાવક પ્રતિમાની પૂર્ણ સમાપ્તિ પછી સંચમ ગ્રહણ કરી લે છે એ કેટલાક આચાર્યોને અભિમત છે. કાર્તિક શેઠે ૧૦૦ વખત પ્રતિમા ગ્રહણ કરી હતી એ ઉલેખ પ્રાપ્ત થાય છે.
સાતમા ઉદ્દેશકમાં શ્રમણની પ્રતિમાઓનું વર્ણન છે. તે ભિક્ષુ પ્રતિમાઓ ૧૨ છે.
પ્રથમ પ્રતિમા ધારી ભિક્ષને એક દાતી અન્નની અને એક રાતી પાણીની લેવી કપે છે. શ્રમણના પાત્રમાં દાતા અને અને પાણી નાખતો હોય ત્યારે તેની અખંડ ધારા જયાં સુધી બની રહે તેને એક દાતી કહેવાય છે. આ પ્રતિમા ધારી ભિક્ષને જ્યાં એક વ્યકિત માટે ભેજન બનાવ્યું હોય ત્યાંથી લેવું કહપે છે. જ્યાં બે, ત્રણ અથવા વધારે વ્યકિતઓ માટે બનાવ્યું હોય ત્યાંથી લેવું ક૯પતું નથી. આનો સમય એક માસનો છે.
બીજી પ્રતિમા પણ એક માસની છે. તેમાં બે દાતી આહારની અને બે રાતી પાણીની લેવાય છે. એ જ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમી, છી અને સાતમી પ્રતિમાઓમાં અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ અને સાત દાતી અન્નની અને તેટલી જ દાતી પાણીની ગ્રહણ કરવામાં આવે છે. પ્રત્યેક પ્રતિમાને સમય એક–એક માને છે. માત્ર કાતીઓની વૃદ્ધિને લીધે ત્રિમાસિક થી સપ્તમાસિક એમ અનુક્રમે કહેવાય છે.
આઠમી પ્રતિમા સાત દિવસ રાત્રિની હોય છે. આમાં એકાન્તર વિહાર ઉપવાસ કરવાનો હોય છે. ગામની બહાર આકાશ તરફ મુખ રાખી સીધું જેવું, એકીટશે જવું અને નિષદ્યાસન પગને બરાબર ગોઠવીને બેસવું, અને ઉપસર્ગ આવે તે શાંત ચિત્તથી સહન કરવું. આ વિધિ હોય છે.
- નવમી પ્રતિમા સાત રાત્રિની હોય છે. આમાં ચાવિહારા છ8 -છ8ના પારણું કરવાના હોય છે. ગામની બહાર એકાન્ત સ્થાનમાં દંડાસન, લગુડાસન અથવા ઉકડાસન કરીને ધ્યાનમાં બેસવાનું હોય છે.
દસમી પ્રતિમા પણ સાત રાત્રિની હોય છે. આમાં વિહાર અઠમ-અઠમના પારણા કરવામાં આવે છે. ગામની બહાર ગેદેહનાસન, વીરાસન અને આમ્રકુજાસન વડે ધ્યાન કરવામાં આવે છે.
અગિયારમી પ્રતિમા એક અહોરાત્રિની હોય છે. આઠ પહોર સુધી આની સાધના કરવામાં આવે છે. આમાં ચોવિહાર છઠ્ઠ કરવામાં આવે છે. નગરની બહાર બને હાથ ઢીંચણ સુધી લાંબા કરી લાકડીની જેમ સીધા ઊભા રહી કાયોત્સર્ગ કરવામાં આવે છે.
બારમી પ્રતિમા કેવળ એક રાત્રિની હોય છે. આનું આરાધન અટ્ટમ વડે કરવામાં આવે છે. ગામની બહાર ઊભા રહી મસ્તકને થોડું નમાવી કઈ એક પુગળ તરફે દષ્ટિ રાખી અપલક નેત્રથી નિશ્ચલપણે કાત્સગ કશ્યામાં આવે છે. ઉપસર્ગ આવે તો સમભાવે સહન કરવાના હોય છે. આગમસાર દેહન
૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org