SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિષય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ ભસ્મીભૂત થઈ જાય છે. તીર્થ કરની સ્તુતિ એ અન્તઃકરણનું સ્નાન છે. તેનાથી સ્કૂર્તિ, પવિત્રતા તથા બળ પ્રાપ્ત થાય છે. ભૌતિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ તીર્થકરે મહાન છે. તેમની સ્તુતિ કરવી એટલે તેમના સગુણોને, તેમના ઉચ્ચ આદર્શોને પોતાના જીવનમાં મૂર્તસ્વરૂપ આપવું. ત્રીજું અધ્યયન ‘વન્દન’ આવશ્યક છે. બીજા અધ્યયનમાં તીર્થકરોના ગુણનું ઉત્કીર્તન કર્યું છે કારણ કે તીર્થકર એ દેવ છે. દેવ પછી ગુરુને નંબર છે તેથી ત્રીજા આવશ્યકમાં ગુરુદેવને વન્દન કર્યું છે, મન, વચન અને કાયાને એવો પ્રશસ્ત વ્યાપાર કે જેથી સદગુરુદેવ પ્રત્યે ભકિત તથા બહમાન પ્રગટ થાય તે વન્દન કહેવાય છે. આવશ્યક નિર્યુકિતમાં વન્દનને માટે ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકમ વિ. પર્યા-વિકપે આપ્યા છે. આ યાદ રાખવું જોઈએ કે માનવનું મહાન મસ્તિષ્ક ગમે તેના ચરણમાં ઝુકાવી દેવા માટે નથી. જૈનધર્મ ગુણેને ઉપાસક છે અને સગુણી આત્માઓ-મહાત્માઓના ચરણોમાં શિર નમાવવાને જ ઉપાદેય માને છે, અને ગુણહીન વ્યકિતના ચરણમાં ઝુકવાને હેય માને છે. અસંયમી, પતિત તથા દુરાચારીને વન્દન કરવાનો અર્થ છે અસંયમને પ્રોત્સાહન આપવું. તેથી જ નિર્યુકિતકારે કહ્યું છે કે જે માનવ ગુણહીન – અવન્ય વ્યક્તિને વન્દન કરે છે તેને ન તો કર્મોની નિર્જ ર થાય છે કે ન તે કીતિ મળે છે. પરંતુ અસંયમનું, દુરાચારનું અનુમોદન કરવાથી કમેન બંધ થાય છે. જેમ અવંધને વન્દન કરવાથી દોષ લાગે છે તેવી જ રીતે વન્દન કરાવનારને પણ દોષ લાગે છે. તેથી ભદ્રબાહસ્વામીએ કહ્યું છે કે – જે અવન્ડનીય વ્યકિત ગુણી પુરુષો પાસે વન્દન કરાવે છે તે અસંયમમાં વૃદ્ધિ કરે છે અને પિતાનું અધઃપતન કરે છે. જેનું જીવન ત્યાગ અને વૈરાગ્યથી ઓતપ્રેત છે, નિશ્ચય અને વ્યવહાર બંને દષ્ટિએ જેનું જીવન પવિત્ર તથા નિર્મળ છે તે સદ્દગુરુ છે. તેને ભકિતભાવથી પ્રેમાદ્રિ બની વન્દન કરવું જોઈએ. જે વન્દનની પૃષ્ઠભૂમિમાં ભયનો ભૂત નાચી રહ્યો હોય, લાજ, પ્રલોભન કે સ્વાર્થ જેની પછવાડે હોય એવું વન્દન સાચા અર્થમાં વન્દન નથી. વન્દન તે આત્મશુદ્ધિને માર્ગ છે. વન્દનના પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. દ્રવ્યવન્દનની સાથે ભાવવન્દન હોવાથી જીવનમાં અભિનવ ચેતનાને પ્રાદુર્ભાવ થાય છે. ચોથા અધ્યયનનું નામ “પ્રતિક્રમણ છે. પ્રતિકમણને અર્થ છે-શુભ યોગમાંથી અશુભ યોગમાં ગયેલા પોતાના આત્માને ફરી શુભયોગમાં પાછું વાળવે. અશુભયેગથી નિવૃત્ત થઈને નિઃશલ્યભાવથી ઉત્તરોત્તર શુભયોગમાં પ્રવૃત્ત થવું તે પ્રતિક્રમણ છે. સાધનાના ક્ષેત્રમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભગ આ પાંચ પ્રમાદને અત્યન્ત ભયંકર અને આત્મઘાતક માનવામાં આવ્યા છે. પ્રત્યેક સાધકે આ દેશનું પ્રતિદિન પ્રતિક્રમણ કરવું જોઈએ. મિથ્યાત્વને પરિત્યાગ કરી સમ્યકત્વમાં આવવું જોઈએ. અવિરતિને ત્યાગ કરી વિરતિને સ્વીકાર કરવો જોઈએ. પ્રમાદને બદલે અપ્રમાદ અને કષાયને પરિહાર કરી ક્ષમાદિને ધારણ કરવા જોઈએ તેમજ સંસારની વૃદ્ધિ કરનારા અશુભના વ્યાપારને ત્યાગ કરી શુભયોગમાં રમણ કરવું જોઈએ. વિશેષ કાળની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ ભેદ કરવામાં આવ્યા છે. (૧) દેવસિય (૨) રાત્રિક (૩) પાક્ષિક (૪) ચાતુમાંસિક (૫) સાંવત્સરિક. પાંચમા અધ્યયનમાં કાર્યોત્સર્ગનું વર્ણન છે. અનુગદ્વાર સૂત્રમાં કાર્યોત્સર્ગનું બીજુ નામ “ઘણુચિકિત્સા છે. ધર્મની સાધના કરતી વખતે પ્રમાદવશ કયારેક અહિંસા, સત્ય વગેરે તેમાં જે અતિચાર લાગી જાય છે, ખલના થઈ જાય છે તે સંયમરૂપી શરીરના ઘણ–ઘા છે. કાયોત્સર્ગમાં તે ઘા ઉપર મલમપટ્ટી કરવામાં આવે છે. કાયોત્સર્ગ એવી એક ઔષધિ છે કે જે ઘાને રૂઝાવી સંયમને પુષ્ટ કરે છે. કાયોત્સર્ગ એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે કે જે જનાં પાપને ઈને સાફ કરે છે, હૃદયને વિશુદ્ધ-નિર્મળ બનાવે છે. તેથી શાસ્ત્રકારે કહ્યું છે કે સંયમજીવનને વિશેષ રૂપથી ૫રિષ્કૃત કરવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે, વિશુદ્ધ કરવા માટે, આત્માને શલ્યરહિત બનાવવા માટે, પાપકર્મોને વંસ કરવા માટે કાયોત્સર્ગ કરવો જોઈએ. ૩૨૨ Jain Education International તત્ત્વદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy