________________
પૂજ્જ ગુરૂદેવ કવિવર્સ પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મેંઘીબા અને સમરતબેનની તે દિવસોએ સારી પેઠે સેવા-કસોટી કરાવી નાખી. હું તપ-ત્યાગને એવે રવાડે ચઢેલો કે “કેરી ન ખાઉં અને વનસ્પતિ સુદ્ધાં ન લઉ” એમાં રક્તશુદ્ધિને આંચ આવતાં ખસ નીકળી પડી. ગુરુદેવે તપ વિષે ખૂબ સમજાવેલું. તાજુ પણ સમજાવતાં “અતિ સર્વત્ર વર્જયેત” એ સૂત્ર પણ ખૂબ તે. છતાં જ્યારે મોંઘીબ એક માતાની અદાથી ન્હવડાવે, ઝરતી રસી વારંવાર સાફ કરે, મલમ લગાવે, ત્યારે એક ગુરુદેવને પૂછયું-મેં ત્યાગ કર્યો છે તેનું શું? ગુરુદેવે હૃદય ખેલ્યું- ભાઈ શિવલાલ! જ્ઞાનની અને ગુરૂગમની શાસ્ત્રોએ હરપળે જરૂર આટલા માટે જ બતાવી છે.” હું સમજી ગયે. પ્રતિજ્ઞાનું હાર્દ સાચવી “શરીરમાં વહુ ઘર્મસાધનમ્” સૂત્રનું રહસ્ય પામ્યા અને ત્યારથી મા તપત્યાગમાં સમજણ ઉમેરાઈ. વૈરાગ્યમાં જ્ઞાનનું સત્ત્વ ભ. આમાં જેમ ગુરુદેવના સાથે કામ કર્યું તેમ દીક્ષિત હર્ષ મુનિએ અને ભાવદીક્ષિત ચુનીલાલભાઈના નિર્વ્યાજ પ્રેમે પણ કામ કર્યું અને મેંઘીબાની નિષ્કામ વાત્સલ્યવૃત્તિએ તે અદ્ભુત કામ કર્યું.
વેળા આવી પહોંચી મારી અને મારા વડીલ સાથી ચુનીલાલભાઈની અભ્યાસ સ્પર્ધા ચાલતી હતી. થેકડાઓ, સૂત્રગાથાઓ, વિવિધ કે, શરીર કસરત એમ અનેક બાબતોમાં તેઓનાં આસનો નિહાળવાં એ પણ એક લહાવે હતો. તેમના સ્વરચિત કાવ્યો થડા હતાં, પણ જ્યારે તેઓ સ્વકંઠે લલકારે ત્યારે સાંભળવા બહુ ગમતાં. તેઓ જન્મજાત જાણે સાહિત્યરસિયા હતા. જેમ ગુરુ દેવચંદ્રજીના ચરણે શિષ્ય નાનચંદ્રજીને કાવ્યઝરણીઓ ફૂટતી, તેમ ગુરુ નાનચંદ્રજીના ચરણે ભાવદીક્ષિત ચુનીલાલભાઈની કાવ્યઝરણીઓ ફૂટી નીકળતી. એ હતી ભાવદીક્ષિતની હાદિક ઊર્મિઓ –
આજે આનંદ અતિ ઉછળે રે! મારા ઘટમાં આનંદ, મારા ઘરમાં આનંદ!
આંગણે આનંદ અતિ ઉછળે.* અને એ આનંદ દીક્ષિત હર્ષને, મને અને ભાવદીક્ષિત કેશવલાલભાઈને હૈયે સ્પશી જતો.
ચોમાસું પૂરું થયું. પાસેનું ગામ ભલગામડા અને બીજે વિચર્યા. ત્યાં તે નિર્ણત તિથિ આવવા લાગી. ભાવદીક્ષિત ચુનીલાલભાઈ દ્રવ્ય અને ભાવે, આ બન્ને રીતે દીક્ષિત બને તેવી તૈયારી થઈ. હદય વૈરાગ્યથી રંગાયેલું હતું તેથી ભાવથી તે દીક્ષિત જ હતા. પરંતુ અનિવેશ ધારણ કરેલ ન હતું તેથી દ્રવ્ય દીક્ષાની તૈયારી થઈ રહી. પૂ. મહારાજશ્રી નાગજી સ્વામી પિતાના શિષ્યો સાથે મોરબી માસું કરીને તરત વાયુવેગે આવી પહોંચ્યા. લીંબડીને કે લીંબડી રાજ્યનો કઈ પણ પ્રજાજન ભાગ્યે જ એ દીક્ષા સમારોહમાં નહિ ભ હોય! અને ઠેર- ઠેર પગલાં લેવા લોકે તલખતાં. હું પણ નવાં નવાં ગીતે બનાવતે, તે બેને હશે હશે ગાતા. આખું યે વાતાવરણ દીક્ષામય બની ગયું હતું. જાણે આખું યે લીંબડી દીક્ષા લેવાનું કાં ન હોય ! લીંબડીના ઠાકર દોલતસિંહજી ગુરુદેવ પાસે વારંવાર દોડી આવતા. આખા રાજ્યને જાણે સહગ હોય! આખરે એ વેળા આવી પહોંચી. ચુનીલાલભાઈના મોટા ભાઈ અને ભાભી
વી પહોંચ્યા. ભગવાને કાંઠે ભવ્ય મહામંડપમાં ચુનીલાલભાઈ વિકટેરિયા ગાડીમાં વરઘોડે બેસી પધાર્યા. અક્ષત અને દ્રવ્ય છોળ ઊડાડતા ઊડાડતા પધાર્યા. ત્યાં માનવ મહેરામણ ઉછળી પડેલ. પ્રાસંગિક પ્રવચને થયા. ઠાકોર દોલતસિંહજી સહિત રાજ્યકઅ ઉપસ્થિત રહેલું. લોકોને ઉત્સાહ મા ન હતા. જેવા કપડાં બદલવાની વેળા આવી, તેવું જ હું કાવ્ય –
બંધુ! છોડી આપ વિયેગી થઈ વસ્યાવિખૂટા જઈ વસ્યા.. અમ સંગ (ગુરુસંગ) રંગે રહી, ઊંડી આશાઓ દઈ..
હવે છડી આપ વિખૂટા જઇ વસ્યા...વિયેગી થઈ વસ્યાબંધુ ! હું તે રડું જ, પણ આખી સભા રડી પડી. ઉપસ્થિત સાધુ-સાધ્વીઓ પણ ભાવવિભોર બન્યાં. પૂ. નાગજી મહારાજે દીક્ષા પાઠ ભણાવ્ય. સંવત ૧૯૮૪ના માગસર સુદ ૬, બુધવારનો એ શુભ દિન હતો. ગુરુદેવે સંમતિ આપી. ભાઈ-ભાભીએ રડતા હૃદયે આજ્ઞા આપી અને સમસ્ત સંઘે છેલ્લી સંમતિ આપી. ચુનીલાલભાઈમાંથી હવે ચુનીલાલજી
૨૦. Jain Education International
જીવન ઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only