________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
મુનિ બન્યા. અમારી ચુનીલાલભાઈની જેડી તૂટી પડી. અમે ઘેર-ઘેર સાથે જમવા જતા હતા તે હવે અમે એકલવાયા બની ગયા. અધૂરામાં પૂરું કેશવલાલભાઈ જન્મવતન ગયા તે ગયા. ગુરુદેવ તે પોતાના ગુરુદેવની માફક શિષ્ય નિર્લોભી રહ્યા. એટલે ચુનીલાલભાઈને વિયેગ વસમો બની ગયો અને મને ઝટ દીક્ષા લેવાની તાલાવેલી જાગી.
૧૪.
ડાઘ લુછી નાખે હર્ષચંદ્રજી મહારાજ, ચુનીલાલજી મહારાજ અને મારો અભ્યાસ આગળ ચાલતો હતો. પૂ. નાગજી સ્વામી પણ જાણે ચુનીલાલજી મહારાજને દીક્ષા દેવા જ કાં ન પધાર્યા હોય ! તેમ તેમણે પણ લીંબડીમાંથી કાયમી વિદાય લીધી અને મહામુનિ ત્રિવેણુ ખંડિત થઈ ચૂકી. ગ્રામનુગ્રામ વિચરતાં પૂ. ગુરુદેવ તેમના એક વડીલ ગુરુભાઈ સુંદરજી સ્વામી તથા બીજા મોટા ગુરુભાઈ રાયચંદ્રજી સ્વામી અને બે શિષ્યો સહિત ઠાણે પાંચ વાંકાનેર ચાત ધાર્યા. ચાતુર્માસમાં જ વૃદ્ધ સાધુ શ્રી રામચંદ્રજી સ્વામીએ કાયમી વિદાય લીધી (કાળધર્મ પામ્યા.) હવે ઠાણ ચાર રહ્યા હતા અને હું દીક્ષાર્થી તરીકે અભ્યાસમાં જોડાયો હતે.
પૂ. ગુરુદેવના ભકત એવાં સમરતબા જાણે મારા જનેતા મેતીબા બની ગયા. મેંઘીબાની સેવાને ભૂલાવી દે તેવી સેવા કરી. દિવાળીબેન વાંકાનેરવાળા નગરશેઠ વનેચંદભાઈના ધર્મપત્ની, બીજા દોશી દિવાળીબેને પણ પૂર્તિ કરી અને ચુનીલાલભાઈના દીક્ષિત થવાથી પડેલે ભાણાવિગ ભૂલા.
ચાતુર્માસ પૂરું કરી અને મોરબી આવ્યા. મોરબીને પૂ. નાગજી મહારાજના વિરહનો તાજો ઘા લાગ્યો હતો. એથી આવતું ચોમાસું પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજનું થાય તે કેવું સારું! એમ મોરબીવાસીઓને લાગ્યા કરતું હતું. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ભરાયાને વર્ષો વીત્યા હતાં. પ્ર. નાનચંદ્રજી મહારાજને પધાયને ખાસી એક વીસી વીતવા આવી હતી.
વાઘજી ઠાકોરે કાયમી વિદાય લીધી હતી અને તેમના પુત્ર શ્રી લખધીરજી મોરબીના ગાદીનશીન થયા હતા. વચ્ચે ઘણું દીક્ષા પ્રસંગે આવી ગયા, પણ હજુ રાજ્યની પેલી મણશી મુનિ વખતની દીક્ષા નિમિત્તે પડેલી ગાંઠ છૂટી ન હતી. શિવલાલભાઈની દીક્ષા મોરબીમાં કાં ન થાય? એ વાત લોકમુખેથી ફરતી ફરતી ગુરુદેવ પાસે પહોંચી હતી. દીક્ષા અને ચોમાસું બનેને આગ્રહ મરબીના નગરશેઠ મારફત ગુરુચરણે થઈ ચૂક્યું હતું.
સમય સમયનું કામ કરે છે! એક દિવસ બાપુ લખધીરજીને ગુરુદેવનું પ્રવચન સાંભળવાની તીવ્ર ઈચછા થઈ. તેમણે કહેણ મોકલ્યું. શ્રી સંઘ રાજી રાજી થઈ ગયે. ગુરુદેવે “#સમારે” એ સૂત્રને સહેજે પચાવી નાખ્યું હતું. ગુરુદેવનું પ્રવચન અતિશય પ્રભાવશાળી નીવડયું. બાપુ લખધીરજીની નજર મારા તરફ ગઈ, કારણ કે માથું ઉઘાડું હતું અને પંચકેશ વધાર્યા હતા. જાણે હવે દીક્ષા વખતે જ મુંડન કાં ન થવાનું હોય! બાપુએ પૂછયું- “ આ મહાનુભાવ કેળુ છે તેમને જ્યારે ખાતરી થઈ કે, આ તે અમારા જ રાજ્યના પ્રજાજન છે. ટેળ એમનું જન્મવતન છે ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો અને જ્યારે જાણ્યું કે ખાસ સવા વર્ષથી ભાવદીક્ષિત તરીકે સાથે ફરે છે. કુટુંબીજને વગેરે તરફથી રજા મળી ચૂકી છે ત્યારે તેમને જ ઈચ્છા થઈ અને કાંઈક સાંભળવા ઈછયું એટલે તરત ગુરુદેવે કહ્યું-“આ ભાઈ પણ કાંઈક બોલશે” ગુરુદેવને ઈશારો થયે. હું આમ તે ચેડું થોડું બોલી શકતા, પણ આજે તે
| થયા અને વૈરાગ્ય ઉપર જ બેચે. સાંભળ્યા પછી બાપુ બોલ્યા- “ આ ભાઇની દીક્ષા આપણું મોરબીમાં કાં ન થાય !” આખી સભાએ આ વાત વધાવી લીધી. તૈયારી એવી થવા માંડી કે જાણે રાજ્ય અને પ્રજા બનેય મળીને દીક્ષા આપે છે. વરઘોડે વનેચંદ દેસાઈને ત્યાંથી નીકળે. જ્યારે તે કાળની લેકશ્રદ્ધાનો વિચાર કરું છું ત્યારે આજે પણ એ લોકશ્રદ્ધા આગળ માથું નમી પડે છે. પૂ. ચુનીલાલજી મહારાજ મૂળે સજજનપુરના. તેમના પિતા ત્યાંના ભાયાતી ઠાકરના કામદાર હતા. સજજનપુર પણ મોરબીનું અને ટોળ પણ મોરબીનું. મોરબીમાં દશાશ્રીમાળી વિશ્વસંતની ઝાંખી
૨૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only