SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાના ત્ર ગુરુદેવ કવિવઢપં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ એક વાર જેણે એમને જોયા અને સાંભળ્યા, તેને એમની પાસેથી ઊઠવાનું મન જ ન થાય. ખાધા-પીધા વિના જાણે એમની પાસે બેસી જ રહીએ! પણ હું તે નાનપણથી જ શરમાળ એટલે દૂર બેસી જેવાનું વધુ ફાવે. અધૂરામાં પૂરું પણ એ અધૂરામાં પૂર્તિ મળી ગઈ, આ બે જણની. તેમાં એક દીક્ષિત અને એક દીક્ષાથ. આ બન્નેના નિવ્યાજ પ્રેમે જાણે મને બાંધી લીધે. આમ નજીક આવ્યા પછી પ્રથમ મિલને જ આ બન્નેએ મિત્રભાવે અને નાનચંદ્રજી મહારાજે ગુરુભાવે સ્થાન મેળવી લીધું. ગેસ્વામી તુલસીદાસજીના વચને કેવા યથાર્થ છે?— “બિછુડત એક પ્રાણુ હર લેઈ " ત્યારબાદ ફરીને ગુરુદેવ પાસે આવવાનો સંકલ્પ કરી હું અમદાવાદથી મુંબઈ ગયે. ૧૩ વસમો વિયોગ ત્યાર પછી તે દિવસો વીત્યા. અરે! થોડા મહિનાઓ યે વિત્યા. નવા મુનિઓ અને નવા ભાવિકોનો પરિચય વધે. હું મારા માતાજીને મુંબઈ તેડી લાવ્યા. એમને બળનું જૂનું દર્દ હતું. બરોળનું ઓપરેશન કરાવ્યું તે સફળ રીતે પાર પડયું. પણ તેઓ લાંબુ ન ટકયાં. તેમના અવસાન પછીથી મારો વૈરાગ્ય વધે. તે દરમિયાન હું દેશમાં ગમે ત્યારે સંગા-નેહીઓને ચિંતા થઈ. સગપણ થઈ ચૂકેલું એટલે “લગ્ન ઝટ કરાવી દેવા” એવી વિચારણા થવા લાગી. બીજી બાજુ નોકરીમાં એક પારસી પેઢીમાં આકર્ષક પગાર થયાનો મિત્ર મારફત તાર કરાવ્યો. માતુશ્રીની અન્ય વિધિ પતાવી હું મુંબઈ આવ્યો. આ શું, સગાં-સ્નેહીઓએ પરાણે મુંબઈ ધકેલ્યો ! મુંબઈમાં સ્થાનકવાસી મારવાડી સાધુઓને સંગ વશે. દીક્ષા લેવાના કેડ જાગ્યા. બે ધર્મભગિનીઓ આ વૈરાગ્યરંગને પાકે બનાવ્યે જતાં હતા. વૃદ્ધ માતામહીની માંડ-માંડ રજા મેળવી. મા-જણી બેનની પણ અનુજ્ઞા મેળવી. ભાવિ પત્નીને ચૂંદડી ઓઢાડી ભગિની બનાવ્યા. હવે આવ્યો મનમાન્યા ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ પાસે. પ્રથમ મિલનથી થયેલા ખેંચાણે હવે જાણે કાયમ માટે રોકી લીધે. પણ દીક્ષાનું વેણ તે બીજે ઠેકાણે દઈ દીધું હતું, તેનું શું? મારવાડી મુનિવરેને મેં પત્ર લખે. સદ્ભાગ્યે તેમને જવાબ વળ્યો. “ગમે ત્યાં દીક્ષા લે. અમારી ખુશી છે. કોઈ પણ પ્રકારે સ્વ-પર કલ્યાણ સાધ” માર્ગ મોકળે છે. સંવત ૧૯૮૩ની એ સાલ હતી. પૂર્વના સંક૯૫ મુજબ હું તે વખતે જ્યાં ગુરુ મહારાજ હતા ત્યએટલે કે લીંબડી પહોંચવા માટે મુંબઈથી રવાના થશે. વચ્ચે કેવું વિશ્ન આવ્યું અને પછી હું ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની શીળી છાયામાં કેવી રીતે સમા એ બિના હવે પછી આપણે જોઈએ. તે ભવ્ય દિવસે ભૂલાયા નથી! કેવા એ અમૃત જેવા મીઠા દિવસો હતા. હર્ષ મુનિ પણ આ ગુરુ પાસે ખેંચાઈ-ખેંચાઈને આવી ગયા હતા. તેમના ગુરુનું ચાતુમાંસ અમદાવાદમાં હતું. નાનચંદ્રજી મહારાજે આગ્રહ કરીને તેમને શામજી સ્વામીના ચરણે પાછા મોકલી દીધા હતા. પણ એ સહૃદયી જીવને નાનચંદ્રજી મહારાજને સંગ-રંગ હૈયા સાથે લાગી ગયો હતો. તેમના દીક્ષાગુરુએ કહ્યું- ‘જા, ત્યાં જા, તને દુભવીને મારે અહીં નથી રાખ.' તીર છૂટે તેમ અમદાવાદથી નીકળીને ત્રીજે જ દહાડે એટલે કે આષાઢી પૂર્ણિમાને આગલે દિવસે એ લીંબડી પહોંચી ગયા. જાણે પૂર્વજન્મને કોઈ ચરણાનુરાગી કાં ન હોય! હવે ગુરુદેવ ના શાની કહી શકે ? ચુનીલાલભાઈને વૈરાગ્ય દિનપ્રતિદિન ભારે વચ્ચે જતું હતું. હું મુંબઈથી નીકળે ભર ચોમાસામાં. રસ્તામાં ટેઈન અટકી પડી. પાટાઓ ધોવાઈ ગયા હતા. વિરમગામ દિવસો સુધી રોકાઈ જવું પડેલું અને પછી લીંબડી પહોંચાયું. તેવામાં જ એક ત્રીજા દીક્ષાર્થી ભાઈ કેશવલાલ આવી ગયા. એક દીક્ષિત અને એક ભાવદીક્ષિતને બદલે અમે ત્રણ ભાવદ્દીક્ષિતે ભેગા થયા. અહા! તે દિવસોમાં લીંબડીની ભાવનાનો પારો કેટલે બધે ઊંચે પહોંચેલે ! વિશ્વસંતની ઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy