________________
પૂજ્ય ગુરુદેવ કવિવથ પં. નાનશ્ચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જેવા ગૃહસ્થ પ્રવચન કરે તે ય પ્રેમથી ઘાટકોપર શા માટે સાંભળે? તેનું રહસ્ય પણ આ પરથી સહેજે સમજાઈ જશે. ઘાટકોપરે ત્યારે રંગ આજ સુધી એ ને એવો જાળવી રાખે છે. એમાં પ્રસંગ આવે ત્યારે ઉમેરે થાય છે, ઘટાડો થતું નથી. કારણ કે ઘાટકોપર સંઘ મહામુનિ નાનચંદ્રજી મહારાજના ત્યારથી જ અખંડ આશીર્વાદ ઝીલતે આવ્યું છે.
પ્રથમ મિલને જ્યારે લાકડાની લાતીમાં હું નોકરી કરતો હતો ત્યારની આ વાત છે. અમદાવાદમાં ઉઘરાણી અર્થે એક વાર ગયેલ. ઘાટકોપરનું ચાતુર્માસ કરીને પૂ. ગુરુમહારાજ શ્રી નાનચંદ્રજી મહારાજ તથા મુનિશ્રી હર્ષચંદ્રજી મહારાજ ઠાણું છે અને ત્રીજા દીક્ષાથી ભાઈ ચુનીલાલ વિહાર કરતાં કરતાં અહીં પધાર્યા હતાં. તે અરસામાં મહાવીર જયંતી ઊજવવાનો સમય હતો. મહાવીર જયંતીના દિવસે દરિયાપુરી ઉપાશ્રયમાં ભવ્યતાથી એ ઉત્સવ ઊજવવાને હતું એટલે સમસ્ત સંઘ ભેગે થયો હતો. હું પણ નામ સાંભળીને ત્યાં ગયેલ. એક સમાજસુધારક અને પ્રસિદ્ધ વિચારક ભાઈ પણ તહલ ખાતર ત્યાં આવેલા. મહારાજશ્રીનું તેઓને અહીં જ પ્રથમ મિલન થયું હતું.
ભલે ઓછા પાણીએ પણ પગ સાફ કરીને મહારાજશ્રીએ ઉપાશ્રયમાં પગ મૂકો.” તે પ્રસંગ લઈને પેલા વિચારકની વાગ્ધા ચાલી. “જૈનધર્મ જેમ ચેતનની સફાઈ કહે છે, મનની સફાઈ કહે છે તેમ તનની યે સફાઈનું બરાબર કહે છે. જુઓ, આ મહામુનિજને ! તેઓ ક્રિયા અને જ્ઞાનરૂપી બે માત્રા સાથેના જૈન સાધુ છે.” લેકેને ભારે નવાઈ લાગી. જે વ્યક્તિ (વાડીલાલભાઈ) જૈન સાધુને જુએ ત્યાં ભૂરાયા થઈ જાય, તેને બદલે પ્રથમ મિલને જ કેવા લટ્ટ થઈ ગયા ?
આ વખતે હર્ષચંદ્રમુનિ તે સાથે હતા જ. તેમને અને ચુનીલાલભાઈને આ વખતે જ મને પ્રથમ મેળાપ થ. ઘાટકોપરમાં જ્યારથી મેં પૂ. મહારાજશ્રીના વ્યાખ્યાને સાંભળેલા ત્યારથી જ મને તેઓ પ્રત્યે અસાધારણ આકર્ષણ તો થયેલું જ. પરંતુ આ દિશાના વિચારો જોઈએ તેવા પરિપકવ થયા ન હતા. ત્યાર પછી તો મુંબઈમાં મારવાડી સાધુઓ પણ આવતા થઈ ગયા હતા. એટલે સહજભાવે સમાગમ કરવાનું મન થતું અને અંદરના ઉપાદાનને પિષણ મળ્યા કરતું. બધા સાધુઓના સત્સંગમાં જ ખરો, પણ પૂ. મહારાજશ્રીએ હૃદયમાં જે અનેખું સિંચન કરેલ તે સર્વોપરિ નીવડયું. એટલે આ વખતે અમદાવાદમાં મોકે મળતાં ગુરુદેવને પ્રત્યક્ષ સમાગમ કરવાનું મન થયું. ચુનીલાલભાઈ સાથે પ્રાથમિક વિચારણા કરી. તેમના દ્વારા પૂ. મહારાજશ્રીને પણ નિકટથી સંપર્ક થયે. તેઓ બહાર એક મિલમાલિકના (માધુભાઈ મિલના) મકાનમાં ઉતર્યા હતા. થોડી વારમાં જ એક પારસી બેન આવ્યા અને પોતાના ગુરુને નમે તેમ નમી પડયાં. વચને-વચને તેમની શ્રદ્ધા, ભકિત અને આત્મસ્નેહની ઝાંખી થતી હતી..
નો રંગ મારા માટે તો ધર્મ બાબતને આ નવો રંગ હતો. અનુભવ પણ ન હતું. સામાયિક-પ્રતિક્રમણ જેવું આવડે જ નહીં. સંવત્સરીને દિવરો ન છૂટકે બીજાઓ સાથે ઉપાશ્રયે જવું પડે, પણ ઝટઝટ છટકવાનું મન થાય. દૂરથી જેન સાધુ-સાધ્વીઓ ગમે ઘણાં, પણ નજીક જવાનું મન ન થાય. કારણ કે પહેલાં જ એ પૂછે-“કાંદા, બટાટા નથી ખાતા ને ! જૂઠું બોલવું ગમે નહીં. સાચું બોલવાથી ટેણે ખાવો પડે- “ જુઓ જેનના દીકરા !” એટલે “તેરી મી ફૂપ અને મેરી મી ચૂપ” કરી દૂરથી નમીને ચાલતી પકડવી પડે. પણ જ્યારથી આ મહામુનિને જોયેલા ત્યારથી તેમના પ્રત્યે અગમ્ય અને અદમ્ય આકર્ષણ જાગેલું.
એમના મુખારવિન્દને જેવું એ જાણે જીવનનો અલભ્ય લહાવે લાગે! એમના લલાટને જોઈએ કે એમની હસુ -હસુ કરતી આંખોને જોઈએ. જાણે બુદ્ધ સમોવડા તેમના કાનને જોઈએ કે લહેક કરતા અભિનયને જોઈએ! બસ,
Jain Edition International
જીવન ઝાંખી
For Private & Personal Use Only
www.jainelibrary.org