SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પામેલ હતા અને ત્યાર બાદ રાજકોટ રાષ્ટ્રીય શાળામાં પણ રેંટિયાવર્ગ ચલાવતા. સંચગવશાત્ પછી ભાવનગર દક્ષિણમતિ સંસ્થામાં ગિજુભાઈ બધેકાની દેખરેખ નીચે ચાલતી બાલમંદિરની મોન્ટેસરી પદ્ધતિનો પણ અભ્યાસ કર્યો હતે. એમ જુદા જુદા સ્થળે ફરતા, કચ્છના મુખ્ય ગામે ભૂજ, માંડવી, અંજાર વગેરે ગામમાં હરિજન શાળા પણ ચલાવતા. આવા બધા સંસ્કારવાળા એવા એ ચુનીલાલભાઈ ગાંધી વિચાર - આચારના રંગે તે યુગમાં રંગાયેલા; અવિવાહિત અને ભાવતરાળ, બ્રહ્મચારી યુવાન. જન્મ સ્થાનકવાસી જૈન. તેમને આ પ્ર. મહારાજશ્રીની પ્રવચનધારા સાંભળતાં સાંભળતાં, જીવનમાં નવી દષ્ટિને સંચાર થયો. એટલે વધુ પરિચય કરવા માટે તેમની સાથે રહેવાની ત્યારથી જ લગની લાગી ગઈ. જ્યારે હું તે વખતે માત્ર પ્રવચને સાંભળીને ધંધાથે ચાલી જતો. અલબત્ત, જૈનધમી હોવા છતાં જૈન સાધુ પ્રત્યેનું મંદ થયેલું મારું આકર્ષણ અહીંથી જ ફરી સચેત બન્યું હતું. મને જ્યારે ખબર પડી કે સ્થાનકવાસી જૈન કેન્ફરન્સનું અધિવેશન માધવબાગમાં ભરાય છે અને પૂ. નાનચંદ્રજી મહારાજ ત્યાં પધારી પ્રવચન આપવાના છે, ત્યારે તરત ત્યાં દેડી જતા. ભેરદાનજી શેઠિયા પ્રભાવિત થયા. બીકાનેરથી ભેદાનજી શેઠિયા ખાસ ટ્રેઈનમાં આ અધિવેશનના અધ્યક્ષપદ માટે આવેલા. જે મહામુનિની પ્રેરણાથી સ્થા. જૈન કોન્ફરન્સની સંસ્થા જન્મેલી, તે જ મહામુનિની એમાં હાજરી હેય પછી પૂછવું જ શું? મુંબઈમાં જે જૈન-જૈનેતરને એ મહામુનિના પ્રવચનને ચટકે લાગેલે, તેઓ સ્થા. જૈન કૅન્ફરન્સના અધિવેશનમાં પણ આવ્યા વિના રહે ખરા ! માધવબાગ જેવા મહાવિશાળ સ્થાનના પ્રાંગણમાં હજારો માણસોની ભીડ જામતી. આમાંના ઘણા લેકે માત્ર પૂ. મહારાજશ્રીને સાંભળવા આવતા. “જાગે નહિ તે ઘર જાશે? જગાડ્યા શું જાગતા નથી રે, તજવાનું ત્યાગતા નથી રે.” એવી કાવ્યમય વાણી સૌને અનાયાસે જગાડી દેતી. માઈક સિવાય હજારો શ્રોતાઓ સાંભળે શી રીતે ? એટલે પૂ. મહારાજશ્રી તે જમાના સહેજે ઉપયોગ કરતા. ભરોદાનજી શેઠિયાને ગળે આ વાત નો'તી ઊતરતી, એટલે પૂ. મહારાજશ્રીનું પ્રવચન પૂરું થાય પછી તેઓ સ્થાન પર આવતા. છતાં મહારાજશ્રીના આકર્ષણથી તેઓ પણ છેવટે તો આકર્ષાયા જ, તેમનું મન પણ નવું વિચારતું તે થયું જ. તેઓ પરંપરાથી ધર્મપ્રેમી હતા જ. સાંભળ્યું હતું કે મુંબઈમાં હજારે માણસે તેમને ટેઈન વખતે છેલ્વે સ્ટેશન પર લેવા આવેલા; પણ તેઓ તે સમય થતાં સામાયિક વ્રત માટે વચ્ચેના સ્ટેશને જૈતરીને સામાયિક કર્યા પછી જ મુંબઈ પહોંચેલા. આવી ધર્મદઢતામાં નવા વિચાર ભળે તે સાતત્યરક્ષા અને પરિવર્તનશીલતાને તાળ મળતું જાય. મહારાજશ્રી તે નમ્રતાપૂર્વક છતાં સ્પષ્ટપણે કહેતાં—“માઈક કાંઈ અમારા માટે શેખની ચીજ નથી. જેમ ચતુર્વિધ સંઘ ભેળે થાય ત્યારે શ્રાવકની અહિંસામર્યાદા પ્રમાણે મંડપ વગેરે અનેક આરંભ સમા રંભનાં સ્થાને બનાવાય છે અને સાધુ-સાધ્વીઓ તે સ્થાનને ઉપયોગ ક્ષમ્ય માને છે તેવું જ આ માઈકનું છે. હજારો શ્રેતાઓ હોવાને લીધે માઈક હોય છતાં જો ઈન્કાર કરું તે લેકવિરાધના થાય. ગુજરાતના જેનોને માટે આ વાત નવીન હતી. અપવાદરૂપ રૂઢિચુસ્ત સિવાય તેમને કેડે પડતી જતી હતી. જ્યારે રાજસ્થાની વર્ગને માટે સામાજિકતા પણ નવી વસ્તુ હતી. ત્યાં એક સાધુ આજથી પચાસ વર્ષ પહેલા માઈકમાં બોલે તે નવું લાગે, તે સ્વાભાવિક હતું, પણ સ્થા. જૈન કોન્ફરન્સ દ્વારા આખાયે સ્થાનકવાસી સમાજ આ મહામુનિને પ્રતાપે ધર્મક્રાંતિમાં સારી પેઠે આ રીતે પલોટાયે જતો હતો. તેથી જ શુદ્ધ રાષ્ટ્રીયતાને પિષક એવા ઘણા વ્યાપક ઠરાવ સ્થા. જૈન કોન્ફરન્સ તે જમાનામાં કર્યા હતા. આજે બધાયે ધાર્મિક સમાજોમાં સ્થા. જૈન સમાજ આગળ શાથી છે, એનું રહસ્ય આ પરથી સહેજે જડી જશે. કેઈ સ્થાનકવાસી જૈન ગીતા, ઉપનિષદ, રામાયણ, બૌદ્ધપિટક તે શું બલકે ઈંજિલ, કુરાન કે બાઈબલ વાંચે તે પણ નાનચંદ્રજી મહારાજને નવાઈ લાગી ન હતી. ઊલટું ગાંધીજીની સર્વધર્મ પ્રાર્થનામાં તેમને રસ પડતું. આમ ઘાટકોપરને ચાર માસ જેટલો લાંબો સમય મળતાં નગદ ધર્મને પાયે ત્યાં મજબૂત નખાય. ઘાટકોપરના ઉપાશ્રયમાં રાષ્ટ્ર-છાવણી શાથી ચાલી? ઘાટકોપરમાં ગાડગે મહારાજ જેવા સંત આવીને વ્યાખ્યાન આપે કે ૫. સુખલાલજી વિશ્વસંતની ઝાંખી ૧૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy