________________
bપથ ગદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
શિરસ્તો છે. તે વૃદ્ધ ભાઈએ પિતાની ધારણા મોઘમ ન રાખતાં સ્પષ્ટ કરીને કહ્યું “ગુરુ મહારાજ! હું જ્યાં લગી મુંબઈમાં રહે ત્યાં લગી મારે જાતે કચ્છમાંના ખેતર ખેડવા નહીં.” આવી પ્રતિજ્ઞા સાંભળીને સી હસી પડયા. મહારાજશ્રીએ તેમને મીઠાશથી સમજાવ્યા– “ભાઈ ! કચ્છમાં તમે જાતે ન હો ત્યાં લગી ખેતર ન ખેડવાની તમારી પ્રતિજ્ઞાને કઈ અર્થ નથી.” લેકે પણ આવી પ્રતિજ્ઞાને મશ્કરીરૂપ માનવા પ્રેરાય તેમાં નવાઈ ન'તી. પણ ખરેખર, આ સમજફેર હતી. પૂ. મહારાજશ્રીએ તેની અને એવા અનેકેની “રાવી અંગેની બેટી સમજને દૂર કરી.
રાવીને સાચા અર્થ મહારાજશ્રીએ કહ્યું–“રાવીને સાચા અર્થ તૃણું છે અને તૃષ્ણનો સંબંધ સમસ્ત વિશ્વ સાથે છે. એ તૃષ્ણા ઓછી થાય તે માટે પ્રયત્ન કરવાને છે. આવી અર્થશૂન્ય પ્રતિજ્ઞાથી તૃષ્ણ ઓછી થતી નથી. તૃષ્ણા ઓછી કરવા માટે કાં (૧) પરિગ્રહ દિને--દિને ઓછો કરવો અથવા (૨) પરિગ્રહની મમતા ત્યાગી તેના સાચા ટ્રસ્ટી થઈ જવું. આ ધરી માર્ગ છે. પુણિયા શ્રાવકે ધીરે-ધીરે આટલો ઓછો પરિગ્રહ કરી નાખ્યો અને જાત મહેનતને એટલું મહત્વ આપ્યું કે આદર્શ કરણી કરનારા શ્રાવકોમાં તેનું નામ પંકાયું. આનંદ, કામદેવ વગેરે શ્રાવકો એવા થયા કે જેમણે હજારે ગાયે છતાં, અમુક ગાયનું, અમુક પ્રમાણમાં દૂધ-ઘી લેવાનો નિયમ કરી નાખે. અપરંપાર મિલ્કત છતાં ખરેખર ટ્રસ્ટીરૂપે જીવ્યા. બાકી જયાં કાયા નથી, ત્યાં તે ક્રિયાને કાયાથી ત્યાગ હોય જ નહીં. ધર્મને નામે આવી કેટલીયે ખોટી માન્યતાઓ ચાલે છે. તે ગમે તેટલી જની અને ઊડી હોય તેય છેડયે છૂટક છે. તમે કાંટાને પગમાં લાંબે રાખતા નથી. પહેરણતળે ડભેળિયું હોય તે પહેરણને દૂર કરીને પણ ડાભેળિયું તુરત કાઢી નાખે છે, તેમ આવી ઊંધી માન્યતાઓને કાઢી નાખવી જોઈએ.”
લોકોને આ પ્રસંગથી નવી રેશની મળી. વ્યાખ્યાન કરતાંય આવા પ્રત્યક્ષ પ્રસંગે ઘણી વાર ઘણું કહી જાય છે અને લાંબા વખતની જડતાને દૂર કરે છે.
ભકિત અને તપ વેવલાં ન હોય
બીજા એક વખતે વ્યાખ્યાન સાંભળીને શ્રોતાઓનાં ટેળેટેળાં બાજુની એક ટેકરી તરફ વળ્યાં. હું પણ દાદરના મારા નિવાસસ્થાનેથી પાસ કઢાવી પ્રાયઃ રોજ ઘાટકોપર આવતે. આમ તે જૈન સાધુઓના પ્રવચનમાં બહુ ઓછું સમજાય. પણ આ જૈન સાધુનાં પ્રવચને અનેખા હતાં. તેઓ કહેતાં અને બતાવી આપતાં કે “ધર્મ નગદ છે.” પેલા ટોળાં સાથે હું પણ ટેકરી પર ગયે. અને જોયું તે એક ભાઈ ધૂની જીવન જીવતા હતા. તેમને જોયા “હરનાથ પાગલ” નામના કેઈ ભકત બંગાળમાં થયા છે. તેમના પંથના તેઓ ગણતા. એમનાં પત્ની બાપડાં બહુ દુઃખી થતાં જણાયાં. આ ભાઈમાં ભકિત જરૂર હતી, પણ વેવલાપણું વિશેષ હતું. પૂ. નાનચંદ્રજી મહારાજે સમજાવ્યું– “ગૃહસ્થાશ્રમીએ ગૃહસ્થાશ્રમની અને ત્યાગીએ ત્યાગીઓની ફરજ બરાબર બજાવવી જોઈએ. મમતા કે આસકિત દૂર કરવા માટે ભક્તિ છે ફરજ ચૂકવા માટે નહીં.”
એક વખત પૂ. મહારાજશ્રીએ તપના બાર પ્રકારોને બાર પ્રકારના ક્ષાર તરીકે સમજાવ્યા. જેમ બાયોકેમિક દવામાં બધા દર્દીને લાગુ પડે તેવા બાર પ્રકાર છે તેવી જ રીતે તપશ્ચર્યાના બાર પ્રકાર વીતરાગ પરમાત્માએ કહ્યા છે. આ વસ્તુ ઘટાવીને એવી સરસ રીતે સમજાવેલ કે તે વાત “દાઢમાં સ્વાદ કાયમ રહી જાય તેવી રહી ગઈ. “તપ કરવાથી કર્મ બળે છે “તવસા = નિગર” એ માત્ર શાસ્ત્રવાક્ય નથી. વ્યકિતગત અને સામુદાયિક કંઈ દોષ તપદ્વારા બળીને વ્યકિતગત અને સમાજ કુંદન જેવા બને છે તેવો જાત અનુભવ પણ થાય છે.
તેમના પ્રવચનમાં મધ્ય મુંબઈથી ચુનીલાલભાઈ પણ આવતા. તે જ ચુનીલાલભાઈ આજના મારા વડીલ ગુરુબંધુ પૂજ્ય શ્રી ચુનીલાલજી સ્વામી. મને તે વખતે તેમને પરિચય થયો ન હતો. ચુનીલાલભાઈ તે સમયે ગાંધીજીના નૂતન વાતાવરણથી રંગાયેલ એટલે યુવાન અવસ્થામાં તે સમયે પાલીતાણા પાસેના શ્રી શિવજી દેવસી સંચાલિત- અને સત્યાગ્રહ આશ્રમ અમદાવાદ પ્રેરિત મઢડા ઉદ્યોગશાળાની ખાદી પ્રવૃત્તિમાં એક વર્ષના કોર્સની તાલીમ
૧૬
જીવન ઝાંખી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only