________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જતા. લોકાગચ્છની તે એક ગાદી જેમ વડોદરા હતી તેમ મુંબઈ પણ હતી. મુંબઈ જવામાં સૌથી પ્રથમ પહેલા દેરાવાસી તપસ્વી સાધુ મોહનલાલજી મહારાજે કરી. સ્થાનકવાસી સાધુઓમાં કદાચ પહેલ કરી છે પૂજ્ય જવાહરલાલજી મહારાજે, પણ જેવા એ વાંદરા ગયા અને જંગી કતલખાનાઓ (વાંદરા-કુરલા) સાંભળ્યા કે એમનું હૃદય કંપી ઊઠયું. પણ તેઓએ સમય પારખીને વિધેયાત્મક માર્ગે મુંબઈવાસી જૈનોને વાળેલા. તેને પરિણામે ઘાટકેપરમાં જીવદયા મંડળીનું પશુપાલન અને શાળાનું કામ ખીલ્યું, જે આજે પણ ચાલુ છે.
પૂજય ગુરુદેવ સૂરત સુધી પધાર્યા છે એવું સાંભળીને મુંબઈને સ્થાનકવાસી સમાજ સુરત સુધી દેડી ગયો. સંવત ૧૯૮૨ ની એ સાલ હતી; પૂ. નાનચંદ્રજી મહારાજે કહ્યું-“મારા બે દીક્ષાવૃદ્ધ ગુરુભાઈઓને હું લીંબડી છોડીને આવ્યો છું” મુંબઈ સંઘ લીબડી પહોંચે અને વિનંતિ કરી—“ આપ બને મેટા મહારાજશ્રીઓ મુંબઈ પધારો. અમે ડેલીમાં લઈ જઈએ.” પણ તેમણે કહ્યું-“અમે તો નહીં આવી શકીએ. આ ઉમ્મરે ગાદીનું ગામ છોડવું ગમતું નથી. અમારા આચાર્યશ્રી દેવચંદ્રજી મહારાજ હમણાં જ અહીં સદૂગત થયા છે.” ગાદી એટલે પૂ. અજરામરજી સ્વામીનું સમારક. મુંબઈ સંઘે કહ્યું - “તે આપ પૂ. નાનચંદ્રજી સ્વામીને મુંબઈ જવાની આજ્ઞા આપવા કૃપા કરો, બસ આજ્ઞા પત્ર લાવીને મુંબઈ સંઘ પૂ. નાનચંદ્રજી મહારાજ ઠાણું ૨ ને મુંબઈ ખેંચી ગયે.
જીવતી જાગતી ચેતના પૂ. નાનચંદ્રજી મહારાજ એટલે જીવતી જાગતી ચેતના. તેઓ જેવા મુંબઈ પહોંચ્યા કે જાણે મુંબઈ ગાંડું બન્યું. પૂ. જવાહરલાલજી મહારાજે જે ધર્મરસ જગાડયો હતો, એમાં ઘાટકોપર કાંઈક સક્રિય બનેલું. ઘાટકોપર મુંબઈનું એવું પડ્યું છે કે જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના જૈન-જૈનેતર વધુ રહેતા. મુંબઈ એટલે ભારત સાથે દેશાંતર સંબંધ બાંધતી બંદરપુરી. કેટલાય આવે અને કેટલાય જાય! કેની સાથે સંબંધ બાંધો અને કેટલો બાંધો ? “મકોને લપ! આપણે આપણું કરે.” આવી ભ્રામક માન્યતામાં ઘાટકે પર એક ખાસ અપવાદરૂપ હતું. મુંબઈ જેવી ભારતની મહાનગરીમાં જાણે ભારતનું ગામડું હોય તેવું તે વખતે ઘાટકોપર લાગતું. નાનચંદ્રજી મહારાજે ચોમાસા માટે ત્યાનો નિર્ણય લીધે. ચીંચપોકલીમાં એક જની મિલ અને એનું વિશાળ કમ્પાઉન્ડ મુંબઈની સ્થાનકવાસી જનતાએ ખરીદેલું ત્યારથી ઉપાશ્રય તરીકે ત્યાં જ સાધુ-સાવીઓને નિવાસ રહે તે સ્વાભાવિક હતું, પણ આ જૈનસાધુ જુદા જ પ્રકારના હતા. તેમણે જગજીવનભાઈ દયાળની વાડીમાં ચાતુર્માસ માટે વિચાર્યું. મુંબઈના મહાપ્રયાણની સાર્થકતા સિદ્ધ કરવી હતી ને !
૧૧ ઘાટકોપરે રંગ રાખ્યો
જગજીવન દયાળની વાડીનું વિશાળ ચગાન મંડપથી ઘેરાયું હતું. મુંબઈનું માસું એટલે વરસાદની ઝડી. છતાં આખા યે મુંબઈના જેને વારંવાર ઘાટકોપર આવ-જા કરતા. કારણ કે નાનચંદ્રજી મહારાજનું ચોમાસું ઘાટકોપરમાં હતું. એ જ વાડીમાં એક ભક્તયોગી આવ-જા કરતા. કેટલીક વાર મહિના લગી રહી જતા. તેમને પણ આ જૈન સાધમાં રસ જાગ્યો તેથી એ વાડી અને એની આસપાસ રહેતાં જૈન-જૈનેતરોની ઊંડી શ્રદ્ધા જામી. મુંબઈ જેમ મેહમયી નગરી છે, તેમ તમયી નગરી નથી એમ નહીં. કહેવાય છે કે વાઘજી આશારામ અને મૂળજી આશારામ જેવા બે નબંધુઓ નાટકના રંગમંચ પર ભતૃહરિપિંગલા બનીને આવતા. વેશ આબેહુબ ભજવતા તો, તેમાંથી એ વૈરાગ્યરંગે રંગાનારા વીરલા મુંબઈમાં જરૂર સાંપડતાં. ચીંચપોકલી સ્થાનકમાં ચારે પ્રકારના આહાર સિરાવીને એક શ્રાવકે અનશન કરેલું તે ચૌદ દિવસ લગી ચાલેલું. એ પણ મુંબઈને જ તાજો બનાવ હતે.
એક વખત ઘાટકોપરના આ મહામંડપમાં મહારાજશ્રીનું પ્રવચન પૂરું થયું અને એક વૃદ્ધજન ઊભા થયા. સામાન્ય રીતે પ્રવચનને અંતે સાધુજી સૌ-સૌની ધારણા પ્રમાણે પચ્ચકખાણ (પ્રત્યાખ્યાનત્યાગ) આપતા હય, એ વિશ્વસંતની ઝાંખી
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org