________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આમ તે “અતિ સર્વત્ર વર્ગ” એ સૂત્ર નાનચંદ્રજી મુનિએ ટી કાઢયું હતું. અમલી પણ બનાવ્યું હતું. પણ “શરીરને કસવું તે જોઈએ જ, પપલાવવાથી એ પાંગળું બને છે. જેવી આદત પાડીએ તેવી શરીરને આદત પડે છે. એમ ધારી આ પ્રયોગ કર્યો પણ તે પ્રયોગ ભારે પડી ગયે.
આખું અંગ જકડાઈ ગયું એમાંથી એવું “વા”નું દર્દ થયું કે જે અનેક ઉપચાર છતાં જિંદગી લગી ટકયું અને તે કારણે નવું લોહી બંધ થવાની ઉમ્મર થતાં અમુક સમયે ડેલીનો ઉપયોગ કરવો પડશે. શરીર ખૂબ ખડતલ અને તેજ તેજના અંબારસમું રહ્યું; પણ “વા ને વ્યાધિ રહી ગયો તે રહી જ ગયો. પરંતુ બધ સર્વોત્તમ આપી ગયે.
युक्ताहारविहारस्य, युक्तचेष्टस्य कर्मसु ।
युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥ બુદ્ધ ભગવાને છ-છ વર્ષ લગી તપ કર્યા અને કાયા ગાબી નાખી, લથડિયા લેવા લાગ્યા. આખરે “મધ્યમમાર્ગ”ને બોધ મળે પણ કોણ જાણે શાથી મહાપુરુષોના જીવનમાં આવું “અતિપણું” એક વાર તે જાણે અનિવાર્ય બનતું લાગે છે.
આ પ્રસંગ પછી નાનચંદ્રજી મુનિના જીવનમાં જેમ વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેનો ભેદ ઉકેલાયો, તેમ તપ-ત્યાગ, સેવા-ધ્યાન, ગ-સંયમને ભેદ પણ ઉકેલાઈ ગયો. છતાંય આખરે તે “fiડે પિંડે મતિfમના” કહેવત મુજબ વ્યક્તિ માટે તે સાધના સમસ્યા રહેવાની.
દરમિયાન એ અરસામાં બે વૃદ્ધ સાધુજીએ તે પછી લીંબડી રોકાઈ ગયા. પરંતુ જાણે પૂવને કઈ સંકેત હોય તેમ લાંબા વિહાર માટે એક જુવાન સાધુને
હાર માટે એક જવાન સાધુનો ચાગ મુનિ નાનચંદ્રજી સ્વામીને મળી ગયો. મતલબ કે તપસ્વી મહા. શ્રી શામજી સ્વામીના એક શિષ્ય શ્રી હર્ષચંદ્રજી મુનિ ભગુવા અને સેવા કરવા ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ પાસે આવેલા. આમ બને ઠાણું સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચરતા હતા. દરમિયાન મુનિશ્રી હર્ષચંદ્રજીને ગળામાં કાકડાન દઈ થયું તેથી તેના ઓપરેશનની જરૂર હતી. ઓપરેશન કયાં કરાવવું એ વિચારતાં. તે વખતે નડિયાદમાં મિશનરી હોસ્પિટલના ડોકટર કક ખબ પ્રસિદ્ધ હતા. એટલે મુનિશ્રીના ગળાના કારણે ગુરુદેવે નડિયાદ પહોંચવાને વિચાર કર્યો. અનકમે વિહાર કરતાં અને ઠાણું ત્યાં પહોંચ્યા અને ત્યાં ઓપરેશન કરાવ્યું. ઓપરેશન ખૂબ સફળ થયું. થોડા દિવસે આરામ લીધું અને પછી આટલે સુધી આવ્યા છીએ તે જરા આગળ વિહાર કરીએ એવી ભાવનાથી બન્ને ઠાણું સૂરત પહોંચ્યા.
ભેદભેદ ન હતા વચ્ચે વિહારના ક્ષેત્રમાં વિચરતાં વિચરતાં પિતાની અભેદ દૃષ્ટિની આગવી પ્રતિભાનો લાભ આમ – જનતાને આપતા હતા. આપણે જોઈ ગયા કે આપણું કથાનાયકને મન વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથીના તે ભેદ ન હતા, પણ જૈન-જૈનેતરોના ય ભેદભેદ ન હતા. તેઓ માનતા કે ઈશ્વર કતૃત્વવાદ સાપેક્ષ વસ્તુ છે. એવી કક્ષાએ એને ય માનવામાં દેષ નથી. દષ્ટિ સાફ જોઈએ, ધ્યેય સાફ જોઈએ, પૂરી નિલેપતા અને અખંડ જિજ્ઞાસા જોઈએ, તો આપોઆપ ભૂલે સરી પડે છે અને પરમ સત્ય પ્રગટ થઈ રહે છે. આથી તેમના તરફ સૌ આકર્ષાતાં. ગુરુદેવ દેવચંદ્રજી મહારાજના નિધન બાદ તેમની સમતા તેમનામાં સોળે કળાએ ઊતરીને ખીલી ચૂકી. નિખાલસતાને ય પૂરે વારસો મળે. ઉદાર હૈયાની તો વાત જ શી ? આથી પાલીતાણા, તારંગા, આબુ વગેરે જેનેનાં અને અંબાજી વગેરે જેતરનાં અગાસ, વડવા વગેરે શ્રીમદ્ભા સ્થાને તો તેમણે જોયાં જ. બલકે કઈ પણ ઈસ્લામી ઓલિયાઓને મળવામાં પણ તેમને આનંદ થતો.
મુંબઈવાસીઓનું આકર્ષણ મુંબઈ મોટી નગરી, વળી મોહમયી નગરી. એટલે જૈન સાધુઓ જવામાં સંકોચાતાં. ચૈત્યવાસના અવશેષરૂપ રહેલા જેન તિઓ પછી એ લંકાગચ્છના હોય કે શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના ખરતરગચ્છી વગેરે હોય તેઓ
૧૪ Jain Education International
જીવન ઝાંખી.
www.jainelibrary.org
For Private & Personal Use Only