________________
પત્ર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
(૩) બાળવયથી જ નવી પેઢીમાં બ્રહ્મચર્ય ભાવના, વ્યસનત્યાગ, સદૂવાંચન ભૂખ તથા સંસ્કાર પ્રીતિ વગેરેનું
સિંચન કરતાં રહેવું. (૪) ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમની ખૂબી પ્રજાહેયે ઉતરાવવી. ગોપાલન પ્રત્યે પ્રજાચિ વધારવી. (૫) બાળવિધવાઓને માટે સંયમલક્ષી સાધન સંસ્થાઓ જવી. (૬) હરિજન સાથે એકતા, નારી પ્રતિષ્ઠા, રોજી-રોટીના પ્રશ્નનો ઉકેલ. આ બધામાં સાધુ-સાધ્વીઓએ પિતાની
મર્યાદામાં રહી મુખ્ય ભાગ લે. (૭) લેકે માંથી કાયરતા હાંકી કાઢવા મહાપ્રયાસ જારી રાખ. (૮) આ બધા માટે રાહતકામ જેવા કે શુદ્ધ ખેરાકની ચીજોમાં રાહત, વિદ્યાના વિકાસમાં રાહત, દવાખાનાઓ
દ્વારા તબીબી રાહત વગેરેમાં ઠેરઠેર પ્રેરણા આપવી. આમ ધર્મકાંતિનું બ્યુગલ ફુકાવું શરૂ થયું અને તેના પડઘા છેટે છેટે પડવા શરૂ થયા.
૧ ૦
મુંબઈ તરફનું મહાપ્રયાણ
તેવામાં લાંબી સેવા અને ઘડતર માટે લાથ દઈને સંવત ૧૯૭૭ના કારતક વદ આઠમના રોજ આચાર્ય શ્રી ગુરુદેવ સ્વર્ગવાસી થયા. આચાર્યશ્રી ગુરુદેવ કાળધર્મ પામ્યા બાદ તરત જ ગુરુદેવનાં અને પોતાના અનેક અનુરાગી જને આવી પહોંચ્યા. ગુરુવિરહ તેમને બહુ સાલતો, કારણ કે ગુરુ જેવા જ એ ગુરુ હતા. પક્ષઘાતમાં પણ પ્રવચનમાં કે કઈ સૂત્રોચ્ચારમાં કે કયાંય ગલત થાય કે તરત શિષ્યને સારાથી ચેતવી દેતાં. કેટલાંય સૂત્રે તેમને કંઠસ્થ હતા. આમે ય લીંબડીની આચાર્ય પરંપરા અને સાધુ-સાધ્વી પરંપરામાં વિદ્વતા સેને સહજલબ્ધ જેવી હતી. શ્રીમદ્ રાજચંદ્ર જેવા મૌલિક જૈનત્વજ્ઞાતા, પણ કહેવાય છે કે લીંબડી સંપ્રદાયના આચાર્યોના સહવાસમાં આવવા લલચાતા. સ્વ. સદાનંદી છોટાલાલજી મહારાજના ગુરુ શ્રી નાના લાધાજી મહારાજ પાસે શ્રીમદ્દ પધાર્યાનું અને ચર્ચા કર્યાનું મેં આપણું ચરિત્ર નાયક પાસેથી સાંભળ્યું છે.
ગુરુ નિધન ટાંકણે ગુરુનિધન ટાંકણે બહુ મોટું ફંડ થયું. લીંબડી મોટા સંપ્રદાયના ઠેરઠેર મકાન અને સગવડોમાં આ ફંડ અને મુનિ નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી થયેલા બીજા ફડાને હિસ્સો મુખ્ય છે.
હવે માત્ર બે જ ગુરુભાઈઓ હતા. તેમનું જન્મવતન કચ્છ હતું. એકનું નામ મહા. શ્રી સુંદરજી સ્વામી અને બીજાનું નામ મહા. શ્રી રામચંદ્રજી સ્વામી. તેઓએ પ્રેમથી કહ્યું – “નાનચંદજી! હવે ખુશીથી તમે થોડું ફરી આવો. તમારી મહા શક્તિને વિશાળ સમાજમાં ઉપયોગ થવો જોઈએ. અમે વૃધ છીએ. અમે શાંતિથી ગાદીના ગામમાં રહીશું. આ પ્રકારના આશીર્વાદ આપ્યા. ત્યાર પછી પણ થડે કાળ એ મુનિવરે સાથે ઝાલાવાડમાં વિચર્યો. દરમિયાન એક વખત નાનચંદ્રજી મહારાજ પોતાના સાથીદાર સાધુઓ સાથે વિહાર કરતાં સાયલા પધાર્યા હતા. તે સમયે સાયલાના ઉપાશ્રયમાં એકાતવાસ માટે ભેંશ જેવા એક રૂમની વ્યવસ્થા હતી અને પાસે જ આંબલીનું મોટું (તેનિંગ) વૃક્ષ હતું, જે અત્યારે પણ વિદ્યમાન છે. ત્યારે બીજી સાનુકૂળતા હોવાથી નાનચંદ્રજી મુનિને અમુક પ્રકારની સાધના કરવાનું મન થયું. એટલે અમના પચ્ચકખાણ કરી પોતે એકાંતવાસ જેવા ભેંયરામાં બેસી ગયા. શિયાળાના દિવસો, ભેજ અને છે, આમ ત્રણેયને મેળ જામ્યું. પ્રતિક્રમણ માટે, સેવાપૃચ્છા માટે મુનિજી બહાર આવે ખરા; પણ ત્રણેય દિવસે મોટે ભાગ ભોંયરામાં ગાજે. પ્રાયઃ ત્રણે દિવસ ઉજાગર કરી બેસી જ રહ્યા.
વિશ્વસંતની ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
૧૩ www.jainelibrary.org