________________
પૂજ્ય ગુરુદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
નમ્રસેવાથી ગુરુના આત્માને ઢઢળી મા હતો, તે તેઓ બરાબર સમજતા હતા. સદ્દભાગ્યે દેવચંદ્ર ગુરુ જાતે જાગૃત હતા. એટલું જ નહીં પરંતુ સોને જાગૃત રખાવે તેવા હતા. એટલે એ ચિંતા ન હતી. લીંબડી એક સરખાં નવ-નવ વર્ષો ગાળવા પડ્યાં, પણ પળેપળને સુંદર ઉપગ કરી જાણે.
દૈનિક કાર્યક્રમ પળેપળની ગુરુસેવા એ જ એમને સર્વોપરિ દૈનિક કાર્યક્રમ, પરંતુ ગુરુ જ એવા કે શિષ્ય પાસેથી ઓછામાં ઓછું કામ લેવાની પક્ષઘાતમાં પણ કાળજી રાખે. કેટલીક સેવાઓ તો વડીલ ગુરુભાઈઓ પણ આપતા. જ્યાં દિલની એકતા હોય છે ત્યાં નાના-મોટાને સ્થળ ભેદ ટકતું નથી. છતાં “છઠ્ઠમસ્થ વડીલેને પણ કેવળી ભગવંત શિષ્ય વિનય જાળવે છે.” એ જેન રહસ્ય ન ચૂકાય તેની કાળજી મહામુનિ નાનચંદ્રજી રાખતા. ગુરુદેવને જરાક ખાંસી આવી કે તેઓ તેમની પાસે પહોંચી જ ગયા હોય! સ્વચ્છતા રાખવી, રખાવવી એ જૈન સાધુની પાંચમી સમિતિનું પણ તેઓ અદ્દભૂત જતન કરે.
મને લીંબડી સંવત ૧૮૩ના માસામાં ત્યાંના એકે-એક શ્રાવક-શ્રાવિકાઓ કહેતાં—“ અમે નાનચંદ્રજી મહારાજ જેવી ગુરુસેવા કેઈ સાધુ-સાવી પાસેથી જોઈ નથી.”
નવાઈ સાથે આનંદની વાત તો એ કે આવી પળેપળની સેવા સાથે આખી યે લીંબડી અને ફરતાં ગામડાની જૈન-જૈનેતર જનતાને તેમણે માનવધર્મથી રંગી દીધી.
કેટલું વર્ણન કરવું? અરે! પચાસ વર્ષ પછી આજે પણ લીંબડી ઉપાશ્રયમાંના પ્રેરણાપ્રદ વાકયે વાંચીએ કે ફેરતાં ગામડાંની સેવાભક્તિ જોઇયે; લીંબડીની વિદ્યાથી બેડિ ગ નીરખીએ કે લીંબડીના દેવચંદ્રજી પુસ્તકાલય-વાચનાલય ગ્રંથભંડાર જોઈ લઈએ. અજરામર જેન પાઠશાળાનાં સામાયિક સ્વરૂપ, સંવાદ, પ્રશ્નોત્તર કુસુમાવલી, આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા, સુબોધ સંગીતમાળા વગેરે પ્રકાશિત પુસ્તક પરખીએ કે ત્યાંની જેમ શાળાઓ જોઈએ, અથવા તે શ્રાવિકા શાળા કે મહિલા મંડળની રચનાત્મક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીએ. દરેકે દરેક સ્થળમાં મહારાજશ્રી નિમિત્તે ધાર્મિક પરિવર્તનને મળેલું જેમ કે જેશ કળાયા વગર રહે જ નહીં. તેમણે રસાળ સંવાદો બનાવ્યા અને ભજવાવ્યા. રૂઢિચુસ્તોમાં પણ નવો પ્રાણ ફેરો. આ વર્ષોમાં સહેજે-સહેજે સાહિત્ય, કાવ્ય વગેરે તૈયાર થયું. તેમ નવું નવું વંચાયું પણ ઘણું. તેઓ સમજતા હતા કે દેશ અને દુનિયાના પ્રવાહોને જાણવા તે પડશે જ. એ બધામાં રસ લઈને સમાજને પા અને પીવડાવવું પડશે, છતા ફેંકી દેવા પડશે. આ દિવસમાં રાત્રે પણ “સુશીલ’પાસે તેઓ બંગાળી અને અંગ્રેજી સાહિત્ય વંચાવી વૈજ્ઞાનિક ઢબે શાસ્ત્રીય અને ઐતિહાસિક ધર્મચર્ચાઓ ગોઠવતા. આથી જ લીંબડીમાં વિદ્યાર્થીઓને જે મહાન ફાલ ત્યારે નીકળે તેમાંનાં અનેક નામો અનેક ક્ષેત્રે આગળ આવી ગયા. મુંબઈમાં કે દેશ-પરદેશમાં જ્યાં
જ્યાં ઝાલાવાડની નવી પેઢી ગઈ ત્યાં ત્યાં તેમણે સામાજિકતામાં અગ્રનામ કાઢયું. તાજે નમૂને લીંબડી રાજ્યની પ્રજાનો એ કે, તેણે સ્વરાજ્યકાળે જવાબદાર લોકતંત્રની લડતમાં રાજ્ય જુલમને કારણે હિજરત કરી પણ પ્રજાએ
આપી નહીં. આ બધા પરથી તેમણે ધર્મક્રાંતિના અગ્રદૂતાંગે પોતાની ઢબે તારવ્યાં અને ત્યારથી તેમની જિંદગીના છેડા લગી એ જ પ્રવૃત્તિ રહ્યા કરી, ત્યારથી તેઓએ નીચેની વાત જોશભેર મુકવા માંડી.
(૧) સૌથી પ્રથમ માનવમાત્રમાં જાતિભેદ, પ્રાંતભેદ, દેશભેદ, સંપ્રદાયભેદ વગર માનવતા લાવવાનો પુરુષાર્થ કરવો. (૨) સાધુ-સાધ્વીઓની જવાબદારી સૈાથી મોટી છે તે તેમણે પિતાની દિનચર્યા સાથે દાખલ કરવી.
* છોટાલાલ હરજીવન સુશીલ” – જેઓ બંગાલી સાહિત્યના ખાસ કરીને શ્રી અરવિંદના અભ્યાસી હતા. અંગ્રેજી વાંચન પણ ઊંડું હતું. ઉપરાંત તે વખતના મહારાજા શ્રી દોલતસિંહજીના પર્સનલ સેક્રેટરી હતા.
૧૨ Jain Education International
જીવન ઝાંખી
For Private & Personal Use Only