________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
બીજા ઉદ્દેશકમાં ૨૧ શબલ દનું વર્ણન કરવામાં આવ્યું છે. જે કર્યો કરવાથી ચારિત્રની નિર્મળતા નષ્ટ થાય છે. અને ચારિત્ર મલિન થવાથી તે કાબરચીતરું બની જાય છે તે કાર્યોને શબલ દેષ કહે છે. * “શબલ કબુ૨ ચિત્રમ ” શબલને અર્થ ચિત્રવિચિત્રવર્ણવાળું થાય છે. હસ્તમૈથુન, સ્ત્રી સ્પર્શ વિ. તેમ જ રાત્રિમાં ભોજન લેવું અને કરવું, આધાકમી, ઔદેશિક આહાર લે, પ્રત્યાખ્યાન ભંગ, માયાસ્થાનનું સેવન વિ. આ બધે શબલદે છે. ઉત્તરગુણોમાં અતિક્રમાદિ દોષનું તથા મૂળગુણેમાં અનાચાર સિવાય ૩ દોષોનું સેવન કરવાથી ચારિત્ર શબલ થાય છે.
ત્રીજા ઉદ્દેશકમાં ૩૩ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે. જેનાચાર્યોએ આશાતના શબ્દની નિકિત અત્યન્ત સુન્દર રીતે કરી છે. સમ્યગ્દર્શનાદિ આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિને આય કહે છે અને શાતનાને અર્થ ખંડન થાય છે. સદ્દગુરુદેવ આદિ મહાન પુરુષોનું અપમાન કરવાથી સમ્યગ્દર્શનાદિ સદ્દગુણેની આશાતના-ખંડના થાય છે. આશાતનાઓ ૩૩ પ્રકારની છે. જેમ કે-શિષ્યનું ગુરુની આગળ, સમશ્રેણિમાં અત્યન્ત સમીપે રહી ચાલવું, ઊભા રહેવું, બેસવું વિ. તથા ગુરુથી પહેલાં કેઈની રાાથે સંભારણું કરવું, ગુરુના વચનોની જાણ કરી અવહેલના કરવી, ભિક્ષાથી પાછા વળ્યા પછી આલોચના ન કરવી વિ. આશાતના ૩૩ પ્રકારની બતાવી છે.
ચોથા ઉદેશમાં ૮ પ્રકારની ગણિસંપદાઓનું વર્ણન છે. શ્રમણોના સમુદાયને ગણ કહે છે. ગણુનો અધિપતિ તે ગણી, કહેવાય છે અને ગણીની સંપદા તે ગણિસંપદા. ગણીસંપદાના ૮ પ્રકાર છે – આચારસંપદા, શ્રતસંપદ, શરીરસંપદા, વચનસંપદા, વાચનસંપદા, મતિસંપદા, પ્રગતિસંપદા અને સંગ્રહપરિજ્ઞાસંપદા.
આચારસંપઢાના ચાર પ્રકાર છે-સંયમમાં દહેગવાળા થવું, અહકારરહિત થવું, અનિયતવૃત્તિ થવું, વૃદ્ધસ્વભાવી (અચંચળ સ્વભાવી) થવું.
શ્રુતસંપદાના બહુશ્રુતતા, પરિચિતશ્રુતતા, વિચિત્રશ્રુતતા, ઘેષવિશુદ્ધિ કારક્તા-આમ ચાર પ્રકાર છે.
શરીરસંપદાના શરીરની લંબાઈ તથા પહોળાઈનું સમ્યક્ અનુપાત, અલજજાસ્પદ શરીર, સ્થિરસંગઠન, પ્રતિપૂર્ણ ઇન્દ્રિયતા-આ ચાર પ્રકાર છે.
વાચનસંપદાના આદેયવચન, ગ્રહણ કરવા યોગ્ય વાણી, મધુર વાણી, અનિશ્ચિત–પ્રતિબંધ રહિત-અસંદિગ્ધ વચન આમ ચાર પ્રકાર છે.
વાચનસંપદાન -વિચારપૂર્વક વાચવિષયના ઉદ્દેશ્યને નિર્દેશ કરવો, વિચારપૂર્વક વાંચન કરવું, ઉપયોગી વિષયનું જ વિવેચન કરવું, અર્થનું સુનિશ્ચિતપણે નિરૂપણ કરવું. એમ ચાર પ્રકાર છે.
મતિસંપદાના ચાર પ્રકાર આ પ્રમાણે છે-અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા.
અવગ્રહ મતિસંપદાના ક્ષિપ્રગ્રહણ, બહુગ્રહણ, બહુવિધગ્રહણ, ધવગ્રહણ, અનિશ્ચિતગ્રહણ અને અસંદિગ્ધગ્રહણ એમ છ ભેદ છે. એ જ પ્રમાણે ઈહા અને અવાયના પણ ૬-૬ પ્રકાર છે. ધારણ અતિસંપદાના બહુધારણ, બહુવિધધારણ, પુરાતનધારણ, દુધરધારણ, અનિશ્ચિતધારણ અને અસડિગ્ધધારણ એમ છ પ્રકાર છે.
પ્રવેગમતિસંપદાના ચાર પ્રકાર–પિતાની શક્તિ અનુસાર વાદવિવાદ કરવો, પરીષદને જોઈ વાદવિવાદ કરવો, કાળ અને ક્ષેત્રને જે વાદવિવાદ કરે.
સંગ્રહપરિજ્ઞા સંપદાના ચાર પ્રકાર-વર્ષાકાળમાં પણ બધા મુનિઓના નિવાસ માટે ગ્ય સ્થાનની પરીક્ષા કરવી. બધા શ્રમણો માટે પ્રાતિહારિક બાજોઠ, પાટ, શય્યા, સંસ્કારક વિ. ની વ્યવસ્થા કરવી. નિયમિત સમય પર પ્રત્યેક કાર્ય કરવા. પિતાનાથી જયેષ્ઠ શ્રમણોને સત્કાર-સન્માન કરે.
૧. શબલ – કબું ચારિત્ર લૈ : ક્રિયાવિશેબૈર્ભવતિ તે શબલાસ્તઘોગાત્સાધવોડપિ ! ૨. આય :- સમ્યગ્દર્શનાઘવાપ્તિ લક્ષણસ્તસ્ય શાતના – ખંડનું નિરૂકતાદાશાતના –
આસાતણા સામે નાણાદિ આયર્સ સાતણા ! યકાર લેપ કૃત્વા આશાતના ભવતિ |
- અભયદેવ કૃત સમવા. ટીકા - આચાર્ય અભયદેવ સમવાયાંગ ટીકા - આચાર્ય જિનદાસ, આવશ્યક ચૂર્ણિ.
આગમસાર દેહન Jain Education International
૩૧૫ www.jainelibrary.org
For Private & Personal Use Only