SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ નિર્ચથણીએ એકાકી રહેવું, નગ્ન રહેવું, પાત્રરહિત રહેવું, પ્રામાદિની બહાર આતાપના લેવી, ઉત્કટુકાસન, વીરાસન, દંડાસન, લગુડશાયી આદિ આસને બેસીને કાયોત્સર્ગ કરે વિ. વજર્ય છે. નિગ્રન્થ-નિગ્રંથણીઓએ પરસ્પર મોક (પેશાબ અથવા થંક) નું આચમન કરવું અકથ્ય છે પરંતુ રોગાદિ કારણે તે ગ્રહણ કરી શકાય છે. પરિહારકલ્પમાં સ્થિત ભિક્ષુએ સ્થવિર વિ.ના આદેશથી અન્યત્ર જવું પડે તો તરત જ જવું જોઈએ અને કાર્ય પૂર્ણ કરીને તરત પાછું આવી જવું જોઈએ. જે ચારિત્રમાં કોઈ પણ પ્રકારનો દેષ લાગે તે પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરી લેવી જોઈએ. છ ઉદ્દેશકમાં એમ બતાવ્યું છે કે નિગ્રન્થ નિત્થણીઓએ અલી (જૂઠ) વચન, હીલનાના વચને, તિરસ્કારના શબ્દો, કઠોર વચન, ગાહસ્થિક વચન, શાંત પડેલા કલહને ફરી પાછું તાજું કરાવનાર વચન-આમ છ પ્રકારના વચને ન બોલવા જોઈએ. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અવિરતિ-અબ્રહ્મ, નપુસક, દાસ વિ.ના આરેપ લગાડનારને પ્રાયશ્ચિત આવે છે. નિગ્રન્થના પગમાં કાંટો લાગ્યો હોય અને તે કાઢવામાં પોતે અસમર્થ હોય તે તેને અપવાદરૂપે નિર્ચથણી કાઢી શકે છે. તેવી જ રીતે નદી વિ.માં ડૂબવા, પડવા, લપસવા આદિનો પ્રસંગ આવે તો સાધુ સાધ્વીનો હાથ પકડીને તેને બચાવી શકે છે. તે જ પ્રમાણે વિક્ષિપ્ત ચિત્ત (ગાંડપણની સ્થિતિ) વાળી નિર્ગન્થિને પિતાના હાથે પકડીને તેના સ્થાને પહોંચાડી દે તેવી જ રીતે વિક્ષિપ્ત સાધુને પણ સારી હાથ પકડીને તેના સ્થાને પહોંચાડી દે તો દોષ લાગતે નથી. પરંતુ આ સ્મરણ રાખવું જોઈએ કે આ અપવાદિક સૂત્ર છે. આમાં વિકાર ભાવના નથી પરતું પરસ્પરના સંયમની સુરક્ષાની ભાવના છે. છ પ્રકારની કલ્પસ્થિતિ છે. સામાયિક સંયતકલ્પસ્થિતિ, છેદો પસ્થાનીય સંત કપસ્થિતિ, નિર્વિશમાન કલપસ્થિતિ, નિર્વિષ્ટકાયિક ક૯પસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને સ્થવિર ક૯પસ્થિતિ. સાધુની મર્યાદાને કપસ્થિતિ કહેવાય છે. આ પ્રમાણે બૃહત્કપમાં શ્રમણ-શ્રમણીઓના જીવન અને વ્યવહારથી સંબંધિત અનેક મહત્વપૂર્ણ તથ્ય ઉપર પ્રકાશ પાડે છે. આ જ આ શાસ્ત્રની વિશેષતા છે. ૪- દશાશ્રુતસ્કંધ દશાશ્રુતસ્કન્ધ આ શું છેદસૂત્ર છે. ઠાણાંગમાં તેનું બીજું નામ “આચારદશા” બતાવ્યું છે. દશાશ્રુતસ્કલ્પમાં દશ અધ્યયને છે તેથી આનું નામ દશાશ્રુતસ્કન્ધ છે. દશાશ્રુતસ્કંધમાં ૧૮૩૦ અનુટુપ શ્લોક પ્રમાણ ઉપલબ્ધ પાઠ છે, ૨૧૬ ગધસૂત્રો છે. પર પદ્યસૂત્ર છે. પ્રથમ ઉદ્દેશકમાં ૨૦ અસમાધિસ્થાનનું વર્ણન છે. જે સત્કાર્યો કરવાથી ચિત્તમાં શાંતિ ઉત્પન્ન થાય, આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં અવસ્થિન રહે તેને સમાધિ કહે છે. અને જે કાર્યથી ચિત્તમાં અપ્રશસ્ત એવું અશાન્તભાવ ઉત્પન્ન થાય, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મેક્ષમાર્ગથી આમાં ભ્રષ્ટ થાય તે અસમાધિ છે. અસમાધિના ૨૦ પ્રકાર છે, જેમ કે-ઉતાવળાં ઉપયોગરહિતપણે ચાલવું, રાત્રિમાં જ્યા વગર ચાલવું, વિવેક અને યતના વગર બધા દૈહિક કાર્યો કરવા, ગુરુજનેનું અપમાન કરવું, નિન્દા કરવી વિ. આ કાર્યોના આચરણથી પિતાને તથા અન્ય જીને અસમાધિભાવ ઉતપન્ન થાય છે. સાધકનો આત્મા દૂષિત થાય છે. તેનું પવિત્ર ચારિત્ર મલીન થાય છે તેથી તેને અસમાધિસ્થાન કહેલ છે. ૧ ૧. સમાધાને સમાધિ – ચેસ: સ્વાયં, મોક્ષમાર્ગે સ્થિતિરિત્યર્થ : ! ન સમાધિરસમાધિસ્તસ્ય સ્થાનાનિ - આશ્રયા ભેદા : પર્યાયા અસમાધિ સ્થાનાનિ ! - આચાર્ય હરિભદ્ર. તત્ત્વદર્શન ૩૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy