________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આહારાદિ અકલ્પસ્થિત શ્રમણેા માટે નિર્મિત હેાય તે કપસ્થિત શ્રમણે માટે અકલ્પ્ય હેાય છે. અહી કલ્પસ્થિતને અર્થ છે પંચયામધર્મપ્રતિપન્ન’ અને અકલ્પસ્થિત ધર્મના અર્થ છે, ચતુર્યામ ધર્મ પ્રતિપન્ન.’
કાઈ નિગ્રન્થને જ્ઞાન પ્રાપ્ત કરવા નિમિત્તે અન્ય ગણમાં ઉપસ’પદ્મા લેવા જવું હોય તે આચાયની અનુમતિ આવશ્યક છે. એ જ પ્રમાણે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક વિ.ને પણ જો અન્ય ગણમાં ઉપસ પદ્મા લેવી હાય તે પોતાના સમુદ્દાચની યાગ્ય વ્યવસ્થા કરીને જ અન્ય ગણમાં સમ્મિલિત થવુ જોઇએ.
સંધ્યા સમયે અથવા રાત્રિમાં કોઇ શ્રમણ અથવા શ્રમણી કાળધર્મને પ્રાપ્ત થઈ જાય તેા ખીજા શ્રમણ-શ્રમણીએએ તે મૃત શરીરની આખી રાત સાવધાનીપૂર્વક સભાળ રાખવી જોઈએ. પ્રાતઃ ગૃહસ્થને ત્યાંથી વાંસ વ લાવીને મૃતકને તેની સાથે બાંધીને દૂર જંગલમાં નિર્દોષ ભૂમિ ઉપર પ્રસ્થાપિત કરી નાખવુ જોઈએ, અને પાછા આવી વાંસ વિ. ગૃહસ્થને આપી દેવા જોઈએ.
શ્રમણને કોઈ ગૃહસ્થ સાથે કદીક કલહ ઝઘડો થઇ ગયા હાય તા તેને શાંત કર્યા વગર ભિક્ષાચરી કરવી પતી નથી.
પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહુણુ કરવાની ઇચ્છાવાળા શ્રમણને વિધિ સમજાવવા માટે પારણાના દિવસે સ્વય આચાર્ય, ઉપાધ્યાય તેની પાસે જઈને આહાર અપાવે છે અને સ્વસ્થાનકે આવી પરિહાર વિશુદ્ધ ચારિત્રનુ પાલન કેવી રીતે કરવુ તેની વિધિ બતાવે છે.
શ્રમણ-શ્રમણીઓએ ગંગા, યમુના, સરયુ, કેશિકા, મહી આ પાંચ મહાનદીમાંથી મહિનામાં એકથી અધિક પાર કરવી ન જોઇએ. ઐરાવતી વિ. છીછરી નદીએ મહિનામાં બે-ત્રણ વખત પાર કરી શકાય છે.
શ્રમણ-શ્રમણીએએ ઘાસની એવી નિર્દોષ ઝૂંપડીમાં જયાં સારી રીતે ઊભા રહી ન શકાય તેમાં હેમન્ત તથા તથા ગ્રીષ્મ ઋતુમાં રહેવુ વર્જ્ય છે. જો નિર્દોષ તૃણાથિી બનેલી હોય અને બે હાથથી નીચી ઝૂંપડી હાય તે વર્ષો ઋતુમાં ત્યાં ન રહી શકાય, પરંતુ ખેડાથથી ઊંચી હેાય તે ત્યાં વર્ષા ઋતુમાં રહી શકાય છે.
પાંચમા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે જો કોઈ દેવ સ્ત્રીનુ રૂપ બનાવી સાધુતા હાથ પકડે અને તે સાધુ તેના મુલાયમ સ્પર્શને સુખરૂપ માને તેા તેને મૈથુન પ્રતિસેવન જેટલા દોષ લાગે છે અને તેને ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત આવે છે. એ જ પ્રમાણે સાધ્વીને પણ તેના વિરુદ્ધ લિંગી એવા પુરુષના સ્પર્શ થતાં સુખરૂપ માને તે ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત આવે છે.
કાઇ શ્રમણ કલેશને શાંત પાડ્યા વગર જ અન્ય ગણમાં જઇને મળી જાય અને તે ગણુના આચાય ને જ્ઞાન થાય કે શ્રમણ કયાંકથી કલહ કરીને આવેલ છે તે તેને પાંચ રાત દિવસને છે આપવા જોઈએ અને તેને શાંતિથી સમજાવી તેના પેાતાના ગણમાં પાછો મેકલી દેવે જોઇએ.
સશકત અથવા અશકત શ્રમણુ સૂક્રિય થઇ ગયાં છે અથવા હજી અસ્ત થયા નથી એમ સમજીને જો આહારાદિ કરે અને પછી તેને એમ જણાય કે હજી તે સૂર્યોદય થયે જ નથી અથવા અસ્ત થઇ ગયે છે તે તેણે આહારદિને તત્ક્ષણ ત્યાગ કરી દેવે જોઇએ. આમ કરવાથી તેને ત્રિભજનના દોષ લાગતા નથી. સૂર્યય અને સૂર્યાસ્ત પ્રત્યે શંકાશીલ થઈને આહારાદ્વિ ગ્રતુણુ કરનારને રાત્રિèાજનના દોષ લાગે છે. શ્રમણ-શ્રમણીઓએ રાત્રિમાં આડકાર વિ. ને લીધે મેઢામાં અન્ત વિ. આવી જાય તે તેને તરત જ બહાર થૂકી દેવુ જોઇએ.
જો આહારાદ્ધિમાં એઇન્દ્રિયાદિ જીવ પડી જાય તે યતનાપૂર્વક કાઢીને આહારહિત કરવા જોઇએ. જે નીકળી શકે તેવી સ્થિતિમાં ન હેાય તેા એકાન્ત નિર્દોષ સ્થાનમાં પરિસ્થાપન કરી નાખવુ જોઇએ. આહારાદ્ઘિ લેતી વખતે કદાચ સચેત પાણીના ટીપાં આહારરિક્રમાં પડી જાય અને તે આહાર ગરમ હાય તા તે ખાવામાં કિંચિત્ માત્ર પણ દેષ નથી કારણ કે તેમાં પડેલાં ટીપાં અચેત થઇ જાય છે. જો આહાર ઠરી ગયેા હાય-- ઠંડા હોય તે તે ન પાતે ખાવા જેઈએ તેમન બીજાને ખવરાવવા જોઇએ; પરન્તુ એકાન્ત સ્થાને પરઠી દેવા જોઇએ.
આગમસાર દાહન
Jain Education International
For Private Personal Use Only
૩૧૩ www.jairnel|brary.org