SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ bપજ્ય ગુરુદેવ રવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ નિગ્રન્થ અને નિત્થણીઓએ જાંગિક, ભાંગિક, સાનક, પિતક અને તિરિપટ્ટક એમ પાંચ પ્રકારના વસ્ત્ર લેવા કલ્પ છે. તેમ જ ઔર્ણિક, ઔષ્ટિક, સાનક, વચ્ચક-ચિપ્પક, મુંજચિમ્પક આમ પાંચ પ્રકારના રજોહરણ રાખવા કલ્પે છે. ત્રીજા ઉદ્દેશકમાં નિર્ગળેએ નિર્ચથણીઓના ઉપાશ્રયમાં બેસવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય, ધ્યાન, કાત્સર્ગ વિ. કરવું કહપતું નથી. એ જ પ્રમાણે નિગ્રંથણીઓએ નિગ્રન્થોના ઉપાશ્રય વિ.માં બેસવું, ખાવું, પીવું વિ. ક્રિયાઓ કરવી ક૫તી નથી. ત્યાર પછીના ચાર સૂત્રોમાં ચર્મવિષયક, ઉપભોગ વિના સંબંધમાં કપાક૯૫ની ચર્ચા કરવામાં આવેલ છે. વસ્ત્રોના સંબંધમાં ચર્ચા કરતાં કહ્યું કે વસ્ત્રો વેત હોવા જોઈએ, રંગીન નહિ. તેમ જ શું શું લેવું, શું શું ન લેવું વિ.નું વિધાન કર્યું છે, દીક્ષા લેતી વખતે વસ્ત્રોની મર્યાદાનું વર્ણન કર્યું છે. વર્ષાવાસમાં વસ્ત્ર લેવાનો નિષેધ છે પરંતુ હેમન્ત તથા ગ્રીષ્મ ઋતુમાં જરૂર પ્રમાણે વ લેવામાં હરકત નથી. તેમ જ વસ્ત્રના વિભાજન સંબંધમાં પણ ચિન્તન કર્યું છે. નિર્ચન્થ-નિર્ચન્થણીઓએ ગૃહસ્થના ઘરોમાં બેસવું, સૂવું વિ. ક૯પતું નથી. પરન્ત રોગી, વૃદ્ધ, તપસ્વી, અથવા મૂર્શિતપણાની સ્થિતિમાં હોય–આવા વિશેષ કારણોને લીધે બેસવા આદિમાં આપત્તિ નથી પરંતુ પ્રવચનાદિ કરી શકે નહિ. એકાદ ગાથાનો અર્થ કહે હોય તો ઊભા ઊભા કરી શકે છે. - નિર્ચન્થ-નિગ્રન્થણીઓએ પ્રાતિહારિક વસ્તુઓ તેના માલિકને પાછી આપ્યા વગર વિહાર કરવો ક૫તો નથી. જે કઈ વસ્તુ તેની ચોરાઈ ગઈ હોય તે તેની અન્વેષણ કરવી જોઈએ અને મળે એટલે શય્યાતરને પાછી આપી દેવી જોઈએ. કદાચ તેની જરૂર હોય તે તેની આજ્ઞા લઈ તેનો ઉપયોગ કરી શકે છે. ચોથા ઉદ્દેશકમાં અબ્રહ્મસેવન તથા શત્રિભોજન વિ. વ્રતના સંબંધમાં દોષ લાગ્યા હોય તે પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. પડક, નપુંસક તથા વાતિક પ્રવજ્યા માટે અયોગ્ય છે, તેમની સાથે સંભોગ (એક સાથે ભેજન પાનાદિ કરવા નિષિધ છે. અવિનીત, રસલુપી તથા ધીને શાસ્ત્ર ભણાવવા અનુચિત છે. કુષ્ટ, મઢ અને દુર્વિદગ્ધ આ ત્રણે પ્રવજ્યા અને ઉપદેશના અનધિકારી છે. નિર્ગસ્થનું રૂણ અવસ્થામાં અથવા કે અન્ય કારણથી પોતાના પિતા, ભાઈ, પુત્ર વિ.ને આધાર લઈને બેસતી ઉઠતી હોય અને તે સાધુના આધારની ઈચ્છા કરે તે ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે. એવી જ રીતે નિર્ઝન્ય, માતા, પત્ની, પુત્રી વિ.ના આધારે ઉઠતા બેસતા હોય ત્યારે કોઈ સાધ્વીના ટેકાની ઈચ્છા કરે તે તેને પણ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે કારણકે તેથી ચતુર્થવ્રતના ખંડનની સંભાવના હોવાથી પ્રાયશ્ચિતનું વિધાન કર્યું છે. નિર્ગળે તથા નિર્ચન્થીઓએ કાલાતિકાન્ત, ક્ષેત્રાતિકાન્ત અશન–પાનાદિ ગ્રહણ કરવા ક૫તા નથી. પ્રથમ પહાર (પરિસી)ને લાવેલો આહાર ચેથી પરિસી સુધી રાખવો ક૫તે નથી. કદાચ ભૂલથી રહી જાય તે પરઠી દે જોઈએ. ઉપયોગ કરે તે પ્રાયશ્ચિતનું વિધાન છે. જે ભૂલથી અષણીય, સિનગ્ધ, અશનાદિ ભિક્ષામાં આવી ગયા હોય તે અનુપસ્થાપિત શ્રમણ કે હજી જેમનામાં મહાવ્રતની સ્થાપના કરવામાં આવી નથી તેમને આપી દેવા જોઈએ. જે તેઓ ઉપસ્થિત ન હોય તો નિર્દોષ સ્થાન ઉપર પરઠી દેવા જોઈએ. આચેલક્યાદિ કલ્પમાં સ્થિત શ્રમણ માટે નિર્મિત આહારાદિ અકલ્પસ્થિત શ્રમણો માટે કલ્પનીય છે, જે ૧. જંગમા : ત્રસા: તદવયવનિષ્પને જાંગમિકમ, ભંગા અતસી તન્મય ભાંગિકમ, સનસૂત્રમય સાનકમ, પોતક કાર્યાસિકમ તિરીટ : વૃક્ષવિશેષસ્તસ્ય ય: પટ્ટો વલ્કલક્ષણસ્તન્નષ્પન્ન. તિરિટપટ્ટક નામ પંચમમ | - ઉદ્દે શક ૨ સૂત્ર ૨૪ ૨. ઔણિક ઊરણિકાનામૂર્ણાભિનિવૃ ત્તમ, “ઔષ્ટિક' ઉપૂરામભિનિવૃ ત્તમ, ‘સાનક સનવૃક્ષવછાત્ જાતમ, વચ્ચક:' તૃણવિશેષતસ્ય “ચિપ્પક:” કુટ્ટી ત: ત્વગૂ ૫: તેન નિષ્પન્ન વચ્ચકચિપ્પકમ ‘મુંજ:' શરસ્તમ્બસ્તસ્ય ચિપકાદ જાતે મુંજ ચિમ્પર્ક નામ પંચમમિતિ! -ઉદ્દેશક ૨ સૂ. ૨૫ ૩૧૨ Jain Education Intemational For Private & Personal Use Only તત્તવદર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy