________________
પગ્ર ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
જ્યાં વિકારત્પાદક ચિત્ર હોય ત્યાં શ્રમણ-શ્રમણીઓએ રહેવું ક૯પતું નથી. મકાન માલિકની અનુમતિ વિના ત્યાં રહેવું ક૫તું નથી. જે મકાનની વચ્ચે થઈને રસ્તો હોય અને જ્યાં ગૃહસ્થ રહેતા હોય ત્યાં શ્રમણ - શ્રમણીઓએ ન રહેવું જોઈએ.
શ્રમણનો આચાર્ય, ઉપાધ્યાય, શ્રમણ અથવા શ્રમણી સાથે પરસ્પર ઝઘડો થઈ ગયો હોય તો પરસ્પર ક્ષમાયાચના કરવી જોઈએ. જે શાંત રહે છે તે આરાધક છે. શ્રમણુધર્મનો સાર ઉપશમ છે. “ઉવસમારે સામણું
વર્ષાવાસમાં વિહાર નિષેધ છે પરન્ત હેમન્ત તથા ગ્રીમ ઋતુમાં વિહારનું વિધાન છે. જે ક્ષેત્ર પ્રતિકૂળ હોય ત્યાં નિગ્રંથ નિર્ચન્થણીઓએ વારંવાર વિચરવું નિષિદ્ધ છે, કારણ કે સંયમની વિરાધના થવાની સંભાવના છે તેથી પ્રાયશ્ચિતનું વિધાન છે.
ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે અથવા શૌચાદિ માટે બહાર જાય તે વખતે જે કઈ ગૃહસ્થ વસ, પાત્ર, કંબલ વિ માટે આમંત્રણ આપે તો તે વસ્ત્રાદિ ઉપકરણે લઈને આચાર્ય પાસે ઉપસ્થિત થવું જોઈએ અને આચાર્યની અનુમતિ પ્રાપ્ત થાય પછી જ તેને ઉપયોગમાં લેવા જોઈએ. આ જ પ્રમાણે શ્રમણી માટે પ્રવર્તિનીની આજ્ઞા લેવી આવશ્યક છે.
શ્રમણ-શ્રમણીઓ માટે રાત્રિના સમયે અથવા અસમયે આહારાદિ ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. એ જ પ્રમાણે વસ, પાત્ર. કંબલ, રજોહરણ વિ. પણ ગ્રહણ કરવાને નિષેધ છે. અપવાદ તરીકે કદાચ ચાર શ્રમણ-શ્રમણીઓના વસ્ત્રો ચોરીને લઈ ગયો હોય અને તે ફરી પાછા મળી ગયા હોય, તે રાત્રિમાં તે લઈ શકાય છે. જે તે વચ્ચે તસ્કરોએ પહેર્યા હોય, પછી સ્વચ્છ કર્યા હોય, રંગ્યા હોય અથવા છૂપાદિ સુગંધિત પદાર્થોથી વાસિત કર્યા હોય તે પણ ગ્રહણ કરી શકાય છે.
નિન્ય તથા નિત્થણીઓએ રાત્રિના સમયે અથવા અકાળે વિહાર ન કરવો જોઈએ પરંતુ જે ઉચ્ચારભૂમિ વિ. હેતુથી અપવાદરૂપે જવું પડે તે એકલે ન જાય પરંતુ અન્ય સાધુને સાથે લઈને જાય.
નિર્ચન્ય તથા નિર્ચથણીઓ માટે વિહારક્ષેત્રની મર્યાદા પર ચિન્તન કરવામાં આવ્યું છે. પૂર્વમાં અંગદેશ અને મગધ સુધી, દક્ષિણમાં કૌસાંબી સુધી, પશ્ચિમમાં રકૃણુ સુધી તથા ઉત્તરમાં કુણલા સુધી આ આર્યક્ષેત્ર છે. આર્યક્ષેત્રમાં વિચરવાથી જ્ઞાન-દર્શનની વૃદ્ધિ થાય છે. અનાર્ય ક્ષેત્રમાં જતાં જે રત્નત્રયની હાનિની સંભાવના ન હોય તે ત્યાં જઈ શકે છે.
બીજા ઉદ્દેશકમાં ઉપાશ્રય સંબંધી વિવેચન ૧૨ સૂત્રોથી કર્યું છે. જે ઉપાશ્રયમાં શાલી, ત્રીહિ, મગ, અડદ વિ. દાણા વેરાયેલાં હોય ત્યાં શ્રમણ-શ્રમણીઓએ થોડા વખત પણ રહેવું ન જોઈએ, પરંતુ એક ખૂણામાં ઢગલારૂપે પડેલા હોય તે ત્યાં હેમન્ત તથા ગ્રીષ્મ ઋતુમાં રહેવું કપે છે. જે કોઠારમાં સાચવીને રાખ્યા હોય તો વર્ષાવાસમાં પણ રહેવું કહપે છે. - જે સ્થળે સુરાવિકટ (મદિરા) સૌવીર વિકટ (કાંજી) વિ. રાખેલાં હોય તે સ્થળે છેડો વખત પણ સાધુ-સાધ્વીએએ ન રહેવું જોઈએ? યદિ કોઈ કારણથી અન્વેષણ કરવા છતાં પણ અન્ય સ્થાન પ્રાપ્ત ન થાય તે શ્રમણ ત્યાં બે રાત રહી શકે છે, પરંતુ વધારે નહિ. વધારે રહેવાથી છેદ અથવા પરિવારનું પ્રાયશ્ચિત આવે છે. એવી જ રીતે શીતોદક વિકટકભ, ઉદક વિકટકુંભ, જાતિ, દીપક વિ.થી યુકત એવા ઉપાશ્રયમાં પણ ન રહેવું જોઈએ,
એવી જ રીતે એક અથવા અનેક મકાનના માલિક હોય તેની પાસેથી આહારાદિ ન લેવા જોઈએ. તેમાં જે એક મુખ્ય હોય તે તેને છોડી બીજા પાસેથી લઈ શકાય છે. અહીં શય્યાતર મુખ્ય છે કે જેની ઊતરવા માટે આજ્ઞા લેવામાં આવે છે. આ પ્રમાણે શય્યાતરના વિવિધ પાસાઓ ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે.
૧. સુરાવિક્ટ પિષ્ટનિષ્પન્ન , સૌવીર વિકટ તુ પિષ્ટવજેગુંડાદિ દ્રશૈનિષ્પન્નમ ! ૨. “છેદ વા’ પંચરાત્રિન્દિવાદિ : પરિહારોવા” માસ લધુકાદિત વિશે ભવતીતિ સૂત્રાર્થ : |
- ક્ષેમકીર્નિકૃત વૃત્તિ પૃ. ૯૫૨
આગમસાર દોહન Jain Education International
For Private & Personal Use Only
૩૧ www.lebrary.org