________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
૩ – બહત્ક૯૫ બૃહત્કલપનું છેદસૂત્રોમાં ગેરવપૂર્ણ સ્થાન છે. અન્ય છેદસૂત્રોની જેમ આ સૂત્રમાં પણ શ્રમણોના આચાર સબંધી વિધિ-નિષેધ, ઉત્સર્ગ - અપવાદ, ત૫, પ્રાયશ્ચિત વિ. ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે. આમાં છ ઉદ્દેશક છે. ૮૧ અધિકાર છે. ૪૭૩ કપ્રમાણ ઉપલબ્ધ મૂળપાઠ છે. ૨૦૬ સૂત્રસંખ્યા છે.
પ્રથમ ઉદ્દેશકમાં ૫૦ સૂત્રો છે. પહેલાના પાંચ સૂત્રો તાલપ્રલંબ વિષયક છે. નિર્ગળ્યું અને નિર્ગથિય માટે તાલ અને પ્રલંબ ગ્રહણ કરવાનો નિષેધ છે. આમાં અપકવ અને અખંડ તાલફૂલ તથા તાલમુળ ગ્રહણ કરવા નહિ પરંતુ વિધારિત, પકવ તાલ પ્રલંબ લેવા કપે છે એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. વિ.
માસક૯૫ વિષયક નિયમમાં શ્રમણને ઋતુબદ્ધકાળ - હેમત અને ગ્રીષ્મ ઋતુના ૮ માસમાં એકસ્થાને રહેવા સંબંધી વધારેમાં વધારે કેટલે સમય રહેવું તેનું વિધાન કર્યું છે. શ્રમને સપરિક્ષેપ (કટ-પરામાં નિકત ૧૬ પ્રકારના સ્થાનમાં વષાઋતુ સિવાય અન્ય સમયમાં એકી સાથે એક માસથી વધુ રહેવું કહપતું નથી.
૧- ગ્રામ– (જ્યાં રાજય તરફથી ૧૮ પ્રકારના કર લેવામાં આવતા હોય) ૨ – નગર– (જયાં ૧૮ પ્રકારના કર ન લેવાતા હોય) ૩- ખેટ – જે ગામની ચારે તરફ માટીની દીવાલ હોય) ૪ – કર્મટ- (જ્યાં વસ્તી ઓછી હોય) ૫- મડંબ– (જેની પછી અઢી ગાઉ સુધી કઈ ગામ ન હોય) ૬ – પત્તન– (જયાં બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય) ૭ – આકર– (જયાં ધાતુની ખાણ હોય) ૮- મુખ– (જયાં જળ અને સ્થળને મેળવનાર જમીન હોય, જ્યાં સમુદ્રી માલ આવીને ઉતરતો હોય
બંદર કહેવાય છે) ૯- નિગમ- (જયાં વ્યાપારીઓની વસતિ હોય) ૧૦-રાજધાની-(જ્યાં રાજાને રહેવા માટે મહેલ વિ. હોય). ૧૧-આશ્રમ-(જ્યાં તપસ્વી વિ. રહેતા હોય) ૧૨-નિવેશ-સન્નિવેશ (જ્યાં સાર્થ વાહ આવીને ઊતરતા હોય) ૧૩-સંબોધ-સંબાહ (જ્યાં ખેડૂત લોકો રહેતા હોય અથવા ગામના લેકે ધણ વિ.ની રક્ષા માટે ગામથી
બહાર પર્વત, ગુફા વિ.માં આવીને રહેતા હોય. ૧૪-ઘાષ- યાં ગાય વિ. ચરાવનારા ગોવાળ-ભરવાડ વિ. રહેતા હોય) ૧૫-એશિકા-(ગામને અડધે, ત્રીજે કે ચોથો ભાગ) ૧૬-પુટભેદન-(જ્યાં ગામના વેપારીઓ પિતાની ચીજ વેચવા આવતા હોય તે)
નગરના કેટની અંદર તથા બહાર એક–એક માસ સુધી રહી શકાય છે. અંદર રહ્યા હોય ત્યારે ભિક્ષા અંદરથી લેવી જોઈએ અને બહાર રહેતા હોય ત્યારે બહારથી. શ્રમણીઓ બે માસ અંદર અને બે માસ બહાર રહી શકે છે. જે ગઢને એક જ દ્વાર હોય ત્યાં નિર્ચન્થ અને નિર્ગથિયએ એક સાથે રહેવાને નિષેધ છે. પરન્તુ અનેક દ્વાર હોય તે રહી શકાય છે.
જે ઉપાશ્રયની ચારે બાજુ અનેક દુકાનો હોય, અનેક દ્વાર હોય ત્યાં સાધ્વીઓએ ન રહેવું જોઈએ. પરંતુ સાધુ યતનાપૂર્વક રહી શકે છે. જે સ્થાન પૂર્ણ રૂપથી ખુહલું હોય, દ્વાર ન હોય ત્યાં સાધ્વીઓએ રહેવું કહપતુ અપવાદરૂપે ઉપાશ્રય કે સ્થાન ન મળે તે પડદે લગાડી રહી શકાય છે. નિર્ચસ્થો માટે ખુલ્લા સ્થાનમાં પણ રહેવું કલ્પ છે. નિર્ગથ અને નિગ્રન્થિને કપડાની મછરદાની રાખવા તથા ઉપયોગ કરવાની અનુમતિ આપી છે.
નિગ્રંથ તથા નિગ્રથિએ જળાશયની પાસે ઊભા રહેવું, બેસવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય વિ. કરવું કલ્પતું નથી. ૩૧૦
તત્ત્વદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only