________________
પૂજ્ય ગુરૂદેવ વિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આવે તેને સમભાવપૂર્વક સહન કરે છે અને શુકલ પક્ષની પ્રતિપદાને દિવસે એક દત્તિ આહારની અને એક હૃત્તિ પાણીની, દ્વિતીયામાં બે દિત્તિ આહારની અને બે દત્તિ પાણીની ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે અનુક્રમે એક-એક દત્તિ વધારતો પૂનમને દિવસે ૧૫ દત્તિ આહારની અને ૧૫ દત્તિ પાણીની ગ્રહણ કરે છે. કૃષ્ણપક્ષમાં અનુક્રમે એક એક દક્તિા ઓછી કરતો જાય છે અને અમાસને દિવસે ઉપવાસ કરે છે. આને યવમધ્યચન્દ્ર પ્રતિમા કહે છે.
વજમધ્યચન્દ્ર પ્રતિમામાં કૃષ્ણપક્ષની પ્રતિપદાને દિવસે ૧૫ દત્તિ આહારની અને ૧૫ દત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે તેને પ્રતિદિન એક એક દત્તિ ઓછી કરતાં અમાસને દિવસે એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે. શુકલ પક્ષમાં અનુક્રમે એક એક દત્તિ વધારતા પૂર્ણિમાને રોજ ઉપવાસ કરવામાં આવે છે. એ જ પ્રમાણે ૩૦ દિવસની પ્રત્યેક પ્રતિમાના પ્રારંભના ૨૯ દિવસ દત્તિ અનુસાર આહાર અને અન્તિમ દિવસે ઉપવાસ કરવામાં આવે છે.
વ્યવહારના આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત વ્યવહાર એમ પાંચ પ્રકાર છે. આમાં આગમનું સ્થાન પ્રથમ છે અને પછી અનુક્રમે તેમની ચર્ચા વિસ્તારથી ભાગ્યમાં કરવામાં આવી છે.
સ્થવિરના જાતિસ્થવિર, સૂત્રસ્થવિર અને પ્રત્રજ્યા સ્થવિર આમ ત્રણ ભેદ છે. ૬૦ વર્ષની આયુષ્યવાળો શ્રમણ જાતિસ્થવિર અથવા વયસ્થવિર કહેવાય છે. ઠાણુગ, સમવાયાંગના જ્ઞાતા સૂત્રસ્થવિર અને દીક્ષા ધારણ કર્યાને ૨૦ વર્ષ થયા હોય તેથી વધુ દીક્ષા પર્યાયવાળા નિગ્રંથને પ્રવજ્યાસ્થવિર કહે છે.
શક્ષભૂમી ત્રણ પ્રકારની છે-સપ્તરાત્રિદિની, ચાતુર્માસિકી અને છમાસિકી. આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળક – બાળિકાઓને દીક્ષા આપવી કપતી નથી. જેમની ઉંમર નાની છે તેઓ આચારાંગ સૂત્રના ભણવાના અધિકારી નથી. ઓછામાં ઓછા ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને આચારાંગ ભણાવવું કપે છે. ચાર વર્ષની દીક્ષા પર્યાયવાળાને સૂત્રકાંગ, પાંચ વર્ષની દીક્ષાપયાંયવાળાને દશાશ્રુતસુબ્ધ, ક૯૫ (બૃહત્ક૯૫) અને વ્યવહારસૂત્ર, આઠ વર્ષની દીક્ષા વાળાને સ્થાનાંગ અને સમવાયાંગ, દશ વર્ષની દીક્ષાવાળાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), અગિયાર વર્ષની દીક્ષાવાળાને લઘુવિમાનપ્રવિભક્તિ, મહાવિમાનપ્રવિભકિત, અંગચૂલિકા, વંગચૂલિકા અને વિવાહચૂલિકા, બાર વર્ષની દીક્ષાવાળાને અરૂપપાતિક, ગરૂપપાતિક, ધરણપપાતિક, વૈશ્રમણ પાતિક અને વેલંધરપપાતિક, તેર વર્ષની દીક્ષાવાળાને ઉપસ્થાનશ્રત, સમુપસ્થાનશ્રત, દેવેન્દ્રોપપાત અને નાગપરિયાપનિકા, ચૌદ વર્ષની દીક્ષાવાળાને સ્વપ્નભાવના, પંદર વર્ષની દીક્ષાવાળાને ચારણભાવના. સોળ વર્ષની દીક્ષાવાળાને વેદનીશતક, સત્તર વર્ષની દીક્ષાવાળાને આશીવિષભાવના. અઢાર વ દીક્ષાવાળાને દષ્ટિવિષભાવના, ઓગણીસ વર્ષની દીક્ષાવાળાને દષ્ટિવાદ અને વીસ વર્ષની દીક્ષાવાળાને બધા પ્રકારના શા. ભણાવવા કહપે છે.
વૈયાવૃત્ય (સેવા) દશ પ્રકારની બતાવી છે, ૧- આચાર્યની વૈયાવૃત્ય ૨-ઉપાધ્યાયની વૈયાવૃત્ય એ જ પ્રમાણે ૩- સ્થવિરની ૪- તપસ્વીની ૫- શૈક્ષ-છાત્રની, ૬ ગ્લાન-રૂણની છ- સાધર્મિકની, ૮- કુલની, ૯- ગણની અને ૧૦- સંઘની વૈયાવૃત્ય. આ દશ પ્રકારની વૈયાવૃત્યથી મહાનિર્જરા થાય છે.
આ પ્રમાણે પ્રસ્તુત સૂત્રની અનેક વિશેષતાઓ છે. આમાં સ્વાધ્યાય ઉપર વિશેષપણે ભાર આપવામાં આવ્યું છે. અગ્ય કાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે અને અધ્યાય કાળની વિવેચના કરી છે શ્રમણ-શ્રમણીઓ વચ્ચે અધ્યયનની સીમાઓ નિર્મિત કરી છે. આહારના કવલાહારી, અલ્પાહારી અને ઉણાદરીનું વર્ણન છે. આચાર્ય, ઉપાધ્યાય માટે વિહારના નિયમો પ્રતિપાદિત કર્યા છે. આલેચના અને પ્રાયશ્ચિતની વિધિઓનું આમાં વિસ્તૃત વિવેચન છે. સાવિઓના નિવાસ, અધ્યયન, ચય તથા ઉપધાન, વૈયાવૃત્ય તથા સંઘવ્યવસ્થાના નિયમોપનિયમનું વિવેચન છે. આના રચયિતા શ્રુતકેવલી ભદ્રબાહ માનવામાં આવે છે.
આગમસાર દેહન
૩૦૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only