________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસનજી મહારાજ જનમશતાકિદ સ્મૃતિગ્રંથ
આચાર્ય તે બની શકે છે કે જે શ્રમણના આચારમાં કુશળ, પ્રવચનમાં ૫૮, દશાશ્રુતસ્કન્ધ, ક૫ - મૃહત્ક૫ તથા વ્યવહારને જ્ઞાતા હોય અને ઓછામાં ઓછા પાંચ વર્ષનો દીક્ષિત હાય.
આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણુ વચ્છેદક પદ તેમને જ આપી શકાય કે જે શ્રમણના આચારમાં કુશળ, પ્રવચનદક્ષ, અકલુષિત મનવાળા તેમજ સ્થાનાંગ તથા સમવાયાંગને જ્ઞાતા હોય. અપવાદમાં એક દિવસની દીક્ષા પર્યાયવાળા સાધુ પણ આચાર્ય, ઉપાધ્યાયના પદ ઉપર પ્રતિષ્ઠિત કરી શકાય છે. તેવા પ્રકારનો સાધુ પ્રતીતકારી ઘેર્યશીલ, વિશ્વસનીય, સમભાવી, પ્રમેહકારી, બહુમત તથા ઉચ્ચ કુલેત્પન્ન ગુણસંપન્ન તેવો આવશ્યક છે.
આચાર્ય-સાધુઓ ઉપાધ્યાયની આજ્ઞા પ્રમાણે જ સંયમનું પાલન કરવું જોઈએ. અબ્રહ્મનું સેવન કરનાર આચાર્ય વિ ની પદવી માટે તે અગ્ય છે. જે ગ૭ને પરિત્યાગ કરી ફરી તેણે તેવુંજ કાર્ય કર્યું હોય તે ફરી તેને દીક્ષા આપી ત્રણ વર્ષ વીત્યા પછી તેનું મન સ્થિર થાય, વિકાર શાંત થાય, કષાય વિ.ને અભાવ હોય તો તેને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે.
થોથા ઉદ્દેશકમાં કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાયની સાથે હેમંત અને ગ્રીષ્મઋતુમાં ઓછામાં ઓછો એક બીજો સાધુ હોવો જોઈએ અને ગણાવકની સાથે છે. વર્ષાઋતુમાં આચાર્ય અને ઉપાધ્યાયની સાથે બે તથા ગણાવચ્છકની સાથે ત્રણનું હોવું આવશ્યક છે. તેમજ આચાર્યની મહત્તા બતાવતા કહ્યું કે તેમના અભાવમાં કેવી રીતે રહેવું જોઈએ?
આચાર્ય, ઉપાધ્યાય જે વધારે રૂણ હોય અને જીવનની આશા ઓછી હોય તો અન્ય બધા શ્રમણને બોલાવીને કહે કે મારું આયુષ્ય પૂર્ણ થવા પર અમુક સાધુને અમુક પદવી આપવી. તેમના મૃત્યુ પછી જે તે સાધુ યોગ્ય ન જણાય તો અન્યને પણ પ્રતિષ્ઠિત કરી શકાય છે, અને ગ્ય હોય તો તેને પ્રતિષ્ઠિત કરવું જોઈએ. અન્ય ગ્ય શ્રમણ આચારાંગ વિ. ભણીને દક્ષ ન થઈ જાય ત્યાં સુધી આચાર્ય વિ. ની સમ્મતિથી અસ્થાયીરૂપથી સાધુને કઈ પણ ૫૯ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે. અને યોગ્ય પદાધિકાર પ્રાપ્ત થતાં પહેલાં તે વ્યકિતએ પોતાના પદથી અલગ થઈ જવું જોઈએ. જે તે તેમ ન કરે તે તે પ્રાયશ્ચિતનો ભાગીદાર થાય છે.
બે શ્રમણ જે સાથે વિચરતા હોય તે તેમણે ગ્યતાનુસાર નાના મોટા થઈને રહેવું જોઈએ અને એક બીજાનું સન્માન કરવું જોઈએ. એ જ પ્રમાણે આચાર્ય તથા ઉપાધ્યાયે પણ કરવું જોઈએ,
પાંચમાં ઉદ્દેશકમાં પ્રવર્તિનીએ ઓછામાં ઓછી બે અન્ય સાધ્વીઓની સાથે શીતોષ્ણ કાળમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરવું જોઈએ અને ગણવએ દિકાની સાથે ત્રણ બીજી સાધ્વીઓ હોવી જોઈએ. વર્ષાઋતુમાં પ્રવર્તિની સાથે ત્રણ અને ગણુવચ્છેદિકાની સાથે ચાર સાધ્વીઓ હેવી જોઈએ. પ્રવર્તિની વિ. ના મૃત્યુ અને પદાધિકારીની નિયુકિતના સંબંધમાં જેવું શ્રમ માટે કહ્યું છે તેવું જ શ્રમણીઓ માટે પણ સમજવું જોઈએ. વૈયાવૃત્ય માટે સામાન્ય વિધાન એવું છે કે શ્રમણ શ્રમણી પાસે અને શ્રમણ શ્રમણ પાસે વૈયાવૃત્ય ન કરાવે પરન્તુ અપવાદરૂપે પરસ્પર સેવાશુશ્રષા કરી શકે છે. સર્પદંશ વિ. કેઈ વિશિષ્ટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તે અપવાદરૂપે ગૃહસ્થ પાસે પણ સેવા કરવી શકાય છે. આ વિધાન સ્થવિરકપીઓ માટે છે. જિનકપીઓ માટે સેવાનું વિધાન નથી. જો તેઓ સેવા કરાવે તે પરિહારિક તરૂપ પ્રાયશ્ચિત કરવું પડે છે.
છઠા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે પોતાના સ્વજનોને ત્યાં સ્થાવિરોની અનુમતિ વગર જવું ન જોઈએ. જે શ્રમણ-શ્રમણી અપકૃતવાળા અથવા અપારંભી હોય તેમણે એકલા પોતાના સંબંધીઓને ત્યાં ન જવું. જે જવું હોય તો બહુશ્રુત તથા બહુ આગમધારી શ્રમણ-શ્રમણીની સાથે જવું જોઈએ. શ્રમણ ગોચરી માટે પહોંચે તે પહેલાં જે વસ્તુ તૈયાર થઈ ગઈ હોય તે ગ્રાહ્ય છે અને જે તૈયાર ન થઈ હોય તે અગ્રાહ્ય છે.
આચાર્ય, ઉપાધ્યાય જે બહારથી ઉપાશ્રયમાં આવે તો તેમના પગ લુંછીને સાફ કરવા જોઈએ. તેમના લઘુનીત વિ ને યતનાપૂર્વક ભૂમિ ઉપર પરઠવા જોઈએ, યથાશકિત તેમની વૈયાવૃત્ય કરવી જોઈએ. ઉપાશ્રયમાં તેમની સાથે રહેવું જોઈએ. ઉપાશ્રયની બહાર જાય ત્યારે તેમની સાથે જવું જોઈએ. ગણુવચ્છેદક ઉપાશ્રયમાં રહે ત્યારે સાથે રહેવું જોઈએ અને ઉપાશ્રયથી બહાર જાય તે સાથે બહાર જવું જોઈએ.
આગમસાર; દોહન Jain Education International
૩૦૭ www.jainelibrary.org
For Private & Personal Use Only