________________
પુત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ અન્ય સમુદાયના સંજોગી, બહુશ્રત વિ. શ્રમ હોય ત્યાં જઈ આલોચના કરી પ્રાયશ્ચિત લેવું જોઈએ. જે તે પણ ન હોય તે સારૂપિક (સદોષી) કિન્તુ બહુશ્રુત સાધુ હોય તે ત્યાં જઈને પ્રાયશ્ચિત લેવું જોઈએ. તેઓ પણ ન હોય તે બહુશ્રુત શ્રમણોપાસકની પાસે અને તેમને પણ અભાવ હોય તે સમ્યગદષ્ટિ ગૃહસ્થની પાસે જઈ પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ બધાનો કદાચ અભાવ હોય તે પછી ગામ અથવા નગરની બહાર જઈ પૂર્વ અથવા ઉત્તર દિશાની સન્મુખ ઊભા રહી બન્ને હાથ જોડી પિતાના અપરાધની આલોચના કરે.
બીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે એક સમાન સમાચારીવાળા બે સાધર્મિક સાથે હોય અને તેમાંથી એકે દેશનું સેવન કર્યું હોય તે તેણે બીજાની સન્મુખ પ્રાયશ્ચિત લેવું જોઈએ. પ્રાયશ્ચિત કરનારની સેવા વિ. ની જવાબદારી બીજા શ્રમણ ઉપર રહે છે. જે બન્નેએ દુષસ્થાનનું સેવન કર્યું હોય તો પરસ્પર આલોચના કરી પ્રાયશ્ચિત લઈ સેવા કરવી જોઈએ. અનેક શ્રમણેમાંથી કેઇ એક શ્રમણે અપરાધ કર્યો હોય તો એકને જ પ્રાયશ્ચિત આપવું અને જે બધાએ અપરાધ કર્યો હોય તે એક સિવાય શેષ બધાએ તેની પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધિકરણ કરવું જોઈએ અને તેમનું પ્રાયશ્ચિત પૂર્ણ થતાં તેને પણ પ્રાયશ્ચિત આપી શુદ્ધ કરવું જોઈએ.
પરિહાર કહપ સ્થિત શ્રમણ કદાચિત રૂણ બની જાય તો તેણે ગ૭થી બહાર કરે કહપતું નથી. જ્યાં સુધી તે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી વૈયાવૃત્ય કરાવવી તે ગણાવદકનું કર્તવ્ય છે અને સ્વસ્થ થયા પછી તેણે સદોષ અવસ્થામાં સેવ કરાવી તેથી પ્રાયશ્ચિત લેવું જોઈએ. એ જ પ્રમાણે અનવસ્થાપ્ય તથા પારંચિક પ્રાયશ્ચિત કરનારને પણ રૂણાવસ્થામાં ગરછથી બહાર કરવો ન જોઈએ. વિક્ષિપ્ત ચિત્તવાળાને પણ ગચ્છથી બહાર કરે કલ્પતું નથી, અને
જ્યાં સુધી તેનું ચિત્ત સ્થિર થઈ ન જાય ત્યાં સુધી તેની પૂરી સેવા કરવી જોઈએ અને સ્વસ્થ થતાં નામમાત્રનું પ્રાયશ્ચિત આપવું જોઈએ. એ જ પ્રમાણે દંતચિત્ત (અભિમાનથી જેનું ચિત્તા દત થઈ ગયું છે), ઉન્માદપ્રાપ્ત, ઉપસર્ગ પ્રાપ્ત, સાધિકરણ સપ્રાયશ્ચિત વિ. ને ગચ્છથી બહાર કરવો ક૫તું નથી.
નવમા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કરનારા સાધુને ગૃહસ્થલિંગ ધારણ કરાવ્યા વગર સંચમમાં પુનઃ સ્થાપિત કરે ન જોઈએ. કારણ કે તેને અપરાધ એટલે મહાન હોય છે કે તેને તે પ્રમાણે કર્યા વગર તેનું પ્રાયશ્ચિત પૂરું થતું નથી. તેમ અન્ય શ્રમણના અન્તર્માનસમાં તેવા પ્રકારના અપરાધ પ્રત્યે ભય પણ ઉત્પન્ન થતું નથી.
એ જ પ્રમાણે દસમા પારંચિત પ્રાયશ્ચિતવાળા શ્રમણને પણ ગૃહસ્થનો વેષ પહેરાવ્યા પછી જ ફરી સંયમમાં સ્થાપિત કરવો જોઈએ. પ્રાયશ્ચિતદાતાના હાથમાં એવો અધિકાર હોય છે કે તે ઈચછે તે તેને ગૃહસ્થનો વેષ નહિ પહેરાવતાં અન્ય પ્રકારનો વેષ પણ પહેરાવી શકે છે.
પારિહારિક અને અપારિહારિક શ્રમણ એક સાથે આહાર કરે તે ઉચિત નથી. પારિવારિક શ્રમની સાથે તપ પૂર્ણ કર્યા વગર અપારિવારિક શ્રમાએ આહાર વિ. કરવા ન જોઈએ કારણ કે જેઓ તપસ્વી છે. તેમનું તપ પૂરું થયા પછી એક માસના ત૫ ઉપર પાંચ દિવસ અને છ મહિનાના તપ ઉપર એક મહિનો વીત્યા પહેલાં તેમની સાથે કઈ પણ આહાર કરી શકાતું નથી, કારણ કે તે વખતે તેમના માટે વિશેષ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે કે જે બીજા માટે આવશ્યક નથી.
ત્રીજા ઉદેશકમાં બતાવ્યું છે કે કઈ શ્રમણના માનસમાં પોતાને સ્વતંત્ર ગચ્છ બનાવી પરિભ્રમણ કરવાની ઈચછા હોય પરંતુ જે તે આચારાંગ વિ. શાસ્ત્રને જ્ઞાતા નથી તો શિષ્યાદિ પરિવારવાળો હોવા છતાં પણું અલગ ગણ બનાવી સ્વચ્છન્દી થવું યોગ્ય નથી. જે તે આચારાંગ વિ. ને જ્ઞાતા હોય તે સ્થવિર પાસે અનુમતિ લઈ વિચરી શકે છે. સ્થવિરની અનુમતિ વિના વિચરનારને જેટલા દિવસ તે આ પ્રમાણે વિચર્યો હોય તેટલા દિવસને છેદ અથવા પારિવારિક પ્રાયશ્ચિતને ભાગીદાર બનવું પડે છે.
ઉપાધ્યાય તે જ બની શકે છે કે જે ઓછામાં ઓછા ૩ વર્ષની દીક્ષા પર્યાયવાળો હોય. નિગ્રંથના આચારમાં નિષ્ણાત અને સંયમમાં પ્રવીણ હોય, આચારાંગ વિ. પ્રવચન શાસ્ત્રોમાં પારંગત હોય, પ્રાયશ્ચિત આપવામાં પૂર્ણ સમર્થ તથા સંઘ માટે ક્ષેત્ર વિ. ને નિર્ણય કરવામાં દક્ષ હોય, ચારિત્રવાન તેમજ બહુશ્રત હોય. ३०६
તત્ત્વદર્શન For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org