SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ - - - (પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચંદ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથસ ચોથા, અને પાંચમાં ઉદ્દેશકમાં લઘુમાસિક પ્રાયશ્ચિતનું વર્ણન છે. છથી લઈને અગિયારમા ઉદ્દેશક સુધી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિતનું વિવેચન છે. ૧૨ માથી ૧૯ મા ઉદ્દેશક સુધી લઘુચાતુમાંસિક પ્રાયશ્ચિતનું પ્રતિપાદન છે. ૨૦ માં ઉદ્દેશકમાં આચનાઓ તેમજ પ્રાયશ્ચિત કરતી વખતે જે દેશે લાગે છે તેના ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે અને તે માટે વિશેષ પ્રાયશ્ચિતની વ્યવસ્થા છે. પ્રાયશ્ચિતના ૨ પ્રકાર છે.- (૧) માસિક અને (૨) ચાતુર્માસિક. દ્વિમાસિક, પંચમાસિક, છ માસિક પ્રાયશ્ચિત આરોપણુથી બને છે. ૨૦ મા ઉદ્દેશકમાં મુખ્ય વિષય આરોપણું છે. સ્થાનાંગ સૂત્રમાં આપણુના પાંચ પ્રકાર બતાવ્યા છે. જ્યારે સમવાયાંગમાં ૨૮ પ્રકાર બતાવ્યા છે. શ્રમણ ભગવાન મહાવીરના શાસનમાં છ મહિનાથી વધારે તપસ્યાનું વિધાન નથી તેથી આરોપણુ દ્વારા જે પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે તે પણ છ મહિનાથી વધારે નથી. અમે પહેલાં જણાવી ગયા છીએ કે નિશીથ ગોપનીય છે તેથી અમે તેને સાર અહીં પ્રસ્તુત કરતા નથી. તેમાં સંક્ષેપમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા અન્ય સંયમી જીવનમાં જે દોષો લાગવાની સંભાવના છે તેના શુદ્ધિકરણને તેમાં ઉપાય અને વિધિ બતાવેલ છે. ૨-વ્યવહારસૂત્ર બૃહકલ્પ અને વ્યવહાર આ બન્ને એકબીજાના પૂરક છે. વ્યવહાર પણ છેદસૂત્ર છે અને ચરણાનુયોગને ગ્રંથ છે. આમાં દશ ઉદ્દેશક છે, ૩૭૩ અનુબ્રુપ “લેકપ્રમાણ ઉપલબ્ધ મૂળ પાઠ છે, ૨૬૭ સૂત્રસંખ્યા છે. પ્રથમ ઉદ્દેશકમાં બતાવ્યું છે કે માસિક પ્રાયશ્ચિત એગ્ય દોષોનું સેવન કરી તે દેશની આચાર્ય વિ.ની પાસે કપટરહિત આલોચના કરનાર શ્રમણને એક માસનું પ્રાયશ્ચિત આવે છે, જ્યારે કપટ સહિત આલોચના કરનાર બે માસના યશ્ચિતનો ભાગીદાર થાય છે. તેવી જ રીતે બે માસિક પ્રાયશ્ચિત ચગ્ય સાધક નિકટ ય છે. તેવી જ રીતે બે માસિક પ્રાયશ્ચિત યોગ્ય સાધક નિષ્કપટ આલોચના કરે તે તેને દ્વિમાસિક પ્રાયશ્ચિત આવે છે અને કપટસહિત કરવાથી ત્રણમાસનું આવે છે. આ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ અને છ માસના પ્રાયશ્ચિતનું વિધાન છે. વધુમાં વધુ છ માસના પ્રાયશ્ચિતનું વિધાન છે. જેણે અનેક દોષોનું સેવન કર્યું હોય તેણે અનુક્રમે આલોચના કરવી જોઈએ અને પછી બધાને સાથે જ પ્રાયશ્ચિત લેવું જોઈએ. પ્રાયશ્ચિત કરવા છતાં જે ફરી દોષ લાગી જાય તે તેનું પુનઃ પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિતનું સેવન કરનાર શ્રમણે સ્થવિર વિ.ની અનુજ્ઞા લઈને જ અન્ય સાધુઓની સાથે ઊઠવું બેસવું જોઈએ. આજ્ઞાની અવહેલના કરી કોઈની સાથે જ જે તે બેસે તે તેટલા દિવસની તેની દીક્ષા પર્યાય ઓછી થાય છે જેને આગમિક ભાષામાં છેદ કહેવામાં આવેલ છે. પરિહાર કપમાં સ્થિત સાધુ પિતાના આચાર્યની અનુમતિથી વચ્ચેજ પરિહાર કહપને પરિત્યાગ કરી સ્થવિર વિ.ની સેવા માટે અન્ય સ્થળે જઈ શકે છે. * કોઈ શ્રમણ ગણુનો પરિત્યાગ કરી એકલે જ વિચરતો હોય અને જે તે રીતે શુદ્ધ આચાર પાલન કરવામાં પિતાને કરતો હોય તો તેને આલોચના કરાવી છે અથવા નવીન દીક્ષા ગ્રહણ કરાવવી જોઈએ. જે નિયમ સામાન્યરૂપથી એકલવિહારી માટે છે તે જ નિયમ એકલવિહારી ગણાવચ્છેદક આચાર્ય તથા શિથિલાચારી શ્રમણ માટે પણ છે. આલેચના આચાર્ય, ઉપાધ્યાયની સમક્ષ કરી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું જોઈએ. જે તેમની ઉપસ્થિતિ ન હોય તે પિતાના સંભોગી, સાધર્મિક, બહુશ્રત આદિની સમક્ષ આલેચના કરવી જોઈએ. જે તે પાસે ન હોય તો ૧. ઠાણાંગ સૂત્ર ૪૩૩ ૨. સમવાયાંગ સમવાય ૨૮ ૩. જમ્હા યિકો ઇમા જલ્સ નિત્યક્રક્સ જે ઉકોર્સ તવકરણે તસ તિર્થે તમેવ ઉઠ્ઠો પાછdદાણ સેસસાધૂણે ભવતિ | -- નિશીથ ચૂણિ ભા. ૪, પૃ. ૩૦૭ આગમસાર દેહન Jain Education International ૩૦૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy